Thursday, July 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમસ્જિદમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ, અજાનના જીવંત પ્રસારણ પર રોક: સાઉદી સરકારની રમઝાનને...

  મસ્જિદમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ, અજાનના જીવંત પ્રસારણ પર રોક: સાઉદી સરકારની રમઝાનને લઈને માર્ગદર્શિકા, ભારત સહિતના મુસ્લિમો ભડક્યા

  સાઉદી સરકારના આ પ્રતિબંધો પર ભારતના મુસ્લિમોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ પણ આ અંગે વાંધો ઉઠાવ્યો છે ને સાઉદી સરકારના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે.

  - Advertisement -

  મુસ્લિમ સમુદાયનો સૌથી પવિત્ર મહિનો રમજાન આવી રહ્યો છે, ત્યારે જ્યાં ઇસ્લામનો ઉદ્ભવ થયો છે તે સાઉદી અરેબિયામાં (Saudi Arabia) આને લઈને કેટલીક માર્ગદર્શિકા બહાર પડી છે. આ 10 પોઈન્ટની યાદીમાં વિવિધ પ્રતિબંધો પણ મુકવામાં આવ્યા છે. જેને લઈને વિશ્વભરમાંથી મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે. 

  એક મીડિયા રીપોર્ટ અનુસાર, 22 માર્ચથી શરુ થતા મુસ્લિમ સમુદાયના રમજાન મહિનાને લઈને સાઉદી અરેબિયાએ એક માર્ગદર્શિકા બહાર પડી છે. જેમાં મસ્જીદો પર લાઉડસ્પીકર નહીં વગાડવા અને અજાનનું લાઇવ પ્રસારણ પણ રોકવામાં આવ્યું છે. આ બાબતને લઈને વિશ્વભરના મુસ્લિમો આનો વિરોધ કરી રહ્યો છે. તેમનો આરોપ છે કે સાઉદી અરેબિયા આવું બધું કરીને લોકોના જીવનમાં ઇસ્લામનું મહત્વ ઘટાડી રહ્યું છે. 

  આ બાબતના પડઘા ભારતમાં પણ પડ્યા છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ પણ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. શહાબુદ્દીન રઝવી બરેલવીએ સાઉદી સરકારના નિર્ણયને અયોગ્ય ઠેરવતા કહ્યું કે “જ્યાં લાઉડસ્પીકરનો ઉપયોગ થઈ રહ્યો છે તેને રોકવો જોઈએ નહીં અને જ્યાં લાઉડસ્પીકરનો ઉપયોગ થતો નથી ત્યાં તેની જરૂર નથી. ભારતનું ઉદાહરણ આપતા મૌલાના રઝવીએ કહ્યું કે આઝાદી બાદથી અહીં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે, ભારતમાં આવો કોઈ પ્રતિબંધ નથી.

  - Advertisement -

  તેમને વધુમાં ઉમેરતા કહ્યું હતું કે “ભારતમાં હાઇકોર્ટનો નિર્ણય છે કે અવાજ થોડો ધીમો રાખવો જેનું પાલન થઇ રહ્યું છે. પરંતુ સાવ જ બંધ કરવાનું કહેવામાં આવ્યું નથી. હું સાઉદી સરકારને અપીલ કરું છું કકે તેમના આ નિર્ણયથી નિરાશા વ્યાપી છે, માટે તમારો નિર્ણય પાછો લેવાની અપીલ કરું છું.”

  સાઉદી સરકારે રમજાન દરમિયાન થતી ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ મુક્યો છે, સાથે જ કોઈ પણ રોજેદાર તેમની સાથે નાના બાળકોને સાથે લઇ જી શકશે નહીં. આ બાબતને પણ લઈને ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધ બાદ ઇસ્લામિક મંત્રાલયના અધિકારીએ ચોખવટ કરી હતી કે આ બધા જ નિયમો લોકોની સગવડતાને ધ્યાનમાં લઈને લાગુ કરવામાં આવી રહ્યા છે. બાળકો સાથે હોય ત્યારે યોગ્ય રીતે ઈબાદત થઇ શકતી નથી, માટે બાળકો લાવવાની મનાઈ કરવામાં આવી છે. 

  સુરક્ષાને ધ્યાનમાં લઈને કોઈ પણ રોજેદાર ઓળખકાર્ડ વગર મસ્જીદમાં પ્રવેશી શકશે નહીં તેમજ મસ્જીદમ ઇફતારી કરવામાં આવશે નહીં.આ સિવાય એ પણ કહેવાયું છે કે ઇફતારી માટે કોઈ જ દાન ઉગ્રવી શકશે નહીં. વિવિધ પ્રતીબધોના કારણે વિશ્વના મુસ્લિમો ભડકી ઉઠ્યા છે.

  સાઉદી અરેબિયા છેલ્લા ઘણા સમયથી પોતાની રૂઢીવાદી છાપ સુધારવા માટે ઘણા બદલાવો લાવી રહ્યું છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં