Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકલીમુલ્લાહ બન્યો 'સમીર ખન્ના', અને રહીમ બન્યો 'રામ': બિહારમાં લવ જેહાદના 2...

    કલીમુલ્લાહ બન્યો ‘સમીર ખન્ના’, અને રહીમ બન્યો ‘રામ’: બિહારમાં લવ જેહાદના 2 કિસ્સામાં એક જ મોડસ ઓપરેન્ડી

    27 વર્ષીય મહિલાનું કહેવું છે કે કલીમુલ્લાહે પોતાને સમીર ખન્ના તરીકે દર્શાવીને ફસાવી હતી. લગ્ન પછી તેણે યુવતીનો ધર્મ બદલી તેને ઇસ્લામ કબુલ કરાવ્યો હતો.

    - Advertisement -

    બિહારમાં લવ જેહાદના 2 અલગ-અલગ કિસ્સાઓમાં એકજ મોડસ ઓપરેન્ડી વાપરીને 2 હિંદુ યુવતીઓને છેતરવામાં આવી હોય તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવ્યાં છે. પ્રથમ કિસ્સામાં સીવાન ખાતે ઈંગ્લીશ કોચિંગ ક્લાસ ચલાવતો કલીમુલ્લાહે ‘સમીર ખન્ના’ બનીને હિંદુ યુવતીને ફસાવી હતી. તો બીજી એક ઘટનામાં પૂર્ણિયાના રહેવાસી રહેમાને ‘રામ’ બનીને સોશિયલ મીડિયામાં પૂજા નામની યુવતીને ફસાવી હતી. લવ જેહાદના એકજ મોડસ ઓપરેન્ડી વાપરેલા આ બન્ને કિસ્સાઓમાં આરોપીઓ હાલ પોલીસના સકંજાથી દુર છે.

    સીવાનનો કલીમુલ્લાહ બન્યો ‘સમીર ખન્ના’

    બિહારમાં લવ જેહાદના કિસ્સામાં 28 વર્ષીય કલીમુલ્લા શેખ નામના શિક્ષક પર તેની જ પત્નીએ હિન્દુ યુવતીઓને ફસાવવાનો આરોપ લગાવ્યો છે. 27 વર્ષીય મહિલાનું કહેવું છે કે કલીમુલ્લાહે પોતાને સમીર ખન્ના તરીકે દર્શાવીને ફસાવી હતી. લગ્ન પછી તેણે યુવતીનો ધર્મ બદલી તેને ઇસ્લામ કબુલ કરાવ્યો હતો. પીડિતાના કહેવા મુજબ હવે કલીમુલ્લાહ અર્ચના નામની બીજી હિન્દુ છોકરી માટે પીડિતાને ભાગી ગયો છે. કલીમુલ્લાહ ઉત્તર પ્રદેશના દેવરિયાનો રહેવાસી છે. તે સિવાનમાં લગભગ 6 વર્ષથી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યો છે. પીડિત મહિલા બુધવારે 15 ડિસેમ્બર 2022ના રોજ એસપી ઓફિસમાં અરજી કરવા પહોંચી હતી.

    - Advertisement -

    પીડિત મહિલાના કહેવા પ્રમાણે, કલીમુલ્લાહ તેની સાથે મારપીટ પણ કરતો હતો. લગભગ ચાર મહિના પહેલા તે તેની પાસેથી ભાગી ગયો હતો અને હવે તે બીજી હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે કોચિંગ પણ બંધ કરી દીધું છે. પીડિતાના કહેવા પ્રમાણે, તેની જાળમાં ઘણી હિન્દુ યુવતીઓ ફસાઈ છે. તેની પાસે કેટલાક દસ્તાવેજો સમીરના નામે અને કેટલાક કલીમુલ્લા શેખના નામે છે. સિવાનના એસપી શૈલેષ કુમારે જણાવ્યું છે કે મહિલાની ફરિયાદના આધારે સંબંધિત પોલીસ સ્ટેશનને કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    પૂર્ણિયાનો રહીમ બન્યો ‘રામ’

    લવ જેહાદનો બીજો કિસ્સો બિહારનાં જ પૂર્ણિયાથી સામે આવ્યો છે, ત્યાના રહેવાસી રહેમાને ‘રામ’ બનીને સોશિયલ મીડિયા પર પૂજા નામની હિંદુ યુવતી સાથે મિત્રતા કરી હતી, ત્યાર બાદ તેણે ધીરે ધીરે યુવતીને પ્રેમઝાળમાં ફસાવી અને લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકયો, અને તે બંનેના લગ્ન થઇ પણ ગયા. પણ ત્યાર બાદ જે ખુલાસો થયો તેનાથી યુવતીના પગ નીચેથી ધરતી સરકી ગઈ. પોલ ખુલી ગયા બાદ રહીમે પોતાનું અસલી રૂપ બતાવીને યુવતીનું મંદિર જવાનું બંધ કરાવી દીધું અને તેણે મુસ્લિમ ધર્મ કબુલ કરાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં