Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમસ્જિદોમાં લાઉડસ્પીકર અને ઇફ્તાર પર પ્રતિબંધ, સાથે બાળકોનો પ્રવેશ પણ નિષેધ: સાઉદી...

    મસ્જિદોમાં લાઉડસ્પીકર અને ઇફ્તાર પર પ્રતિબંધ, સાથે બાળકોનો પ્રવેશ પણ નિષેધ: સાઉદી અરેબિયાએ રમઝાનને લઈને ફરમાન બહાર પાડ્યું

    રમઝાનના છેલ્લા 10 દિવસમાં 'એતિકાફ' માટે પણ સાઉદીમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ઇતિકાફ માટે મસ્જિદના ઇમામ પાસેથી પરવાનગી લેવી પડશે.

    - Advertisement -

    સાઉદી અરબમાં 22 માર્ચ 2023થી શરૂ થઈ રહેલા રમઝાનને લઈને ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન મુજબ સાઉદી અરેબિયાએ મસ્જિદોમાં લાઉડસ્પીકર અને ઇફ્તાર પર પ્રતિબંધ મુકવા સાથે બાળકોનો પ્રવેશ પણ નિષેધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓળખ પત્ર વગર ઐતિકાફ માટે બેસવા અને નમાઝનું પ્રસારણ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    સાઉદી અરેબિયાએ મસ્જિદોમાં લાઉડસ્પીકર અને ઇફ્તાર પર પ્રતિબંધ મુક્યો તે અનુસંધાને સામે આવેલા અહેવાલો અનુસાર સાઉદી અરબના ઇસ્લામિક મામલાના મંત્રી શેખ ડૉ.અબ્દુલ લતીફ બિન અબ્દુલઅઝીઝ અલ-અલ-શેખે 10 મુદ્દાની સૂચના આપી છે. આ માટે તેમણે યાદી જાહેર કરી છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રમઝાન દરમિયાન ઇમામો અને મોઝિન ગેરહાજર રહેશે નહીં. આપતકાલીન સ્થિતિમાં ઇમામો અને મોઝિનોએ તેમના સ્થાને કોઈ બીજાની નિમણૂક ફરજીયાત પણે કરવી તેવા પણ આદેશો આપવામાં આવ્યાં છે.

    ઇમામો અને મોઆઝિનોને સાંજની નમાઝ ટૂંકી રાખવા અને પૂરતા સમય સાથે રાતની નમાઝ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોને પોતાના બાળકો સાથે મસ્જિદમાં ન આવવા માટે પણ કહેવામાં આવ્યુ છે. આ પાછળનો તર્ક એવો આપવામાં આવ્યો છે કે બાળકો મસ્જીદમાં હાજર લોકોને હેરાન કરે છે અને તેનાથી લોકોની ઈબાદતમાં ખલેલ પહોંચે છે.

    - Advertisement -

    આદેશ અનુસાર નમાજ દરમિયાન મસ્જિદમાં લાઉડસ્પીકર ઉપરાંત ફોટોગ્રાફી અને પ્રસારણ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મસ્જિદમાં ઇફ્તારની પણ મંજૂરી નથી આપવામાં આવી. તેથી ઈફ્તાર માટે દાન એકત્ર કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ રોઝેદારને રૂબરૂમાં ઈફ્તાર કરાવવા માંગે તો તે ઈમામની પરવાનગીથી મસ્જિદના પરિસરમાં કરી શકે છે, પરંતુ તેની સ્વચ્છતા માટે પણ વ્યવસ્થા જે તે વ્યક્તિએ જ કરવી પડશે.

    રમઝાનના છેલ્લા 10 દિવસમાં ‘એતિકાફ’ માટે પણ સાઉદીમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ઇતિકાફ માટે મસ્જિદના ઇમામ પાસેથી પરવાનગી લેવી પડશે. મસ્જિદના ઇમામ જ તેણે સ્થાપિત કરવાના હકદાર રહેશે. ઈસ્લામમાં ‘ઐતિકાફ’ એક પ્રથા છે, જેમાં રમઝાનના છેલ્લા 10 દિવસ દરમિયાન કેટલાક લોકો એકાંતમાં મસ્જિદમાં અલ્લાહની ઈબાદત કરે છે. તેઓ 10 દિવસ સુધી મસ્જિદમાં રહે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં