કતારમાં હિન્દુઓને અંતિમ સંસ્કાર કરવાની મંજુરી નથી, જી હા નુપુર શર્મા દ્વારા સત્ય બોલવા પર ઉકળી ઉઠેલા ખાડી દેશ કતારમાં અલ્પસંખ્યકોને માનવાધિકારના ઘોર ઉલંઘનથી પસાર થવું પડે છે. કતાર એ દેશોમાં શામેલ છે પ્રોપગેંડા પર ભારત જેવા વિશાળ દેશની આંતરિક બાબતોમાં પોતાનું નાક ઘુસેડે છે, પણ ફળો તથા અનાજ માટે ભારત અને ભારતીયો પર નભે છે, તે છતાં કતારમાં હિન્દુઓને અંતિમ સંસ્કાર માટે ભારત આવવું પડે છે.
હવે ભારતે કતાર સરકારને ત્યાં રહેતા હિન્દુઓના પૂજા સ્થળ અને અંતિમ સંસ્કાર માટે સ્મશાન માટે જમીન આપવા જણાવ્યું છે . જણાવી દઈએ કે કતાર સહિત વિવિધ ખાડી દેશોમાં હિન્દુ સમુદાયના લાખો લોકો રહે છે, જેઓ ત્યાંના વિકાસમાં પોતાનું અજોડ યોગદાન આપી રહ્યા છે.
કતારમાં રહેતા આ હિંદુઓના કોઈ સંબંધીનું મૃત્યુ થાય તો તેમને કાં તો દફનાવવામાં આવે છે અથવા અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ભારત લાવવાતો હોય છે. કતાર એક ઇસ્લામિક દેશ છે અને તે હિંદુઓને મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપતો નથી.
જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ હાલમાં જ કતાર, ગબાન અને સેનેગલની આઠ દિવસની સરકારી મુલાકાતેથી પરત ફર્યા છે. પ્રતિનિધિમંડળના સભ્ય હે.સુશીલ મોદીએ જણાવ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો બાદ કરવામાં આવેલી કાર્યવાહીથી કતાર સંતુષ્ટ જોવા મળ્યું છે.
હાલમાં ગલ્ફ દેશોમાં 76 લાખથી વધુ ભારતીયો કામ કરે છે. આ ભારતીયો ત્યાંની અર્થવ્યવસ્થાને એક નવો આયામ આપી રહ્યા છે. એટલું જ નહીં, કોરોના મહામારી દરમિયાન ભારતે આરબ દેશોને ઢગલા મોઢે અનાજ અને ફળોની સપ્લાય કરી હતી.
વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, UAEએ વર્ષ 2020માં તેની કાજુની કુલ આયાતમાંથી 21 ટકા અને ડેરી પ્રોડક્ટની કુલ આયાતના 15 ટકા હિસ્સાની ખરીદી કરી હતી. તે જ સમયે, ઈરાને તેની 24 ટકા ચા ભારતમાંથી આયાત કરી હતી.
તમને જણાવી દઈએ કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (IOC)માં 56 દેશો સામેલ છે. અહીં રહેતા લોકોની કુલ વસ્તી 190 કરોડ છે, જે વિશ્વની વસ્તીના લગભગ 24.4 ટકા છે. IOC ની સ્થાપના 25 સપ્ટેમ્બર 1969 ના રોજ મોરોક્કોમાં કરવામાં આવી હતી. ત્યારે તેનું નામ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ ઈસ્લામિક કોન્ફરન્સ (OIC) હતું. 28 જૂન 2011ના રોજ નામ બદલીને IOC કરવામાં આવ્યું હતું.