‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળેલા રાહુલ ગાંધી હમણાં સાચાં-ખોટાં કારણોસર ચર્ચામાં રહે છે. છેલ્લા થોડા દિવસોથી કોંગ્રેસી નેતાઓ અને સમર્થકો રાહુલ ગાંધીના ‘ટી-શર્ટ’ અવતારને લઈને તેમની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં ફરી આ મુદ્દો ચર્ચાયો હતો. ત્યાં ટી-શર્ટ વિશે પૂછાયેલા સવાલનો રાહુલ ગાંધીએ વિચિત્ર જવાબ આપ્યો હતો, જેની ચર્ચા સોશિયલ મીડિયા પણ ખૂબ થઇ રહી છે.
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને ટી-શર્ટ અંગે લઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પત્રકારને સામો પ્રશ્ન કર્યો હતો. તેમણે પૂછ્યું, “આ તમે સ્વેટર કેમ પહેરી રાખ્યું છે?” ત્યારબાદ પત્રકારે જવાબમાં કંઈક કહેતાં રાહુલ ગાંધીએ તેમને અટકાવીને કહ્યું, “ના, તેનું કારણ એ નથી. તેનું કારણ એ છે કે તમે ઠંડીથી ડરો છો. હું ઠંડીથી ડરતો નથી. મને ઠંડી જ નથી લાગી રહી. જેવી મને ઠંડી લાગવાની શરૂઆત થઇ જશે, હું સ્વેટર પહેરવાનું શરૂ કરી દઈશ.”
I don’t wear Sweater because I don’t fear Cold
— Shashank Shekhar Jha (@shashank_ssj) December 31, 2022
– @RahulGandhi
pic.twitter.com/M1zoMKTWXl
રાહુલ ગાંધીએ કહ્યું, મને એક વાત સમજાતી નથી કે આ ટી-શર્ટથી તમને આટલી તકલીફ કેમ થઇ રહી છે? પત્રકારે કહ્યું કે, અમારે એ જાણવું છે કે એવું કયું કારણ છે કે હજારોની ભીડમાં રાહુલ ગાંધી ટી-શર્ટ પહેરીને ફરે છે. જેના જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે, હવે હું એવું કરીશ કે યાત્રા પૂરી થયા પછી હું વિડીયો બનાવીશ કે ટી-શર્ટમાં કેવી રીતે ચાલી શકાય અને ઠંડીથી કઈ રીતે બચી શકાય.
રાહુલ ગાંધીના આ અજીબોગરીબ જવાબ પછી સોશિયલ મીડિયા ઉપર લોકોએ રમૂજી પોસ્ટ્સ કરવાની શરૂ કરી દીધી હતી.
એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું કે, રાહુલ ગાંધી જ્ઞાનના એ શિખર પર પહોંચી ગયા છે કે હવે તેમની વાતો સામાન્ય માણસને નહીં સમજાય.
राहुल गांधी जी ज्ञान के उस। शिखर पर पहुंच गए हैं कि इनकी बातें अब सामान्य इंसान के समझ में नहीं आएगी।
— Vimal Vishwas (@Vimalvishwas05) December 31, 2022
એક યુઝરે કહ્યું કે, તો ગરમીના દિવસોમાં રાહુલ ગાંધીએ સ્વેટર અને ધાબળા ઓઢીને ફરવું જોઈએ.
तब तो गर्मियों के दिन में इस व्यक्ति को कंबल और स्वेटर में होना चाहिए
— MANISH KUMAR🇮🇳 (@ktrmanish) December 31, 2022
અમુક યુઝરોએ મીમ્સ પણ શૅર કર્યાં હતાં.
@RahulGandhi pic.twitter.com/cpVgqwoISG
— Saurabh Saumya (@saurabhsaumya1) December 31, 2022
કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ હાલ ઉત્તર ભારત પહોંચી છે. અહીં શિયાળાની ઋતુમાં પણ રાહુલ ગાંધી સ્વેટર ન પહેરીને માત્ર ટી-શર્ટમાં જ ફરતા હોવાનું કહીને કોંગ્રેસીઓએ તેમને ‘તપસ્વી’ ઘોષિત કરી દીધા હતા અને મુદ્દાને બહુ ચગાવ્યો હતો.
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીને તપસ્યા કરનાર યોગી ગણાવ્યા હતા તો કોંગ્રેસી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ રાહુલનું મહિમામંડન કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીને ‘સુપરહ્યુમન’ ગણાવ્યા અને કહ્યું કે, અમે ઠંડીના કારણે જેકેટ પહેરીને રહીએ છીએ પણ રાહુલ ગાંધી ટી-શર્ટ પર જ ફરી રહ્યા છે.
6 डिग्री में कोई सिर्फ़ टी शर्ट में कैसे रह सकता है?
— Supriya Shrinate (@SupriyaShrinate) December 26, 2022
इस कदर का आत्म नियंत्रण, आत्मबल तपस्वियों का ही होता है.
બીજી તરફ, સુપ્રિયા શ્રીનેતે ટ્વિટ કરીને લખ્યું હતું કે, 6 ડિગ્રી ઠંડીમાં કોઈ કેવી રીતે રહી શકે અને આવું આત્મનિયંત્રણ અને આત્મબળ તપસ્વીઓનું જ હોય છે. જોકે, કોંગ્રેસીઓના આવા કુતર્ક બાદ સોશિયલ મીડિયા પર તેમની મજાક પણ ખૂબ ઉડી હતી.