Friday, September 20, 2024
More
    હોમપેજદેશઅમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ષડ્યંત્ર હોવાની આશંકા:...

    અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ષડ્યંત્ર હોવાની આશંકા: રેલમંત્રીએ કહ્યું- ટ્રેક પર મૂકેલી તીક્ષ્ણ વસ્તુ સાથે અથડાયું હતું એન્જિન; તપાસ શરૂ 

    સાબરમતી એક્સપ્રેસ કાનપુર ખાતેથી ઝાંસી તરફ જઈ રહી હતી ત્યારે ડી-રેલ થઈ હતી. ઘટનાની સૂચના મળતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે યાત્રીઓની સંભાળ લેવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અમદાવાદથી વારાણસી વચ્ચે દોડતી સાબરમતી એક્સપ્રેસ શનિવારે (17 ઑગસ્ટ) વહેલી સવારે પાટા પરથી ઉતરી ગઈ હતી. જે જાણકારી સામે આવી છે તે અનુસાર ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય રહ્યું છે. અમદાવાદ તરફ આવતી વખતે કોઈએ રેલવે ટ્રેક પર અડચણ મૂકી દેતાં સાબરમતી એક્સપ્રેસ કાનપુર ખાતે ડી-રેલ થઈ હતી. જેના કારણે ટ્રેનના 22 ડબ્બા ખડી પડ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. આ મામલે રેલવે અને ઉત્તર પ્રદેશ પોલીસ તપાસમાં જોતરાયા છે તો ઇન્ટેલિજન્સ બ્યુરોની તપાસ પણ ચાલુ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરમતી એક્સપ્રેસ કાનપુર ખાતેથી ઝાંસી તરફ જઈ રહી હતી ત્યારે ડી-રેલ થઈ હતી. ઘટનાની સૂચના મળતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે યાત્રીઓની સંભાળ લેવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને અનેક ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે. ભારતીય રેલવેએ ઈમરજન્સી નંબરો ઉપરાંત અન્ય ટ્રેનોના રૂટ પણ જાહેર કર્યા છે.

    પાટા પર મળી આવી શંકાસ્પદ વસ્તુઓ

    ઉલ્લેખનીય છે કે આ મામલે રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નંબર 19168 બનારસથી અમદાવાદ તરફ જઈ રહી હતી. દરમિયાન ઝાંસી મંડળ પાસે આવતા કાનપુર-ભીમસેનના ગોવિંદપુરી સ્ટેશન પાસે વહેલી સવારે 2:30 વાગ્યે તે પાટા પરથી ખડી પડી હતી. ઘટનામાં જાનમાલનું કોઈ જ નુકસાન નથી થયું. રેલવેના જણાવ્યા અનુસાર લોકો-પાયલોટે આ મામલે કહ્યું હતું કે પાટા પર કોઈ વસ્તુ મૂકવામાં આવી હતી, જે એન્જિન સાથે અથડાઈ ગયું હતું. આ કારણે કેટલ ગાર્ડ તૂટી ગયું હતું અને ટ્રેન ખડી પડી હતી.

    - Advertisement -

    બીજી તરફ આ મામલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે અધિકારિક અકાઉન્ટ પરથી એક પોસ્ટના માધ્યમથી જણાવ્યું હતું કે પાટા પર કોઈ તીક્ષ્ણ વસ્તુ મૂકવામાં આવી હતી, જેના કારણે ઘટના બની. તેમના જણાવ્યા અનુસાર તમામ પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે અને ઉત્તર પ્રદેશ પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરો ઘટના પર તપાસ કરી રહ્યાં છે.

    ઉલ્લેખનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી, કે જેમાં શંકાસ્પદ રીતે કોઈ ટ્રેન ઉથલી પડી હોય. છેલ્લા કેટલાક સમયથી આવી અનેક ઘટનાઓ સામે આવી છે કે જેમાં ટ્રેન અચાનક જ પાટા પરથી ઉથલી પડી હોય. કેટલીક વાર રેલવેની સતર્કતા કે અન્ય કોઈ કારણોસર ટ્રેનોનો બચાવ થઈ જાય છે તો કેટલીકવાર ગંભીર દુર્ઘટનાઓનો પણ સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાક સમયથી બની રહેલી આ પ્રકારની ઘટનાઓ બાદ તેના પર રાજકારણ પણ થતું આવ્યું છે. પહેલા આવી દુર્ઘટનાઓ સામે આવે અને બાદમાં વિપક્ષ અને વિરોધીઓ આ મુદ્દાઓ પર સરકાર સામે સવાલો ઉભા કરતા રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં