Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાલનપુર: શાળામાં ચાલતી પ્રાર્થના બંધ કરવાનું કહીને બબાલ કરનાર આદિલની ધરપકડ, વિડીયો...

    પાલનપુર: શાળામાં ચાલતી પ્રાર્થના બંધ કરવાનું કહીને બબાલ કરનાર આદિલની ધરપકડ, વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પકડીને જેલના સળિયા ગણતો કર્યો

    વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આદિલની અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ FIR દાખલ થયા બાદ ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. 

    - Advertisement -

    પાલનપુરની એક પ્રાથમિક શાળામાં ચાલતી પ્રાર્થના બંધ કરવાનું કહીને શિક્ષકોને ધમકી આપવા બદલ એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ આદિલ તરીકે થઇ છે. FIR દાખલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડીને જેલના સળિયા ગણતો કરી દીધો હતો. 

    ઘટનાની વધુ વિગતો એવી છે કે, બે દિવસ પહેલાં પાલનપુરની એસ. એન કોઠારી પ્રાથમિક શાળાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક ઈસમો શાળાના શિક્ષકોને પ્રાર્થના બંધ કરવાનું કહીને તેમને ધમકાવતા જોવા મળે છે. આ વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ ઉઠી હતી તો શાળા તરફથી પણ પોલીસને અરજી આપવામાં આવી હતી. 

    વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આદિલની અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ FIR દાખલ થયા બાદ ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. 

    - Advertisement -

    આ અંગે વધુ જાણકારી આપતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ મીડિયાને જણાવ્યું હતું કે, વિડીયો ધ્યાનમાં આવતાં જ પોલીસે તરત ઓળખ કરીને તાત્કાલિક કાર્યવાહી કરી બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને કડક સંદેશ જાય તે માટે વ્યક્તિની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ અમને ફરિયાદ મળતાં તાત્કાલિક FIR દાખલ કરીને જવાબદાર વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. 

    રિપોર્ટ અનુસાર, પાલનપુરની શાળામાં પ્રાર્થના અંગે બબાલ કરનાર ઈસમની ધરપકડ કરીને પોલીસે તેની સામે IPCની કલમ 323 અને 505(2) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    એસ. એન કોઠારી પ્રાથમિક શાળા નામની આ સ્કૂલ પાલનપુરના ઢૂંઢિયાવાડી વિસ્તારમાં આવેલી છે. બે દિવસ પહેલાં અહીં આસપાસના અમુક મુસ્લિમોએ આવીને પ્રાર્થના બંધ કરવા માટે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે શિક્ષકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા અને બાળકોના અભ્યાસમાં પણ ખલેલ પડી હતી. જેના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

    માહિતી અનુસાર, સોમવારે આ ઘટના બની હતી. સવારે 11:45 વાગ્યે બાળકો શાળામાં આવ્યાં હતાં અને 11 વાગ્યે પ્રાર્થના શરૂ થયાની થોડી મિનિટોમાં જ 10થી 12 લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું અને પ્રાર્થના બંધ કરો અને ઘોંઘાટ બંધ કરો તેમ કહીને માથાકૂટ શરૂ કરી દીધી હતી.  

    આ અંગે શાળાના શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અપીલ કરી હતી તેમજ પછીથી પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં