ગુરુવારે, 75માં સ્વતંત્રતા દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનની વચ્ચે, ચંદીગઢમાં સેક્ટર 15 ખાતે શીખ ફોર જસ્ટિસ SFJના ગુરપતવંત પન્નુનના ઘરે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. લુધિયાણાથી કોંગ્રેસના નેતા ગુરસિમરન સિંહ મંડની આગેવાની હેઠળ કોંગ્રેસના સમર્થકો પન્નુનના ઘરે પહોંચ્યા અને તેના મુખ્ય દ્વાર પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
અહેવાલો અનુસાર, તેઓએ તેમની સાથે ત્રિરંગો લીધો હતો અને SFJના ગુરપતવંત પન્નુનના ઘરે ગેઇની બહાર ‘ભારત માતા કી જય’ અને ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ જેવા નારા પણ લગાવ્યા હતા. પ્રતિબંધિત સંગઠન SFJના સ્થાપક એવા ગુરપતવંત પન્નુનને ‘હર ઘર તિરંગા’ ઝુંબેશનો વિરોધ કર્યો હતો અને તેના બદલે લોકોને સ્વતંત્રતા દિવસ પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનું કહ્યું હતું તેના દિવસો બાદ આ વાત સામે આવી છે.
#SFJ what about this!!! #HarGharTiranga . Indian tricolor at #chandigarh home of Gurpatwant Singh Pannun pic.twitter.com/2xt6JGkeXO
— Simrat (@simrat_here) August 11, 2022
પન્નુનને 15 ઓગસ્ટે પંજાબના લોકોને ત્રિરંગો સળગાવવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ પણ કર્યો હતો. શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરનજીત સિંહ માને પણ કેન્દ્રના ‘હર ઘર તિરંગા’ અભિયાનનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. “હું તમને વિનંતી કરું છું કે 14-15 ઓગસ્ટે ઘરો અને ઓફિસોમાં નિશાન સાહિબ ફરકાવો. દીપ સિદ્ધુ, જેઓ આપણી વચ્ચે નથી, તેમણે કહ્યું કે શીખ સ્વતંત્ર અને અલગ સમુદાય છે”, માને આમ કહ્યું હતું.
SFJએ કથિત રીતે ભારત સરકારને પડકાર કર્યો છે કે તેઓ અટારી સરહદ પરના સૌથી ઊંચા તિરંગાને બદલશે અને તેના સ્થાને ખાલિસ્તાની ધ્વજ લગાવશે. SFJ ના ગુરપતવંત સિંહ પન્નુન દ્વારા ‘ખાલિસ્તાન રેફરન્ડમ’ વિશેની બીજી જાહેરાતમાં, તેણે જાહેરાત કરી કે તેઓ 15 ઓગસ્ટથી 26 જાન્યુઆરી સુધી ‘ઘર ઘર ખાલિસ્તાન’ અભિયાન શરૂ કરશે જ્યારે ખાલિસ્તાન જનમત પંજાબમાં સાકાર થશે.
સોશિયલ મીડિયા પર ફરી રહેલા અન્ય SFJ વિડિયોમાં SFJનો પન્નુન દાવા કરતો દેખાય છે કે ત્રિરંગો સળગાવવામાં આવશે અને પંજાબના દરેક ઘરમાં ખાલિસ્તાનનો ધ્વજ લહેરાશે. અત્રે નોંધનીય છે કે SFJએ ભૂતકાળમાં મહત્વની ભારતીય સંસ્થાઓ પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવનાર કોઈપણને રોકડ પુરસ્કારની ઓફર કરી છે. ગયા વર્ષે નવેમ્બરમાં, તેઓએ શિયાળુ સત્રના પ્રથમ દિવસે ભારતીય સંસદમાં ખાલિસ્તાની ધ્વજ ફરકાવનાર કોઈપણ માટે 125,000 ડોલરની ઓફર કરી હતી.
આ મહિનાની શરૂઆતમાં, ખાલિસ્તાન તરફી જૂથ દલ ખાલસાએ ઘર ઘર તિરંગા અભિયાનનો વિરોધ કર્યો હતો અને શીખોને તેના બદલે નિશાન સાહેબ લહેરાવવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અટારી-વાઘા બોર્ડર પર 360 ફૂટ ઉંચી ફ્લેગપોસ્ટનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યું હતું, જેમાં ભારતનો સૌથી ઊંચો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.