હાલ લોકસભા ચૂંટણી 2024 પોતાના અંત ભણી આગળ વધી રહી છે. ચુનાવી સભાઓ, રેલીઓ, નિવેદનો પોતાના ચરમ પર છે. તેવામાં પ્રિયંકા ગાંધીનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓ પોતાના ભાઈ રાહુલ ગાંધીને એક શેહઝાદા નહીં પરંતુ આમ નાગરિક ગણાવે છે. સાથે જ PM મોદી શહેનશાહ હોવાની ટિપ્પણી પર કરે છે.
આ જ બાબતે મહારાષ્ટ્રની એક ચુનાવી રેલી દરમિયાન જ્યારે એક પત્રકાર PM મોદીને પ્રશ્ન પૂછે છે ત્યારે વડાપ્રધાને જે જવાબ આપ્યો તે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
YES I Am a Shahenshah , PM #NarendraModi hits back on #PriyankaGandhi . #Tv9News pic.twitter.com/FHoEynbFAY
— Tv9 Gujarati (@tv9gujarati) May 16, 2024
પત્રકાર પૂછે છે કે, “રાહુલ ગાંધીને આપ શેહઝાદા કહો છો. પરંતુ પ્રિયંકા ગાંધી કહે છે કે તેમનો ભાઈ આખા દેશમાં આટલું ચાલ્યો છે માટે તે શેહઝાદા નહીં પરંતુ એક આમ નાગરિક છે. તેઓ તમને શહેનશાહ કહી રહ્યા છે.”
જેના જવાબમાં PM મોદી કહે છે કે, “મને જે શહેનશાહ કહેવામાં આવ્યું છે, તે એકદમ સાચું વિશ્લેષણ છે. કેમ કે મેં 2001માં મુખ્યમંત્રી બન્યો ત્યારથી હમણાં સુધી મેં એટલું સહન કર્યું છે એટલું સહન કર્યું છે, એટલા આરોપ સહન કર્યા છે, એટલી ગાળો સહન કરી છે…. અને જે આટલું બધું સહન કરે એ શહેનશાહ જ હોય.”
આમ PM મોદીએ એક અલગ જ અંદાજમાં પોતાના પર કરવામાં આવેલ ટિપ્પણી પર જે પલટવાર કર્યો તે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.