અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્નની અફવાએ જોર પકડ્યું છે. બોલિવુડ તેમજ રાજકારણમાં પણ રાઘવ અને પરિણીતી વચ્ચેની રિલેશનશિપ ચર્ચામાં છે. બંનેએ હજુ સુધી પોતાની રિલેશનશિપ કે ડેટિંગ રૂમર્સને લઈને કોઈ ખુલાસો નથી કર્યો, પણ બંનેનો પરિવાર એકબીજાના સંપર્કમાં છે અને બંને જલ્દી લગ્ન કરશે તેવું વિવિધ રિપોર્ટ્સનું કહેવું છે.
આ દરમિયાન તાજેતરમાં રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. રાઘવ ચઢ્ઢા એરપોર્ટ પર પરિણીતીને લેવા માટે આવ્યા હતા. એરપોર્ટમાંથી સુરક્ષા વચ્ચે બહાર નીકળતાં જ કપલને મીડિયાએ ઘેરી લીધા હતા. બંને કોઈની સાથે વાત કર્યા વગર જ કારમાં બેસી ગયા હતા.
પહેલી વખત રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા પહેલી વખત જાહેરમાં મુંબઈમાં ડિનર ડેટ વખતે સાથે જોવા મળ્યા હતા. રેસ્ટોરન્ટની બહાર તેઓ સ્પોટ થયા ત્યારથી જ બંને રિલેશનશિપમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. એટલું જ નહીં, આપ સાંસદ અને સિંગર-અભિનેતા હાર્ડી સંધૂએ પણ કપલને અભિનંદન આપ્યા હતા. એ પછી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની અટકળો વધુ પ્રબળ બની છે. કહેવાય છે કે, તેમના લગ્નની સેરેમની માટે પ્રિયંકા ચોપરા પણ ભારત આવી શકે છે.
AAP સાંસદ સંજીવ અરોરાએ આપ્યા અભિનંદન
આપ રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે, ‘હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે તેઓ પ્રેમ અને આનંદથી એકબીજા સાથે રહે. મારી શુભેચ્છાઓ.’
I extend my heartfelt congratulations to @raghav_chadha and @ParineetiChopra. May their union be blessed with an abundance of love, joy, and companionship. My best wishes!!! pic.twitter.com/3fSWVT4evR
— Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023
અભિનેતા હાર્ડી સંધૂએ પરિણીતીને આપી શુભેચ્છાઓ
બીજી તરફ સિંગર-એક્ટર હાર્ડી સંધૂએ તેની કો-સ્ટાર પરિણીતી ચોપરાને અભિનંદન આપ્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન હાર્ડીએ કહ્યું કે, “હું બહુ ખુશ છું કે આખરે આ થઈ રહ્યું છે. હું તેમને શુભકામનાઓ પાઠવું છું. જ્યારે અમે ‘કોડ નેમ: તિરંગા’નું શૂટિંગ કરી રહ્યા હતા, તો અમે લગ્ન વિશે વાતચીત કરી રહ્યા હતા. તે (પરિણીતી) કહેતી હતી કે હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને એવું લાગશે કે મને યોગ્ય છોકરો મળી ગયો છે. મેં તેને ફોન કરીને અભિનંદન આપ્યા છે.”