Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનમાં ઇસ્લામી ભીડે લગાવ્યા ‘સર તન સે જુદા’ના નારા, પોલીસ પણ હતી...

    રાજસ્થાનમાં ઇસ્લામી ભીડે લગાવ્યા ‘સર તન સે જુદા’ના નારા, પોલીસ પણ હતી હાજર: કન્હૈયાલાલની હત્યાના સમર્થનમાં નારાબાજીનો આરોપ, વિડીયો વાયરલ

    રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગૃહ જિલ્લામાં 'સર તન સે જુદા'ના નારા લગાવતી ઇસ્લામી ભીડનો વિડીયો વાયરલ થયો.

    - Advertisement -

    રાજસ્થાનમાં ઇસ્લામીઓની ભીડે ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના જોધપુરની છે. આરોપ છે કે ટોળાએ પોલીસની હાજરીમાં જ આવા ભડકાઉ નારા લગાવ્યા હતા. આ મામલે પોલીસે કેસ દાખલ કરીને એક આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

    દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, રવિવારે (9 ઓક્ટોબર 2022) રાજસ્થાનમાં જોધપુરના પીપાડ શહેરમાં બારાવફાત દરમિયાન શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં આ નારા લગાવવામાં આવ્યા હતા. સામે આવેલ ક્લિપમાં ઈસ્લામિક ઝંડા લહેરાવતી ભીડ ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, ‘સર તન સે જુદા’ના અને ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ના નારા લગાવતી જોઈ શકાય છે. 

    પોલીસે આ મામલે મુખ્ય આરોપી રોશન અલી સિંધીની ધરપકડ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે અન્ય આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. જાણવા મળ્યા અનુસાર, આરોપી રોશન અલી સિંધી ભૂતકાળમાં પણ તોફાનો કરવામાં સંડોવાયેલો હતો. 

    - Advertisement -

    આ મામલે વિશ્વ હિંદુ પરિષદે ફરિયાદ નોંધાવી છે અને જેમાં જણાવ્યું છે કે પીપાડ શહેરમાં ઉદયપુરના કન્હૈયાલાલ હત્યાકાંડના સમર્થનમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવવામાં આવ્યા હતા અને સાંપ્રદાયિક માહોલ બગાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને લોકોને ખુલ્લેઆમ ભડકાવીને રમખાણો કરવાનાં ષડ્યંત્રો રચવામાં આવ્યાં હતાં. 

    આરોપી રોશન અલી શહેરમાં એક કપડાંની દુકાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. તેનો વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિક ભાજપ નેતાઓ અને શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે એક ટીવી ડિબેટ દરમિયાન સાથી પેનલિસ્ટની ટિપ્પણીના જવાબમાં ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલ કથિત વિવાદિત ટિપ્પણી બાદ ઇસ્લામીઓએ તેમને રેપ અને હત્યાની ધમકીઓ આપી હતી. માત્ર નૂપુરને જ નહીં પરંતુ તેમને સમર્થન કરનારાઓને પણ ધમકીઓ મળી હતી તો અમુકની હત્યા પણ કરી નાંખવામાં આવી હતી. 

    ઉદયપુરમાં દરજીકામ કરતા કન્હૈયાલાલ તેલીને ધોળા દહાડે તેમની દુકાનમાં ઘૂસીને ગ્રાહક બનીને આવેલા બે કટ્ટરપંથી ઇસ્લામીઓએ ચાકુ મારી દીધું હતું અને હત્યા કરી નાંખી હતી. આ હત્યા બાદ આરોપીઓએ વિડીયો પણ બનાવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં