Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતે વાંધો ઉઠાવતાં ઘૂંટણિયે પડ્યું કતાર, કહ્યું- ઝાકિર નાઈકને FIFA વર્લ્ડ કપમાં...

    ભારતે વાંધો ઉઠાવતાં ઘૂંટણિયે પડ્યું કતાર, કહ્યું- ઝાકિર નાઈકને FIFA વર્લ્ડ કપમાં આવવા માટે કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું

    કતારે એમ પણ કહ્યું કે, ભારત અને કતારના સબંધો બગડે તે માટે જાણીજોઈને અન્ય દેશો દ્વારા આ પ્રકારનો દુષ્પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો હતો. 

    - Advertisement -

    હાલ FIFA વર્લ્ડ કપ ચર્ચામાં છે. વર્લ્ડ કપ કરતાં પણ વધુ ચર્ચા કટ્ટરપંથી અને ભારતથી ભાગી છૂટેલા ઝાકિર નાઈકની થઇ રહી છે. ઝાકિર નાઈક કતાર ફિફા વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચતાં ભારતે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં કતારે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે ઝાકિરને તેમણે કોઈ અધિકારીક આમંત્રણ આપ્યું ન હતું. 

    આ બાબત મીડિયા અહેવાલોના માધ્યમથી જાણવા મળી છે. જે અનુસાર, કતારે ભારતને અધિકારીક રીતે જણાવ્યું છે કે, કટ્ટરપંથી ઇસ્લામી અને ભાગેડુ ઝાકિર નાઈકને દોહામાં આયોજિત ફિફા વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. કતારે એમ પણ કહ્યું કે, ભારત અને કતારના સબંધો બગડે તે માટે જાણીજોઈને અન્ય દેશો દ્વારા આ પ્રકારનો દુષ્પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો હતો. 

    ભારતે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, જો ઇસ્લામી ઝાકિર નાઈકને ઉદ્ઘાટન સમારોહ માટે અધિકારીક રીતે આમંત્રણ આપવામાં આવ્યું હોય તો સરકાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની યાત્રા ટૂંકાવી દેશે. 

    - Advertisement -

    ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 20 નવેમ્બરના રોજ ફિફા વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થયા હતા અને ત્યારબાદ આગલા દિવસે કતારમાં રહેતા ભારતીયો સાથે મુલાકાત કરી પરત ફર્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે FIFA વર્લ્ડ કપના ઉદ્ઘાટન પહેલાં ઝાકિર નાઈક જુદા-જુદા શહેરોમાં મઝહબી ભાષણો આપવા માટે કતાર સ્થિત દોહા પહોંચ્યો હતો. નાઈકને હેટ સ્પીચ અને મની લોન્ડરિંગ કેસમાં વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં ધાર્મિક સમુદાયો વચ્ચે વૈમનસ્ય અને દુર્ભાવનાને પ્રોત્સાહન આપવાના આરોપમાં ઝાકિર પર તેનું ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત કરવા પર પણ રોક લગાવવામાં આવી હતી. ત્યારબાદ 2016માં તે ભારતથી મલેશિયા ભાગી ગયો હતો. 

    વર્ષ 2022માં ગૃહમંત્રાલયે તેના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનને ગેરકાયદેસર ઘોષિત કરી પાંચ વર્ષ માટે પ્રતિબંધ લાદી દીધો હતો. ઉપરાંત, તેની ‘પીસ ટીવી’ નામની ચેનલ પર પણ દુષ્પ્રચાર ફેલાવવા બદલ રોક લગાવવામાં આવી હતી. 

    વર્ષ 2019 ઝાકિરે મલેશિયામાં હિંદુઓ અને ઝીણી મલેશિયનો વિશે ટિપ્પણી કરતાં ત્યાં પણ તેની ઉપર ભાષણો આપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ મામલે તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. 

    ઝાકિર નાઈક પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે. 2016માં ઢાકા બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આરોપીઓએ સ્વીકાર્યું હતું કે તેઓ ઝાકિરના ભાષણોથી પ્રેરાઈને આતંકવાદના રસ્તે ચડ્યા હતા.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં