મધ્યપ્રદેશના છિંદવાડામાં મહાશિવરાત્રીના દિવસે શિવ વિવાહ શોભાયાત્રા મુસ્લિમો દ્વારા રોકીને શિવ ભક્તો સાથે ગાળાગાળી કરી હતી. ડીજેને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ મામલે હિંદુવાદી સંગઠનોએ વિરોધ નોધાવી કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના છિંદવાડા જીલ્લામાં આવેલ ચાંદ પોલીસ સ્ટેશનનો મામલો છે, આ વિસ્તારમાં આવેલ લાલગાવના લોકોએ મહાશિવરાત્રીના દિવસે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્ય હતું. જે છિંદવાડા વિસ્તારના અલગ અલગ ગામોમાંથી પસાર થવાની હતી. આ દરમિયાન DJ પણ ધાર્મિક ગીતો પણ વાગી રહ્યા હતા. ત્યારે કેટલાક મુસ્લિમ યુવાઓ આવીને DJ બંધ કરાવ્યું હતું, અને ભક્તો સાથે ગાળા ગાળીઓ પણ કરી હતી.
આ ધટના બાદ બંને જુથો વચ્ચે તનાવપૂર્ણ માહોલ બન્યો હતો. આ બનાવને લઈને એક વિડીયો પણ વાયરલ થઇ રહો છે. જેમાં DJ દેખાઈ રહ્યું છે, જેના પર એક જનરેટર પણ બાંધેલું છે. સામે કેટલાક યુવાનો રેલીનો વિરોધ કરી રહ્યા છે અને ભક્તો સાથે ગાળા ગાળી કરી રહ્યા છે. આ દરમિયાન ભક્તોએ પણ પ્રતિકાર કર્યો હતો ઘટના સ્થળે માહોલ ગરમ થઇ ગયો હતો.
ब्रेकिंग न्यूज़ #शिवरात्रि
— 🔆 Keh Ke Lunga 🔆 (@sudheertiware) February 18, 2023
छिन्दवाड़ा मध्यप्रदेश
चांद थाना क्षेत्र के लालगांव में शिव पार्वती की रैली निकाली गई। इस दौरान दो समुदायों में विवाद हो गया। एक समुदाय ने रैली में शामिल शिव भक्तों से गाली गलौच की। इसके बाद भी मन नहीं भरा तो शिव भक्तों पर पथराव कर दिया।
2… pic.twitter.com/GUVoGxGQtI
અન્ય એક વાયરલ વિડીઓમાં જોઈ શકાય છે કે લોકો પોલીસ સ્ટેશન સામે ભેગા થયા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ તમામ લોકો હિંદુવાદી સંગઠનોના માનવામાં આવી રહ્યા છે. આ લોકોએ પોલીસ સ્ટેશન સામે નારાબાજી કરી હતી. તેઓએ આરોપ પણ લગાવ્યો હતો કે આ લોકો પહેલીવાર આવું નથી કર્યું, આ પહેલા પણ આ અસામાજિકતત્વોએ આ રીતની જ હરકતો કરીને ખલેલ પહોચાડવાનો પ્રયન્ત કર્યો હતો. માટે આ લોકો પર રસુકા કાયદા હેઠળ કાર્યવાહી કરવી જોઈએ.
अभी भी चक्का जाम जारी है
— 🔆 Keh Ke Lunga 🔆 (@sudheertiware) February 18, 2023
चांद थाने में करीब 1500 से 2000 लोग पहुंचे
क्षेत्र के जनप्रतिनिधि सहित हिंदू संगठन के पदाधिकारी मौके पर मौजूद।@AmitShah @amitmalviya @rishibagree @AskAnshul
🙏
જો કે હાલમાં તે વિસ્તારમાં મોટી પોલીસ બળ લગાવી દેવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. આજ વિસ્તારમાં મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો પણ એક કાર્યક્રમ છે.
કોઈ હિંદુ તહેવાર પર હમલો થયા હોય તે આ પહેલો કિસ્સો નહિ, હાલમાં જ ઝારખંડના પલામુમાં મહાશિવયાત્રી દરમિયાન મુસ્લિમો દ્વારા યાત્રાણ વિરોધ કરવામાં આવ્યો હતો. હાલમાં ત્યાં પણ તનાવપૂર્ણ માહોલ છે. શોભાયાત્રા કાઢવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.