Friday, November 1, 2024
More
    હોમપેજદેશ'ધરતી પર ધર્મની પુનઃસ્થાપના થાય': આંધ્ર પ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણે પાકિસ્તાન,...

    ‘ધરતી પર ધર્મની પુનઃસ્થાપના થાય’: આંધ્ર પ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણે પાકિસ્તાન, બાંગ્લાદેશના હિંદુઓને આપી દિવાળીની શુભેચ્છાઓ, કહ્યું- ભગવાન શ્રીરામ શક્તિ અને સાહસ આપે

    પવન કલ્યાણે કહ્યું, "પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુઓને મારા તરફથી હાર્દિક દિવાળીની શુભેચ્છાઓ. ખાસ કરીને બાંગ્લાદેશમાં હિંદુઓ માટે મારી વિશેષ શુભેચ્છાઓ. તમે જે સ્થિતિમાં છો..ભગવાન શ્રીરામ તમને શક્તિ અને સાહસ આપે."

    - Advertisement -

    આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) ડેપ્યુટી CM પવન કલ્યાણે (Pawan Kalyan) દિવાળીના (Diwali) પાવન પર્વને લઈને પોતાના રાજ્ય અને દેશના તમામ લોકોને શુભકામનાઓ આપી છે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાન (Pakistan), બાંગ્લાદેશ (Bangladesh) અને અફઘાનિસ્તાનમાં (Afghanistan) રહેતા તમામ હિંદુઓને (Hindus) પણ શુભકામનાઓ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાડોશી દેશોના હિંદુઓને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે જ તેમના માટે ભગવાન શ્રીરામને પ્રાર્થના પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની ધરતી પર ધર્મની પુનઃસ્થાપના થાય.

    ગુરુવારે (31 ઑક્ટોબર) દિવાળીના દિવસે આંધ્ર પ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણે એક પાકિસ્તાની હિંદુ બાળકનો વિડીયો શેર કર્યો છે. જેમાં તે બાળક ‘ભારત’ માટે કોઈ ગીત ગાતો નજરે પડી રહ્યો છે. તેમણે વિડીયોની સાથે કેપશનમાં લખ્યું હતું કે, પાકિસ્તાનના આ હિંદુ બાળકનું ગીત વિભાજનના ઊંડા દર્દને દર્શાવી રહ્યું છે અને ભારતની આત્મા સાથે ફરીથી જોડાવવાની ઉત્કંઠા પણ દર્શાવી રહ્યું છે.

    ત્યારબાદ તેમણે વધુમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તમામ હિંદુઓને દિવાળી પર્વની શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, “પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુઓને મારા તરફથી હાર્દિક દિવાળીની શુભેચ્છાઓ. ખાસ કરીને બાંગ્લાદેશમાં હિંદુઓ માટે મારી વિશેષ શુભેચ્છાઓ. તમે જે સ્થિતિમાં છો..ભગવાન શ્રીરામ તમને શક્તિ અને સાહસ આપે. અમે સૌ ભારતમાં તમારી સુરક્ષા અને સ્થિરતાની પ્રતિક્ષા કરી રહ્યા છીએ અને તમે અમારી પ્રાર્થનાઓમાં પણ સામેલ છો.”

    - Advertisement -

    નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે વધુમાં કહ્યું હતું કે, “મને આશા છે કે, વિશ્વ સમુદાય અને વૈશ્વિક નેતાઓ પોતાની સુરક્ષા અને મૌલિક અધિકારો માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રતાડિત થઈ રહેલા હિંદુઓ સુધી પહોંચશે. આજે દિવાળીના દિવસે આવો આપણે સૌ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રતાડિત થઈ રહેલા હિંદુઓની સુરક્ષા માટે પ્રાર્થના કરીએ.” અંતમાં તેમણે કહ્યું હતું કે, “તેમની ધરતી પર ધર્મની પુનઃસ્થાપના થાય.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં