Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતઆખરે સાળંગપુર મંદિર વિવાદમાં સાધુસંતોએ ભેગા મળીને લાવેલું સમાધાન ફળ્યું: સૂર્યોદય પહેલા...

    આખરે સાળંગપુર મંદિર વિવાદમાં સાધુસંતોએ ભેગા મળીને લાવેલું સમાધાન ફળ્યું: સૂર્યોદય પહેલા જ વિવાદિત ભીંતચિત્રો હટાવાયા

    સાળંગપુર મંદિરના વિવાદ વચ્ચે 4 સપ્ટેમ્બર, 2023ના રોજ મોડી રાત્રે મંદિર પરિસરની તમામ લાઇટો બંધ કરી, ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે પડદા બાંધીને વિવાદિત ભીંતચિત્રોને હટાવવામાં આવ્યા છે. સાથે જ વિવાદિત ભીંતચિત્રો હટાવીને તે જગ્યાએ નુતન અને અવિવાદીત ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    સાળંગપુર મંદિર વિવાદ છેલ્લા કેટલાક સમયથી ભીંતચિત્રોને લઈને વકર્યો હતો. સનાતન ધર્મના સાધુ સંતોથી લઈને શ્રદ્ધાળુઓ અને ભક્તોએ પણ આ બાબતને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે હવે આ વિવાદનો સુખ:દ અંત આવ્યો છે. 4 સપ્ટેમ્બર, 2023ને સોમવારના રોજ સાંજના સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હિંદુ ધર્મના અન્ય સંતોએ અમદાવાદ ખાતે બેઠક કરી હતી અને 5 સપ્ટેમ્બરના સૂર્યોદય પહેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આજે એટલે 5 સપ્ટેમ્બર, 2023ની વહેલી સવારે વિવાદિત ભીંતો હટાવી અવિવાદિત ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે.

    સાળંગપુર મંદિરના વિવાદ વચ્ચે 4 સપ્ટેમ્બર, 2023ના રોજ મોડી રાત્રે મંદિર પરિસરની તમામ લાઇટો બંધ કરી, ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે પડદા બાંધીને વિવાદિત ભીંતચિત્રોને હટાવવામાં આવ્યા છે. સાથે જ વિવાદિત ભીંતચિત્રો હટાવીને તે જગ્યાએ નુતન અને અવિવાદીત ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે.

    વિવાદિત ભીંતચિત્રોને લઈને આખા ગુજરાતમાં વિવાદ વકર્યો હતો, બધા સનાતની સંતો અને ભક્તો તેનો વિરોધ કરી રહ્યા હતા, આ વિરોધની વચ્ચે જ સનાતન ધર્મના સંતોની બેઠક યોજાઈ હતી અને બેઠક બાદ વિવાદિત ભીંતચિત્રોને હટાવવાની બાહેંધરી આપવામાં આવી હતી, બાંહેધરી આપ્તની સાથે ગુજરાતમાં વિવાદ બંધ થવા આવ્યો હતો, જ્યારે આ નિર્ણયનો અમલ 5 સપ્ટેમ્બરની વહેલી સવારે જ કરી દેવામાં આવ્યો છે. સઘન સુરક્ષા વચ્ચે વિવાદિત ભીંતચિત્રોને કાઢી લેવાયા છે. વિવાદિત ભીંતચિત્રો કાઢીને તે જ જગ્યા પર અવિવાદીત ભીંતચિત્રો લગાવાયા છે.

    - Advertisement -

    સાધુ-સંતોની બેઠક બાદ લેવાયો હતો નિર્ણય

    4 સપ્ટેમ્બર, 2023ના રોજ સાળંગપુર મંદિરે હનુમાનજીનાં વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફરી એક વખત સાધુ-સંતોની બેઠક મળી હતી, જેમાં વડતાલ સ્વામિનારાયણ સંસ્થાએ મંગળવારે (5 સપ્ટેમ્બર, 2023) સવાર સુધીમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે આશ્વાસન આપ્યું હતું. બેઠક બાદ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપવામાં આવી હતી.

    સોમવારે વિશ્વ હિંદુ પરિષદના પ્રયાસોથી અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સનાતની સાધુ-સંતો અને વડતાલ ગાદીના સંતોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વિવાદનું નિરાકરણ લાવવા માટે સહમતી બની હતી અને 5 સપ્ટેમ્બરના સૂર્યોદય પહેલાં તમામ વિવાદિત ભીંતચિત્રો હટાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં