ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસિયત એ છે કે તેઓ રાજકારણથી ઉપર સામાન્ય લોકો સાથે સારી રીતે કનેક્ટ થઈ શકે છે. એટલે જ તેમની લોકપ્રિયતા યથાવત છે અને પીએમ તરીકે તેઓ પહેલી પસંદ છે. તેઓ જ્યાં પણ જાય, પોતાના વ્યવહારથી પ્રજા પર એક છાપ છોડી જાય છે. તેઓ પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર્તાનું મહત્વ સમજે છે એટલે તેમનો ઉત્સાહ વધારવા માટે હંમેશા તૈયાર રહે છે. આ જ કારણ છે કે ભાજપનો એક-એક કાર્યકર્તા પોતાના નેતા માટે કંઈ પણ કરવા તત્પર રહે છે. તાજેતરમાં પીએમ મોદીએ આવો જ એક દાખલો બેસાડ્યો છે. ઈન્ટરનેટ પર પીએમ મોદીની સેલ્ફી વાયરલ થઈ છે.
પીએમ મોદીએ લીધી ‘સ્પેશિયલ સેલ્ફી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ચેન્નાઈમાં હતા. તેઓ દેશના નાનામાં નાના નાગરિકની ચિંતા કરે છે એ તેમની વર્તણૂકથી સ્પષ્ટ દેખાઈ આવે છે. અગાઉ એક પ્રસંગે તેમણે વાલ્મિકીઓના પગ ધોયા હતા. તો કન્સ્ટ્રક્શન વર્કર્સ સાથે પણ વાતચીત કરીને તેમની સાથે ફોટા પડાવ્યા હતા.
ચેન્નાઈમાં પણ તેમની એ જ બાજુ જોવા મળી હતી. પીએમ મોદીએ તમામ પ્રોટોકોલ તોડીને એક દિવ્યાંગ કાર્યકર્તા સાથે સેલ્ફી લીધી હતી. પીએમ મોદીએ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો, એ પછી ઈન્ટરનેટ પર તેમની આ ખાસ સેલ્ફીની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો પીએમ મોદીની સેલ્ફી વાયરલ કરીને તેમની પ્રશંસા કરી રહ્યા છે.
‘પોતાની કમાણીનો એક ભાગ ભાજપને આપે છે’
વડાપ્રધાને બીજેપી કાર્યકર્તા સાથે લીધેલા ફોટોના કેપ્શનમાં લખ્યું કે, “આ એક ખાસ સેલ્ફી છે. હું ચેન્નાઈમાં ભાજપ તમિલનાડુના કાર્યકર્તા થિરુ એસ મણિકંદનને મળ્યો. તેઓ કર્ણાટકના ઇરોડના રહેવાસી છે અને પાર્ટીમાં બૂથ અધ્યક્ષ તરીકે કામ કરે છે.”
A special selfie…
— Narendra Modi (@narendramodi) April 8, 2023
In Chennai I met Thiru S. Manikandan. He is a proud @BJP4TamilNadu Karyakarta from Erode, serving as a booth president. A person with disability, he runs his own shop and the most motivating aspect is – he gives a substantial part of his daily profits to BJP! pic.twitter.com/rBinyDVHYA
પીએમએ આગળ લખ્યું કે, “તેઓ દિવ્યાંગ છે, પરંતુ પોતાની એક દુકાન ચલાવે છે અને સૌથી પ્રેરણાદાયી બાબત એ છે કે તે દુકાનથી થતી કમાણીનો એક ભાગ ભાજપને આપે છે.”
એક બીજેપી કાર્યકર્તાને પાર્ટીમાં કામ કરવાનું કેટલું ગૌરવ હોય છે એની સાબિતી મણિકંદન જેવા કાર્યકર્તાઓ છે.
આવા કાર્યકર્તા હોવા પર ગર્વ છે
પીએમ મોદીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, “પાર્ટીમાં આવા કાર્યકર્તા હોવા પર બહુ ગર્વ થાય છે. આપણી પાસે થિરુ એસ મણિકંદન જેવા લોકો છે. તેમની જીવન યાત્રા પ્રેરણાથી ભરપૂર છે, સાથે જ અમારી પાર્ટી અને વિચારધારા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પણ એટલી જ પ્રેરક છે. તેમને ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.”
ચેન્નાઈમાં 5,200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
પીએમ મોદીએ 8 એપ્રિલે તેલંગાણા અને તમિલનાડુની મુલાકાત લીધી હતી. તેમણે તેલંગાણાના સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર પહોંચીને સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી. તો ચેન્નાઈ રેલ્વે સ્ટેશન પર ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. આ દરમિયાન પીએમ મોદીએ ચેન્નાઈમાં 5,200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. જેમાં ચેન્નાઈ એરપોર્ટના નવા ટર્મિનલનો પણ સમાવેશ થાય છે.