ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના વિપક્ષના નેતા અને સમાજવાદી પાર્ટીના MLC લાલ બિહારી યાદવે જ્ઞાનવાપી કેસમાં ભગવાન શિવ પર ટિપ્પણી કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સપા નેતાએ જ્ઞાનવાપીમાં શિવલિંગ મળવાની વાતને ફગાવતાં કહ્યું કે, “ભગવાન શિવ માણસ હતા કે પથ્થર? ત્યાં શિવનું &* મળ્યું હતું કે પથ્થર? ભગવાન શિવનું &*& જ્યાં-જ્યાં પડ્યું હશે એ માંસ અને હાડકાંનું બનેલું હશે અને ત્યાં જ ઓગળી ગયું હશે.”
‘આજતક’ના પત્રકાર શુભંકર મિશ્રાએ સમાજવાદી પાર્ટીના નેતા લાલ બિહારી યાદવનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, “ભગવાન શિવ પર સપા એમએલસી લાલ બિહારી યાદવની આઘાતજનક અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારી ટિપ્પણી. શું અખિલેશ યાદવ આવા વ્યક્તિને પાર્ટીમાંથી હાંકી કાઢશે?
सपा के MLC लाल बिहारी यादव की ‘भगवान शिव’ पर चौंकाने वाली घृणित टिप्पणी। ऐसी टिप्पणी जो करोड़ों हिंदुओं की आस्था पर चोट करती है।
— Shubhankar Mishra (@shubhankrmishra) June 6, 2022
क्या ऐसे गंदे व्यक्ति को @yadavakhilesh पार्टी से निकालेंगे? #LalBihariYadav pic.twitter.com/zhv4Sl39Hp
બીજી તરફ, સપા એમએલસીના શિવલિંગ પર વિવાદાસ્પદ અને અત્યંત અભદ્ર ટિપ્પણી અને નિવેદનને હિંદુ ધર્મનું અપમાન માનીને તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ તેમના નિવેદનનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. તેમના દ્વેષપૂર્ણ નિવેદનના વિરોધમાં હિન્દુ યુવા વાહિનીના કાર્યકરોએ જિલ્લા સંયોજક અમિત શ્રીનેતના નેતૃત્વમાં સપા એમએલસી લાલ બિહારી યાદવનું પૂતળું પણ બાળ્યું હતું.
જોકે, તેમણે ટાઈમ્સનાઉને નિવેદન આપીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકો કાર્યવાહીની માંગ પર અડગ છે.
#Exclusive | SP leader, Lal Bihari Yadav, who ‘mocked’ Shivling speaks to TIMES NOW.
— TIMES NOW (@TimesNow) June 6, 2022
Watch the video to know what the SP leader has to say in his defense!#LalBihariYadav #SP #GyanvapiRow | @anchoramitaw @roypranesh pic.twitter.com/lfxXNHedfw
મીડિયા રિપોર્ટ અનુસાર હિન્દુ યુવા વાહિનીનું કહેવું છે કે વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા લાલ બિહારી યાદવે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને તે માટે તેઓ માફી માંગે. જો તેઓ માફી નહીં માંગે તો હિન્દુ યુવા વાહિની વિશાળ પ્રદર્શન સાથે વિરોધ ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે લાલ બિહારી યાદવે કાનપુરની ઘટનાનો પણ બચાવ કર્યો હતો અને હિંસા માટે બીજેપી પ્રવક્તા નુપુર શર્માના ભાષણને જવાબદાર ગણાવ્યું હતું તો આ ભાષણને તેમણે ‘ઉશ્કેરણીજનક’ પણ ગણાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે, “ભાજપના લોકો આ રીતે બોલીને તોફાનો કરાવે છે. ભાજપ સરકારનો મુદ્દો હિંદુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ છે, તેમને વિકાસ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે આ વાતો રવિવારે (4 જૂન, 2022)ના રોજ ડાક બંગલામાં પત્રકારો સાથેની વાતચીતમાં કહી હતી.