બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ બ્રહ્માસ્ત્ર શુક્રવારે (9 સપ્ટેમ્બર 2022) રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને જે બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેની અસર ઘણી ઘણીખરી જોવા પણ મળી રહી છે. જોકે, ફિલ્મની કમાણી મહદઅંશે ચાલુ છે. પરંતુ, 410 કરોડના ખર્ચે બનેલા બ્રહ્માસ્ત્રની કિંમત વસૂલવામાં લાંબો સમય લાગી શકે છે. આ દરમિયાન રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રણબીર કપૂરે દર્શકોને આજીજી કરી છે કે તેની ફિલ્મના સ્પોઈલર સોશિયલ મીડિયા પર ન મૂકે.
વાસ્તવમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”ની રિલીઝ પછી, સોશિયલ મીડિયા પર આ ફિલ્મની પટકથા અને ખાસ કરીને ડાયલોગ્સને લઈને મજાક ઉડાવવામાં આવી રહી હતી. જે બાદ રણબીર કપૂરનો એક વીડિયો વાયરલ થયો હતો. આમાં, તે દર્શકોને વિનંતી કરતો જોવા મળ્યો હતો કે દર્શકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મનો કોઈ સ્પોઈલરન મૂકવો જોઈએ અને લોકોને થિયેટરમાં ફિલ્મનો આનંદ માણવા દો.
વાયરલ થયેલા વીડિયોમાં રણબીર કપૂર સિનેમા હોલમાં માઈક પર બોલતા જોઈ શકાય છે. આ વીડિયોમાં રણબીર કપૂર કહી રહ્યો છે કે, “એક વિનંતી છે ફિલ્મની જે થોડી સ્પોઈલ્સ છે, કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર ન લખવાનો પ્રયાસ કરો. કારણ કે જેમણે અત્યાર સુધી આ ફિલ્મ જોઈ નથી તેઓ તેનો અનુભવ કરવા ઈચ્છશે.”
#RanbirKapoor request to all the fans not to post spoilers who watching #Brahmastra today pic.twitter.com/PIle9WtW2I
— k🚬 (@itsKabir16) September 8, 2022
ઉલ્લેખનીય છે કે ‘બ્રહ્માસ્ત્ર‘ કરણ જોહરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ ફિલ્મના નિર્માણમાં તેણે 410 કરોડનો ખર્ચ કર્યો છે. એવું પણ કહેવાય છે કે આ ફિલ્મના નિર્માણમાં લગભગ 9 વર્ષનો સમય લાગ્યો છે. આમ છતાં આ ફિલ્મ દર્શકોની વચ્ચે જગ્યા બનાવવામાં સફળ રહી નથી.
આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત નાગાર્જુન, અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં છે. તેમજ શાહરૂખ ખાન કેમિયો કરતો જોવા મળી રહ્યો છે.
આ ફિલ્મની કમાણીની વાત કરીએ તો તેણે શરૂઆતના દિવસે એટલે કે રિલીઝના પહેલા દિવસે લગભગ 37 કરોડની કમાણી કરી હતી. તે જ સમયે અત્યાર સુધી આ ફિલ્મની કુલ કમાણી 75 કરોડની આસપાસ જણાવવામાં આવી રહી છે. જો ફિલ્મ આવી જ કમાણી કરતી રહી તો ટૂંક સમયમાં તે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.