Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મુસ્લિમ નથી સમીર વાનખેડે’: તપાસ કરતી સમિતિએ આપી ક્લિનચીટ, પાયાવિહોણા સાબિત થયા...

    ‘મુસ્લિમ નથી સમીર વાનખેડે’: તપાસ કરતી સમિતિએ આપી ક્લિનચીટ, પાયાવિહોણા સાબિત થયા નવાબ મલિકના આરોપો

    એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પર જન્મે મુસ્લિમ હોવાનો અને ફર્જી જાતિ પ્રમાણપત્ર બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ ચર્ચામાં આવેલા એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની જાતિને લઈને ચાલતા વિવાદનો અંત આવ્યો છે. કાસ્ટ સ્ક્રૂટિની કમિટીએ વાનખેડેને ક્લીન ચીટ આપતાં કહ્યું છે કે તેઓ મુસ્લિમ નથી. જેની સાથે મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે વિરુદ્ધ લગાવેલા આરોપો પણ ખોટા સાબિત થયા છે. 

    તપાસ સમિતિએ પોતાના આદેશમાં કહ્યું કે સમીર વાનખેડે અને તેમના પિતા જ્ઞાનેશ્વર વાનખેડેએ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો ન હતો કે ન ઇસ્લામ અપનાવ્યો હતો. સમિતિએ આગળ કહ્યું કે, સમીર વાનખેડે અને તેમના પિતા મહાર-37 અનુસૂચિત જાતિના છે જે હિંદુ ધર્મમાં માન્યતા પ્રાપ્ત છે. 

    સમિતિએ એ પણ નોંધ્યું હતું કે, મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક, મનોજ સંસારે, અશોક કામ્બલે અને સંજય કામ્બલે જેવા અન્ય ફરિયાદીઓએ સમીર વાનખેડેના જાતિ પ્રમાણપત્રને લઈને ફરિયાદ કરી હતી. પરંતુ તેઓ પોતાના દાવા સાબિત કરી શક્યા ન હતા. 

    - Advertisement -

    સમીર વાનખેડએ આ અંગે વાતચીત કરતાં કહ્યું કે, “મેં જનતાની સેવા કરવા માટે કામ કર્યું, પરંતુ દુઃખ એ વાતનું છે કે મારા પરિવાર અને મારી મૃત માને પણ નહતી બક્ષી. મારો પરિવાર આહટ હતો અને મારુ મનોબળ પણ તૂટી ગયું હતું. જોકે, અમારી સેવામાં આવા મામલાનો સામનો કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે, પરંતુ અમને જે રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા તે ચોંકાવનારી બાબત હતી. આ બધાના રાજકારણ પર કોઈ ટિપ્પણી નહીં કરું. હું નીડર બનીને કામ કરતો રહીશ.”

    મામલો ગત વર્ષે સામે આવ્યો હતો, જયારે વાનખેડે મુંબઈમાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર હતા. તેઓ આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન તત્કાલીન મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે તેમની ઉપર જાતિ અને ધર્મને લઈને આરોપ લગાવ્યા હતા. મલિકે આરોપ લગાવ્યો હતો કે વાનખેડે મુસ્લિમ છે અને તેમણે ફર્જી જાતિ પ્રમાણપત્ર બનાવ્યું હતું. તેમજ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સમીર વાનખેડેના પિતાએ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હતો અને મુસ્લિમ બની ગયા હતા. જે બાદ આ મામલાની તપાસ શરૂ થઇ હતી. 

    સમીર વાનખેડેએ કહ્યું હતું કે, તેમના જાતિ પ્રમાણપત્રનો મુદ્દો તેમણે એટલા માટે ઉઠાવ્યો હતો કે તેમની ટીમે મલિકના જમાઈ સમીર ખાનની ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી. સમીરને છોડી મૂકવામાં આવ્યા બાદ મલિકે આ આરોપો લગાવવાના શરૂ કરી દીધા હતા. જે બાદ 2021માં ડ્રગ્સ પાર્ટી મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને તેના મિત્રોની ધરપકડ બાદ આ આરોપોના પ્રમાણમાં વધારો થયો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં