Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'તેમના જવાથી દેશને થયું મોટું નુકસાન': આણંદની સભામાં PM મોદીએ કર્યા સરદારને...

    ‘તેમના જવાથી દેશને થયું મોટું નુકસાન’: આણંદની સભામાં PM મોદીએ કર્યા સરદારને યાદ, કહ્યું- પહેલા શાસનકાળ હતો હવે સેવાકાળ

    PMએ તૃષ્ટિકરણ, આરક્ષણમાં મુસ્લિમોનો સમાવેશ, ST-SC-OBCને અન્યાય વગેરે જેવા અનેક મુદ્દે કોંગ્રેસ અને તેની ભૂતકાળની સરકારોનો ઉધડો લીધો હતો.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત PM મોદી આજે આણંદ પહોચ્યા હતા. જ્યાં તેઓએ વિદ્યાનગરમાં એક જનસભા સંબોધી હતી. અહીં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિક નગરિકો પોતાના વડાપ્રધાનને સાંભળા ભેગા થયા હતા. પીએમ મોદીએ ચૂંટણીલક્ષી વાતો ઉપરાંત સરદાર વલ્લભભાઇ પટેલને પણ યાદ કર્યા હતા.

    પોતાના સંબોધનના શરૂઆતમાં જ PM મોદીએ મોટી સંખ્યામાં હાજર જનમેદની જોઈને કહ્યું કે, “આણંદનું આ વિરાટ કેસરિયા સાગર જોઈને મને લાગે છે કે આણંદે આજે બધા રેકોર્ડ તોડ્યા છે અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે.”

    આ ઉપરાંત તેઓએ પાછલા 10 વર્ષોમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યો વિશે વાત કરીને સૌને પોતાની ઉપલબ્ધિઓથી અવગત કરાવ્યા હતા. તે સિવાય તેઓએ કોંગ્રેસ પર પર મજબૂત પ્રહાર કર્યા હતા. સાથે જ તેઓએ મોદીની ગેરંટીની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે ‘24×7 for 2047‘.

    - Advertisement -

    તેઓએ કહ્યું કે, “અમે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને હવે જયારે આપે મને દેશનું કામ સોપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે, 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિંદુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ગુજરાત હોવું જોઈએ.”

    સરદાર પટેલને કર્યા યાદ

    PM મોદીએ પોતાના સંબોધનમાં દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. તેઓએ કહ્યું કે, “સરદાર પટેલ જલ્દી જતા રહ્યા તેનાથી દેશને મોટું નુકસાન થયું છે. મારો પ્રયત્ન છે કે હું સરદાર સાહેબના સપના પૂર્ણ કરું.”

    આ ઉપરાંત તેઓએ તૃષ્ટિકરણ, આરક્ષણમાં મુસ્લિમોનો સમાવેશ, ST-SC-OBCને અન્યાય વગેરે જેવા અનેક મુદ્દે કોંગ્રેસ અને તેની ભૂતકાળની સરકારોનો ઉધડો લીધો હતો. તેઓએ યાદ કરાવ્યું કે INDI ગઠબંધનના એક નેતાએ જાહેર મંચ પરથી વોટ જેહાદ કરવાનું આહ્વાન કર્યું હતું. સાથે જોડ્યું કે કોંગ્રેસના એકપણ નેતાએ આ વાતનો વિરોધ કર્યો નથી આથી તેઓ વોટ જેહાદના સમર્થનમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં