Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપટનાના SSPએ RSSની કરી ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન PFI સાથે સરખામણી, BJPએ કરી...

    પટનાના SSPએ RSSની કરી ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન PFI સાથે સરખામણી, BJPએ કરી હકાલપટ્ટીની માંગ, કહ્યું- રાજનીતિ કરવી હોય તો પદ પરથી રાજીનામું આપો

    ગઈકાલે બિહારમાંથી PFIનું મોડ્યુલ પકડાયા બાદ અહીંના SSP દ્વારા PFIની સરખામણી RSS સાથે કરી હતી અને તેનાથી હોબાળો મચી ગયો છે. ભાજપાએ આ અધિકારી વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરી છે.

    - Advertisement -

    પટનાના SSPએ RSSની સરખામણી ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન PFI સાથે કરતા વિવાદ સર્જાયો છે. ગુરુવારે (14 જુલાઇ 2022), બિહાર પોલીસે બિહારના પટનાના ફુલવારી શરીફમાં ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. આ પછી પટના પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી, આ દરમિયાન પટના એસએસપી માનવજીત સિંહ ધિલ્લોને RSSની સરખામણી ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન PFI સાથે કરી હતી. ભાજપે હવે આ માટે તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી છે.

    બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને તાત્કાલિક SSP ને બરતરફ કરવાની માંગ કરતા ભાજપના પ્રદેશ પ્રવક્તા મનોજ શર્માએ કહ્યું કે, “તેમણે માનસિક સંતુલન ગુમાવ્યું છે અને હવે તે નાદાર થઈ ગયા છે. આવી વ્યક્તિ SSP પદ પર એક મિનિટ પણ ન હોવી જોઈએ. તેમણે પોલીસ અધિકારી પર તેની ગરિમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે આ પદ પર રહેવાના કારણે શહેરની કાયદો અને વ્યવસ્થા અને વાતાવરણ બગડી રહ્યું છે. સીએમ આની નોંધ લે.”

    મનોજ શર્માએ આરએસએસને રાષ્ટ્ર નિર્માણ સંગઠન ગણાવ્યું અને કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને મજબૂત કરવા માટે શાખાઓમાં તાલીમ આપવામાં આવે છે. બીજી તરફ ભાજપના પછાત વર્ગના રાષ્ટ્રીય મહાસચિવ નિખિલ આનંદે એસએસપીના નિવેદન પર ઝાટકણી કાઢી અને કહ્યું કે જો તમારે રાજનીતિ કરવી હોય તો પદ પરથી રાજીનામું આપીને રાજકારણમાં જોડાઓ.

    - Advertisement -

    મનોજ શર્માએ વધુમાં કહ્યું હતું, “RSS એક રાષ્ટ્ર નિર્માણ સંસ્થા છે. અહીં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને મજબૂત બનાવવાની તાલીમ આપવામાં આવે છે. અહીં લોકોને એકતા અને અહિંસાનો પાઠ ભણાવવામાં આવે છે. પટના એસએસપી એકવાર આરએસએસની શાખામાં જઈને ટ્રેનિંગ લે, પછી તેમને ખબર પડશે કે આરએસએસમાં કેવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે.”

    વિવાદિત SSP ને RJD અને HUM નું સમર્થન,

    કટ્ટરવાદી સંગઠન PFI ની સરખામણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કાર્ય બાદ રાષ્ટ્રવાદીઓ આક્રોશમાં જોવા મળી રહ્યા છે, પરંતુ મીડિયા એજન્સી હિન્દુસ્તાનના અહેવાલ મુજબ તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવમ મોરચા (HUM)એ SSPના શબ્દોને સમર્થન આપતાં ધિલ્લોનનું સમર્થન કર્યું છે. દરમિયાન, બિહાર પોલીસ મુખ્યાલયે આ નિવેદન પર ધિલ્લોનને નોટિસ જારી કરીને 48 કલાકની અંદર કારણ બતાવવા માટે કહ્યું છે.

    શું હતું SSP નું વિવાદિત નિવેદન?

    PFI ઓફિસ પર દરોડા બાદ પટના પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન SSP માનવજીત સિંહ ધિલ્લોને કહ્યું હતું કે, “આનો મોડસ એ હતો કે આ લોકો, એક શાખાની જેમ, જેવીરીતે RSS તેમની શાખાઓનું આયોજન કરે છે અને દંડ ની તાલીમ આપે છે, તેવી જ રીતે આ લોકો શારીરિક શિક્ષણના નામે યુવાનોને તાલીમ આપતા હતા. સાથે જ તેઓ પોતાના એજન્ડા અને પ્રચાર દ્વારા યુવાનોનું બ્રેઈનવોશ કરતા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે બિહારની પટના પોલીસે ફુલવારી શરીફથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ 2 લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝ તરીકે થઈ છે. આ બંને માર્શલ આર્ટ શીખવવાના નામે યુવાનોનું બ્રેઈનવોશ કરતા હતા. આ બન્ને જણા યુવાનોને ઘાતક હથિયાર કેવીરીતે ચલાવવા તે શીખવતા હતા. તેમનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને મુસ્લિમ દેશ બનાવવાની ગતિવિધિ બિહારમાં ચલાવવાનો હતો. તેવામાં પટના SSP માનવજીત સિંહ ધિલ્લોને આતંકવાદી ગતિવિધિઓને RSS સાથે સરખાવતા વિવાદ સર્જાયો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં