Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમસ્જિદોમાંથી રામદળ પર થતો હતો ગોળીબાર, અંગ્રેજોએ પણ બંધ કરાવવા કર્યા હતા...

    મસ્જિદોમાંથી રામદળ પર થતો હતો ગોળીબાર, અંગ્રેજોએ પણ બંધ કરાવવા કર્યા હતા પ્રયાસ: 200 વર્ષ જૂનો છે પ્રયાગરાજની આ રામલીલાનો ઇતિહાસ

    રામલીલા સમિતિના નિર્દેશક સચિન કુમાર ગુપ્તાએ રામલીલા વિશે કહ્યું કે, તેના અસ્તિત્વને બચાવવા માટે અમારા પૂર્વજોએ ખૂબ સંઘર્ષ કર્યો હતો અને એવો પણ સમય હતો જ્યારે રામદળ પર મસ્જિદોમાંથી ગોળીઓ પણ ચલાવવામાં આવતી હતી. 

    - Advertisement -

    ભારતમાં રામલીલા ઘણી જગ્યાએ પ્રચલિત છે ત્યારે પ્રયાગરાજમાં ચાલતી આવતી એક એવી રામલીલા વિશે જાણવા મળ્યું છે જેનો ઇતિહાસ 200 વર્ષ જૂનો છે. પ્રયાગરાજની આ ઐતિહાસિક રામલીલા બંધ કરાવવા માટે અંગ્રેજો અને મુસ્લિમોએ અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં હિંદુઓના સંઘર્ષના કારણે આજે પણ આ રામલીલા જીવંત રહી છે. 

    દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, આ પ્રયાગરાજની સૌથી જૂની રામલીલા છે. જેને પજાવા રામલીલાના નામે ઓળખવામાં આવે છે. જેની શરૂઆત 200 વર્ષ પહેલાં પ્રયાગરાજના મહંત બાબા હાથીરામે કરાવી હતી. રામલીલા સમિતિના નિર્દેશક સચિન કુમાર ગુપ્તાએ રામલીલા વિશે કહ્યું કે, તેના અસ્તિત્વને બચાવવા માટે અમારા પૂર્વજોએ ખૂબ સંઘર્ષ કર્યો હતો અને એવો પણ સમય હતો જ્યારે રામદળ પર મસ્જિદોમાંથી ગોળીઓ પણ ચલાવવામાં આવતી હતી. 

    પ્રયાગરાજમાં સન 1801માં અંગ્રેજોએ સંપૂર્ણ કબજો મેળવી લીધો હતો અને શાસન જમાવ્યું હતું. તેના બે વર્ષ બાદ શાહગંજના રામમંદિરના તત્કાલિક મહંત બાબા હાથીરામે રામલીલાનું આયોજન કરવાનું બીડું ઝડપ્યું અને તેની શરૂઆત કરાવી હતી. 

    - Advertisement -

    મહંત બાબા રામ, લક્ષ્મણના પાત્રોને પોતાના ખભા પર બેસાડીને લાવતા હતા અને શહેરના અતરસુઈયા મહોલ્લામાં અત્રિ અનુસુઈયા મંદિરની આગળ રામલીલાનું આયોજન કરતા હતા. રામાયણના અન્ય પાત્રોની લીલા માટે આસપાસના લોકો જ સેવા આપતા હતા. 

    રામલીલા પૂર્ણ થયા બાદ ત્રણ મુખ્ય પાત્રો રામ, લક્ષ્મણ અને સીતા અને મહંત બાબા ચોકમાં સ્થિત જામા મસ્જિદની બહાર રોકાતા, જ્યાં લોકો તેમના દર્શન કરતા હતા. 

    1820ની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં રામલીલા સમિતિના સંયોજન રાજેશ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, 1820માં દશેરાના દિવસે રામદળ ચોક પાસે પહોંચ્યું તો મસ્જિદમાંથી કોઈએ ગોળી ચલાવી દીધી હતી. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે, કોઈને ગોળી વાગી ન હતી. જોકે, ત્યારબાદ બે વર્ષ સુધી રામલીલાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. 

    જોકે, ત્યારબાદ લોકોએ ફરી આગ્રહ કરતાં મહંતે રામલીલા શરૂ કરી હતી, જે આજપર્યંત ચાલી રહી છે. હવે રામલીલામાં આધુનિકીકરણ પણ આવ્યું છે અને પહેલાં મશાલ અને મીણબત્તીથી રોશની કરવામાં આવતી, તેના સ્થાને હવે એલઈડી લાઇટ્સનો ઉપયોગ થાય છે. આજે આ રામલીલાના આયોજન પાછળ પચીસેક લાખનો ખર્ચ થતો હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં