હાઈકોર્ટે રવિના ટંડન, ફરાહ ખાન, ભારતી સિંહ ને રાહત આપી છે, બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન, કોરિયોગ્રાફર-ફિલ્મ નિર્માત્રી ફરાહ ખાન અને કોમેડિયન ભારતી સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નોંધાયેલી એફઆઈઆરના કિસ્સામાં, તેમના પર કોઈપણ કાર્યવાહી કરવા પર રોક લગાવી છે. જસ્ટિસ કરમજીત સિંઘે 2019માં વેબ શો દરમિયાન કરેલી ટીપ્પણી બદલ ત્રણેય વિરુદ્ધ નોંધાયેલી FIRને રદ કરવાની અરજીના સંદર્ભમાં પંજાબ રાજ્યને નોટિસ જાહેર કરી છે. આ નોટીસમાં હાઈકોર્ટે રવિના ટંડન, ફરાહ ખાન, ભારતી સિંહ વિરુદ્ધ કાર્યવાહી પર રાહત આપી દીધી હતી.
30 ડિસેમ્બર 2019 ના રોજ પંજાબના બટાલા પોલીસ સ્ટેશન, ગુરદાસપુરમાં રવિના ટંડન, ફરાહ ખાન અને કોમેડિયન ભારતી સિંહ વિરુદ્ધ 30 નવેમ્બર 2019 ના રોજ એક વેબ શોમાં ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને કથિત રીતે ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં, ત્રણેય પર આરોપ છે કે તેઓ ફ્લિપકાર્ટના ઓનલાઈન શો ‘બેકબેન્ચર્સ’ દરમિયાન બાઈબલમાં ઉલ્લેખાયેલા શબ્દ ‘હલેલુજાહ’ ની મજાક ઉડાવતા હતા અને તેને અશ્લીલ શબ્દ સાથે સરખાવીને ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી હતી.
એટલું જ નહીં આ કેસમાં પટકથા લેખક અબ્બાસ અઝીઝ દલાલ અને ફ્રેમ્સ પ્રોડક્શન કંપની પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે ‘હલેલુજા’ એક હિબ્રુ શબ્દ છે, જે ભગવાન માટે વપરાય છે, અરજીકર્તાઓનું કહેવું છે કે તેમનો શોમાં ‘હલેલુજાહ’ શબ્દનું અપમાન કરવાનો અને ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો તેઓનો કોઈ ઈરાદો નહોતો.
અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ અભિનવ સૂદે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના અસીલોએ IPCની કલમ 295-Aનું ઉલ્લંઘન કર્યું નથી. પીટર મસીહ દ્વારા તેમની સામે નોંધવામાં આવેલી એફઆઈઆરમાં કરાયેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે, જેનો હેતુ માત્ર અરજદારોને જબરદસ્તીથી આ મામલામાં ખેંચવાનો છે. તેમણે કહ્યું હતું કે મારા અસીલોએ કોઈ પણ સમુદાયની ધાર્મિક સંવેદનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વક અને દૂષિત ઈરાદાથી કોઈ કાર્ય કર્યું નથી. કોર્ટમાં આ મામલાની આગામી સુનાવણી હવે 5 ડિસેમ્બરે થશે.
નોંધવા જેવી બાબત છે કે, જો કોઈ વ્યક્તિ ભારતીય સમાજના કોઈપણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક આસ્થાનું અપમાન કરે છે. તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો કરે છે અથવા તેને લગતા નિવેદનો કરે છે, તો તેને IPC એટલે કે ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 295A હેઠળ દોષિત ગણવામાં આવશે.
નોંધનીય છે કે બોલિવૂડ નિર્માતા ફરાહ ખાન ત્રણ વર્ષ પહેલા ફ્લિપકાર્ટ પર ઓનલાઈન શો ‘બેકબેન્ચર્સ’ હોસ્ટ કરતી હતી. આ શોમાં તે વીકએન્ડમાં રાત્રે 8 વાગ્યે અલગ અલગ સેલિબ્રિટીઓને બોલાવતી હતી. દરમિયાન, 30 નવેમ્બર, 2019 ના રોજ, રવિના ટંડન અને ભારતી સિંહને શોમાં બાઇબલના શબ્દની કથિત મજાક ઉડાવવી ભારે પડી હતી.