Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું PM મોદીએ કર્યું ખાતમુહૂર્ત: સુપર મલ્ટી...

    વડોદરામાં ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું PM મોદીએ કર્યું ખાતમુહૂર્ત: સુપર મલ્ટી સ્પેશ્યાલિસ્ટ સેવાઓથી આસપાસના રાજ્યોને પણ મળશે લાભ

    દેશ અને રાજ્ય આરોગ્ય વિષયક સેવાઓમાં સતત આગળ વધી રહ્યું છે. સરકારી હોસ્પિટલોને આધુનિક બનાવીને સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલો આપવાનો સરકારનો પ્રયાસ લોકોને વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદી 24-25 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રવિવારે (25 ફેબ્રુઆરી, 2024) બેટ દ્વારકા મંદિર અને જગત મંદિર દ્વારકામાં પૂજા અર્ચના કરી હતી. સાથે તેમણે બેટ દ્વારકા અને ઓખાને જોડતા દેશના સૌથી મોટા સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. તે પછી તેમણે રાજકોટમાં AIIMS હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું હતું. આ સાથે PM મોદીએ વડોદરાના લેપ્રસી મેદાનમાં ₹350 કરોડના ખર્ચે બનનારી બે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. જેમાં વડોદરામાં લેપ્રસી મેદાનમાં ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલનો સમાવેશ પણ થાય છે. જે આવનારા 2 વર્ષમાં બનીને તૈયાર થશે. તેનાથી ગુજરાતના લોકોને અને અન્ય રાજ્યોના લોકોને પણ ખૂબ લાભ મળશે.

    કેન્દ્ર સરકાર દેશના કરોડો લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. જેના ભાગરૂપે સરકારે અનેક નવી યોજનાઓ પણ શરૂ કરી છે. સાથે AIIMS હોસ્પિટલોનું નિર્માણ પણ વધી રહ્યું છે. આ સાથે સરકારી હોસ્પિટલોને પણ હવે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તરીકે વિકસાવવામાં આવી રહી છે. વડોદરામાં સ્થિત લેપ્રસી મેદાનમાં PM મોદીએ ગુજરાતની સૌથી મોટી 151 બેડની મલ્ટી સ્પેશ્યાલિટી કાર્ડિયાક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું છે. એ સાથે જ અન્ય એક ડાયાલિસિસ અને સ્પાઇન હોસ્પિટલનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

    ખાનગી હોસ્પિટલો કરતાં પણ ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે

    વડોદરામાં વિકાસ પામનારી બે હોસ્પિટલોમાં અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવામાં આવશે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના લોકો પણ આ હોસ્પિટલોનો લાભ લઈ શકશે. સરકારના નિર્દેશ મુજબ આ હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલો કરતાં પણ વધુ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આરોગ્ય-પરિવાર કલ્યાણના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મનીષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓએ આ હોસ્પિટલ વિશે માહિતી પણ આપી હતી.

    - Advertisement -

    ડૉ. રંજન કૃષ્ણ ઐયરે આ વિશે કહ્યું કે, સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો ખાનગી હોસ્પિટલોને શરમાવે તેવી બનશે. આ હોસ્પિટલોમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવશે. જેનો લાભ માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ આસપાસના રાજ્યોને પણ મળશે. નોંધનીય છે કે, કાર્ડિયાક હોસ્પિટલનું બિલ્ડિંગ 6 માળનું અને આધુનિક હશે. જ્યારે ડાયાલિસિસ અને સ્પાઇન હોસ્પિટલનું બિલ્ડિંગ 9 માળનું હશે.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતને પ્રથમ AIIMS હોસ્પિટલ મળી છે. PM મોદીએ રાજકોટમાં તેનું લોકાર્પણ કર્યું છે. દેશ અને રાજ્ય આરોગ્ય વિષયક સેવાઓમાં સતત આગળ વધી રહ્યું છે. સરકારી હોસ્પિટલોને આધુનિક બનાવીને સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલો આપવાનો સરકારનો પ્રયાસ લોકોને વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં