Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માંથી રોશનભાભીની એક્ઝિટ: નિર્માતા અસિત મોદી સામે જાતીય...

    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માંથી રોશનભાભીની એક્ઝિટ: નિર્માતા અસિત મોદી સામે જાતીય સતામણીનો કેસ દાખલ, અભિનેત્રીએ કહ્યું: ‘શોના બધા કલાકારો બંધુઆ મજૂર’

    રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ માર્ચમાં જ આ શો છોડી દીધો હતો. હવે જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી, શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી સામે જાતીય સતામણીનો કેસ કર્યો છે.

    - Advertisement -

    જાણીતાં કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ શોમાંથી કલાકારોની એક્ઝિટ થઈ રહી છે, તો હવે શોની એક અભિનેત્રીએ નિર્માતાના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા છે. શોમાં રોશનભાભીનું પાત્ર ભજવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે.

    જેનિફર મિસ્ત્રી બંસીવાલ છેલ્લા 15 વર્ષથી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં મિસિસ રોશન સિંઘ સોઢીનું પાત્ર ભજવીને જાણીતી બની છે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ માર્ચમાં જ આ શો છોડી દીધો હતો. હવે જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી, શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી સામે જાતીય સતામણીનો કેસ કર્યો છે.

    ‘તારક મહેતા..’ના પ્રોડયુસરોએ મારી સાથે અપમાનજનક વ્યવહાર કર્યો: જેનિફર

    રિપોર્ટ અનુસાર, જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલા જ શૂટિંગ બંધ કરી નાખ્યું હતું. જેનિફરે મીડિયા સાથે આ વાતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, “હા. મેં આ શો છોડી દીધો છે. એ સાચું છે કે ગત 6 માર્ચે મેં મારો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. સોહેલ રામાણી અને અન્ય એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજે મારી સાથે ગેરવર્તન કર્યું હતું એટલે મને આ શો છોડવો પડ્યો.”

    - Advertisement -

    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં પુરુષોનું જ રાજ ચાલે છે

    જેનિફર મિસ્ત્રીએ ઈ-ટાઈમ્સને આ ઘટના વિશે જણાવ્યું હતું કે, “7મી માર્ચે મારી વેડિંગ એનિવર્સરી હતી અને હોળીનો તહેવાર પણ હતો. મેં પહેલાંથી જ જાણ કરી હતી કે મને હાફ ડે જોઈએ છે કારણકે, મારી દીકરી આ દિવસને લઈને અત્યંત ઉત્સાહિત હતી. મેં નિર્માતાઓને એવું પણ જણાવ્યું કે મને બે કલાકનો બ્રેક પણ ચાલશે, હું પાછી આવી જઈશ. તેઓ મેલ કલાકારોનો સમય એડજસ્ટ કરતા હતા, પણ કેટલીય વિનંતી કરવા છતાં મારી વાત માન્યા ન હતા. આ જગ્યા (સેટ) અત્યંત પુરુષસત્તાક છે.”

    ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના બધા કલાકારો બંધુઆ મજૂર

    જેનિફરે આગળ જણાવ્યું કે, “મેં જ્યારે કહ્યું કે મારે જવું જ છે, ત્યારે સોહેલે મારી સાથે ગેરવર્તન કર્યું અને મને ચાર વખત શોમાંથી નીકળી જવા કહ્યું. એ પછી ક્રિએટીવ પર્સન જતિને મારી કાર અટકાવવાનો પ્રયત્ન કર્યો. બધું જ સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડેડ છે.” જેનિફરે એવું પણ જણાવ્યું કે સોહેલે એવો લેટર મોકલ્યો કે સાતમી માર્ચે તે જલ્દી નીકળી ગઈ એટલે શોને નુકસાન થયું છે. “મેં તેમના પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો તો તેમણે ઊલટું મારા પર બળજબરીપૂર્વક પૈસા કઢાવવાનો આરોપ મૂક્યો. એ પછી મેં અસિત મોદી, સોહેલ રામાણી અને જતિન બજાજને નોટિસ મોકલી હતી. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના બધા કલાકારો બંધુઆ મજૂર છે.”

    જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર ગંભીર આરોપો મૂક્યા

    જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર એવા આરોપ મૂક્યા છે કે, “પહેલા પણ તેઓ મારી જાતીય સતામણી કરી ચૂક્યા છે. શરૂઆતમાં હું કામ ન મળવાની બીકને લીધે કંઈ બોલતી ન હતી, પણ હવે હું બિલકુલ સહન નહીં કરું. તેમણે સેટ પરના ગેટ બંધ કરીને મને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. મેં એક મહિના પહેલા ઓથોરિટીને ફરિયાદ કરી છે, પણ કોઈ જવાબ નથી આવ્યો. મને ખાતરી છે કે તેઓ આ મામલે તપાસ હાથ ધરશે. મને જલ્દી ન્યાય મળશે તેવી આશા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં