Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીને સજા સંભળાવનારા જજ સહિત 68 ન્યાયાધીશોના પ્રમોશન-ટ્રાન્સફર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં...

  રાહુલ ગાંધીને સજા સંભળાવનારા જજ સહિત 68 ન્યાયાધીશોના પ્રમોશન-ટ્રાન્સફર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી

  જજોની નિમણૂંક માટે ઇસ્યુ કરવામાં આવેલ નોટિફિકેશન રદ કરવાની માંગ કરીને મેરિટ અને સિન્યોરીટીના આધારે નવું લિસ્ટ બનાવીને નિમણૂંક કરવાની માંગ કરવામાં આવી.

  - Advertisement -

  માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવનારા સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ એચ. એચ વર્માને પ્રમોશન સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. તેમની સાથે અન્ય 68 જજની પણ બઢતી-બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

  આ 68 ન્યાયાધીશોને 65 ટકા ક્વોટા સિસ્ટમ હેઠળ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેની સામે સિનિયર સિવિલ જજ કેડરના બે જ્યુડિશિયલ ઓફિસર રવિ મહેતા અને સચિન મહેતાએ વાંધો ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટ આગામી 8 મેના રોજ સુનાવણી હાથ ધરશે. 

  અરજીમાં ગુજરાત હાઇકોર્ટની યાદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જજોની નિમણૂંક માટે ઇસ્યુ કરવામાં આવેલ નોટિફિકેશન રદ કરવાની માંગ કરીને મેરિટ અને સિન્યોરીટીના આધારે નવું લિસ્ટ બનાવીને નિમણૂંક કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ એમ. આર શાહની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરશે. 

  - Advertisement -

  રાજકોટ ખાતે થઇ છે સુરત કોર્ટના જજની બદલી 

  સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એચ. એચ વર્માને પ્રમોશન આપીને રાજકોટ કોર્ટ ખાતે 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેમણે જ રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપ્યો હતો. આ સિવાય અન્ય 68 જજોની વિવિધ જિલ્લાઓમાં બઢતી સાથે બદલી કરવાના આદેશ અપાયા હતા. 

  રાહુલ ગાંધીનો કેસ એચ. એચ વર્માની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ગત 23 માર્ચના રોજ તેમણે ચુકાદો આપીને રાહુલ ગાંધીને માનહાનિના દોષી ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ રાહુલે આ ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારીને સજા પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હતી. 

  હવે આ કેસ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે, જ્યાં સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. વેકેશન બાદ જૂન મહિનામાં ચુકાદો સંભાળવવામાં આવશે. ત્યાં સુધી રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. 

  આ કેસ વર્ષ 2019માં રાહુલ ગાંધીએ આપેલા એક ભાષણ મામલનો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી- આ બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે? જેને લઈને ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં ફરિયાદ કરી હતી. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં