કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત આપી છે. સરકારે ઈંધણના ભાવમાં પ્રતિ લિટર ₹2નો ઘટાડો જાહેર કર્યો છે. નવા ભાવ 15 માર્ચ, સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ₹2 ઘટાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત સાબિત કરી દીધું કે કરોડો ભારતીયોના પોતાના પરિવારનું હિત અને સુવિધાઓ જ તેમનું લક્ષ્ય છે.
पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है।
— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024
वसुधा का नेता कौन हुआ?
भूखण्ड-विजेता कौन हुआ?
अतुलित यश क्रेता कौन हुआ?
नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C
પેટ્રોલિયમ મંત્રાલયે પણ આ બાબતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જણાવ્યું છે કે તેમણે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કર્યા છે અને નવા ભાવ 15 માર્ચ, સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. મંત્રાલયના ડેટા અનુસાર, આ ભાવઘટાડાના કારણે 6 કરોડ કાર અને 27 કરોડ ટૂ-વ્હીલર ચાલકોને ફાયદો થશે.
કયા શહેરમાં કેટલા ભાવ?
માહિતી અનુસાર, નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 ₹/લિટરથી ઘટીને 94.72 ₹/લિટર થશે. આ રીતે મુંબઈમાં 106.31 ₹/લિટરને સ્થાને નવો ભાવ 104.21 ₹/લિટર થશે. કોલકાત્તામાં અત્યારે પેટ્રોલનો ભાવ 106.03 ₹/લિટર છે, જે 103.94 ₹/લિટર થશે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલનો હાલનો ભાવ 102.63થી ઘટીને 100.75 ₹/લિટર થઈ જશે. અમદાવાદમાં હાલ 96.40 ₹/લિટર આસપાસ પેટ્રોલનો ભાવ છે. નવા ભાવમાં આમાં ₹2નો ઘટાડો જોવા મળશે.
ડીઝલની વાત કરવામાં આવે તો હાલ અમદાવાદમાં આ ભાવ 92.14 ₹/લિટર છે, જેમાં 2 રૂપિયાનો ઘટાડો થશે. જ્યારે નવી દિલ્હીમાં ડીઝલનો ભાવ 89.62 ₹/લિટરથી ઘટીને 87.62 ₹/લિટર થશે. મુંબઈમાં ડીઝલ હાલ 94.27 ₹/લિટર વેચાય છે, જે ઘટીને 92.15 ₹/લિટર થશે. આ રીતે કોલકાત્તામાં નવો ભાવ 90.76 ₹/લિટર થશે, જે હાલ 92.76 ₹/લિટર છે. ચેન્નાઈમાં ડીઝલ હાલ 94.24 ₹/લિટર વેચાઈ રહ્યું છે, જે ઘટીને 92.34 ₹/લિટર થઈ જશે.
નોંધવું જોઈએ કે આ પહેલાં મે, 2022માં પણ મોદી સરકારે દેશભરમાં પેટ્રોલ-ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને નાગરિકોને મોટી રાહત આપી હતી. ત્યારબાદ તમામ ભાજપશાસિત રાજ્યોએ પણ પોતાના રાજ્યમાં લાગતો VAT ઘટાડીને જનતાને રાહત આપી હતી. જોકે, વરસ આખું આ ભાવ પર બુમરાણ મચાવતી વિપક્ષી પાર્ટીઓની જ્યાં સરકાર છે તેમણે VAT ઘટાડવાના સ્થાને બુમાબૂમ જ ચાલુ રાખી હતી!