Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજા ભૈયાના વૃદ્ધ પિતા મસ્જીદ આકારના મહોરમ ગેટને હટાવવા ધરણા પર બેઠા,...

    રાજા ભૈયાના વૃદ્ધ પિતા મસ્જીદ આકારના મહોરમ ગેટને હટાવવા ધરણા પર બેઠા, કહ્યું: ‘હિંદુઓ પર અન્ય ધર્મ લાદવામાં આવી રહ્યો છે’, હિન્દુ સંગઠનોએ સમર્થન જાહેર કર્યું

    ઉત્તર પ્રદેશના કુંડાના ધારાસભ્ય રાજા ભૈયાના પિતા મોહરમ અગાઉ મસ્જીદ પ્રકારના બનાવવામાં આવેલા દરવાજાની વિરુદ્ધ ધરણા પર બેઠાં છે, જ્યાં તેમની લથડતી તબિયતે સત્તાવાળાઓમાં ચિંતા ફેલાવી છે.

    - Advertisement -

    રાજા ભૈયાના વૃદ્ધ પિતા મસ્જીદ આકારના મહોરમ ગેટને હટાવવા ધરણા પર બેઠા છે, ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં મહોરમ માટે સ્થાપિત મસ્જિદ નુમા ગેટને હટાવવાનો મામલો જોર પકડી રહ્યો છે. કુંડાના ધારાસભ્ય અને રાજા ભૈયાના વૃદ્ધ પિતા ઉદય પ્રતાપ સિંહ ગુરુવારે (4 ઓગસ્ટ 2022) કુંડા તહસીલ પરિસરમાં ગેટ હટાવવાની માંગ સાથે ધરણા પર બેઠા હતા. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ ગેટ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે.

    સાથે જ ‘અખિલ ભારતીય હિંદુ મહાસભા’એ પણ રાજા ઉદય પ્રતાપ સિંહને સમર્થન આપ્યું છે. મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ કહ્યું કે રાજા ઉદય પ્રતાપ સિંહને ‘અખિલ ભારતીય હિંદુ મહાસભા’નું સંપૂર્ણ સમર્થન છે અને ટૂંક સમયમાં મહાસભાનું પ્રતિનિધિમંડળ પ્રતાપગઢ જશે. ચતુર્વેદીએ એમ પણ કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહ્યું છે . જો જિલ્લા વહીવટીતંત્ર આ તુષ્ટિકરણ બંધ નહીં કરે તો હિંદુ મહાસભા રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે.

    અહેવાલો અનુસાર, ઉદય પ્રતાપ બુધવારે (4 જુલાઈ, 2022) આખી રાત ધરણા પર બેઠા હતા. જિલ્લાના ડીએમ અને એસપી દ્વારા ઘણી સમજાવટ બાદ પણ તે ઉઠયા ન હતા. આ દરમિયાન રાજા ભૈયાના પિતાની સાથે તમામ સમર્થકોએ પણ તેમની સાથે ધરણા કર્યા હતા. ધરણા પર બેઠેલા રાજા ઉદય પ્રતાપના બ્લડ પ્રેશર ઘટવાની માહિતી મળતાં જ આરોગ્ય વિભાગની ટીમને ઘટનાસ્થળે દોડી આવી હતી, તપાસ કર્યા બાદ તેમને દવાઓ આપવામાં આવી હતી . લગભગ 2 કલાક પછી, ડીએમ અને એસપી રાજા ઉદય પ્રતાપને સમજાવતા રહ્યા, લાખ પ્રયત્નો પછી પણ જ્યારે તેઓ રાજી ન થયા તો તેઓ જિલ્લા મુખ્યાલય માટે રવાના થયા.

    - Advertisement -

    પોતાની માંગણી પર અડગ રહેલા ઉદય પ્રતાપ સિંહનું કહેવું છે કે હિન્દુઓ પર અન્ય ધર્મો થોપવામાં આવી રહ્યા છે. અમે આ અંગે વહીવટીતંત્રને જાણ કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ જ કારણ છે કે તેઓ વિરોધ અને પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ ગેટ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.

    અહી ઉલ્લેખનીય છે કે જિલ્લાના શેખપુર ગામમાં રોડ પર બનેલા મસ્જીદ જેવા ગેટથી પ્રશાસન અને રાજા ઉદય પ્રતાપ વચ્ચે વિવાદ શરૂ થયો છે. પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સતત વાતચીત દ્વારા મામલો ઉકેલવામાં વ્યસ્ત છે. પરંતુ મામલો કોઈ રીતે ઉકેલાય તેમ જણાતું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં