Saturday, October 12, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટ અગ્નિકાંડ મામલે તપાસ બાદ તંત્ર એક્શનમાં: ગુજરાતભરના 101 ગેમઝોન બંધ કરવાનો...

    રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસ બાદ તંત્ર એક્શનમાં: ગુજરાતભરના 101 ગેમઝોન બંધ કરવાનો સરકારનો આદેશ, 8 મહાનગરોના રિપોર્ટ બાદ કડક કાર્યવાહી

    રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતભરના 101 ગેમઝોન બંધ કરવાનો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. બિલ્ડિંગ યુઝ પરમિશન અને ફાયર ડીપાર્ટમેન્ટ NOC સહિતની અધિકૃત પરમિટ ન હોવાને કારણે 101 ગેમિંગ ઝોનમાંથી 20ને કાયમી ધોરણે સીલ કરી દેવામાં આવ્યા છે.

    - Advertisement -

    રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે કાર્યવાહીને વધુ તેજ કરી દેવામાં આવી છે. હાઈકોર્ટ સુઓમોટો સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને આશ્વાસન આપતા કહ્યું હતું કે, નોંધપાત્ર અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તે જ અનુક્રમે હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આઠ મહાનગરપાલિકાઓમાં ચાલી રહેલા ગેમઝોન અંગેના રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતભરના 101 ગેમઝોન બંધ કરવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. આ કાર્યવાહી નિરીક્ષણ બાદ કરવામાં આવી છે, જેમાં ઘણા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન અંગેની જાણકારી મળી હતી.

    રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતભરના 101 ગેમઝોન બંધ કરવાનો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. બિલ્ડિંગ યુઝ પરમિશન અને ફાયર ડીપાર્ટમેન્ટ NOC સહિતની અધિકૃત પરમિટ ન હોવાને કારણે 101 ગેમિંગ ઝોનમાંથી 20ને કાયમી ધોરણે સીલ કરી દેવામાં આવ્યા છે. બાકીના 81 ગેમઝોનને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે, જ્યાં સુધી વધુ સલામતીની ખાતરી અમલમાં ન આવે ત્યાં સુધી આ તમામ ગેમઝોન સદંતર બંધ રહેશે. રાજકોટના 12માંથી 8 ગેમઝોન બંધ કરાયા છે. અમદાવાદમાં પાંચ ગેમઝોન બંધ થયા છે. જ્યારે જૂનાગઢ અને ભાવનગરમાં અનુક્રમે ચાર અને ત્રણ ગેમઝોન બંધ કરવામાં આવ્યા છે. આ સાથે વિવિધ મેગાસિટીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    રાજકોટના TRP ગેમઝોનમાં થયો હતો અગ્નિકાંડ

    નોંધનીય છે કે, રાજકોટના TRP ગેમઝોનમાં શનિવારે (25 મે) આગની ઘટના સામે આવી હતી. વેલ્ડિંગનો એક તણખો ઝર્યો અને પળભરમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 28 લોકો જીવતા હોમાય ગયા હતા. આગ લાગ્યા બાદ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી તેજ કરી દીધી હતી. આ ઉપરાંત મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે કલેકટર ઓફિસમાં રહીને જ તમામ કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનાના બીજા દિવસે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. આ સાથે તેમણે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અને PMOએ મૃતકના પરિવારોને અને ઘાયલોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

    - Advertisement -

    બીજી તરફ આ મામલે સરકાર પણ એક્શનમાં આવી ગઈ હતી. તમામ ગેમઝોનને હંગામી ધોરણે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત બાદ કડક શિક્ષાત્મક પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા હતા. જેના અનુસંધાને 6 અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. 6 લોકો વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક આરોપીઓની ધરપડક પણ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં