વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે લોકપ્રિય છે. તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને ‘મોદી મેજિક’ આખી દુનિયા પર ચાલે છે એ તાજેતરના સર્વેમાં ફરી સાબિત થઈ ગયું છે. PM મોદીને ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગમાં ટોચનું સ્થાન મળ્યું છે.
અમેરિકા સ્થિત કન્સલ્ટિંગ કંપની ‘મોર્નિંગ કન્સલ્ટ’ના એક સર્વે અનુસાર PM મોદી 78 ટકા રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. આ સર્વેમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન છઠ્ઠા અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 10મા ક્રમે છે. આ રેટિંગ અનુસાર, 100 ટકા લોકોમાંથી 4 ટકાએ PM મોદી વિશે કોઈ મત આપ્યો નથી, તો 17 ટકા લોકોએ તેમને ડિસઅપ્રૂવલ આપ્યું છે.
ઉપરોક્ત સ્ક્રીનશોટ ‘મોર્નિંગ કન્સલ્ટ’ની (Morning Consult) વેબસાઈટનો છે, જે બતાવે છે કે રેટિંગ 10થી 16 મે, 2023 સુધી એકત્ર કરવામાં આવેલા ડેટા પર આધારિત છે.
આ સર્વેમાં 78 ટકા રેટિંગ સાથે PM મોદી લોકોની પહેલી પસંદ બન્યા છે. બીજા નંબરે 62 ટકા રેટિંગ સાથે સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ છે, તો ત્રીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ (62 % રેટિંગ) છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝને 53% રેટિંગ સાથે ચોથું સ્થાન મળ્યું છે. તો ઇટલીના PM જ્યોર્જિયા મેલોની 49% અપ્રૂવલ રેટિંગ સાથે પાંચમા ક્રમાંકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન 42% અપ્રૂવલ રેટિંગ સાથે સાતમા ક્રમાંકે રહ્યા છે.
Global Leader Approval: *Among all adults
— Morning Consult (@MorningConsult) May 19, 2023
Modi: 78%
López Obrador: 62%
Albanese: 53%
Lula da Silva: 49%
Meloni: 49%
Biden: 42%
Sánchez: 39%
Trudeau: 39%
Scholz: 34%
Sunak: 33%
Macron: 25%
*Updated 05/18/23https://t.co/Z31xNcDhTg pic.twitter.com/EQ7m2FP2yi
ઉલ્લેખનીય છે કે, ગત સર્વેમાં પણ PM નરેન્દ્ર મોદી ગ્લોબલ અપ્રૂવલ રેટિંગમાં પ્રથમ ક્રમાંકે હતા. આ સર્વે 26થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ PM મોદીને 78% અપ્રૂવલ રેટિંગ મળ્યું હતું. આ વખતે પણ તેઓ 22 દેશના દિગ્ગજ નેતાઓને પછાડીને ટોચ પર પહોંચી ગયા છે. લોકોને PM મોદીની સ્પીચ અને પ્રજા સાથે સંવાદ સાધવાની રીત ખૂબ ગમે છે.
‘મોર્નિંગ કન્સલ્ટન્ટ’ શું છે?
મોર્નિંગ કન્સલ્ટ એક અમેરિકન કંપની છે જે કોઇપણ દેશમાં સરકાર ચલાવી રહેલા નેતાની લોકપ્રિયતા, લોકો પર તેમનો પ્રભાવ વગેરે અંગેનો ડેટા એકત્ર કરે છે. આ કંપની 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ વર્ષે જ શરુ થઈ હતી.
આ કંપનીનું કામ વૈશ્વિક સ્તર પર ડેટા ઇન્ટેલીજન્સનું છે. મોર્નિંગ કન્સલ્ટ સૌથી ઝડપી ગ્રોથ કરનારી ટેકનોલોજી બેસ્ડ કંપની માનવામાં આવે છે.