Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાલનપુર: પ્રાથમિક શાળામાં ચાલતી પ્રાર્થનાનો વિરોધ, શિક્ષકોને ધમકાવ્યા; વિડીયો વાયરલ

    પાલનપુર: પ્રાથમિક શાળામાં ચાલતી પ્રાર્થનાનો વિરોધ, શિક્ષકોને ધમકાવ્યા; વિડીયો વાયરલ

    એસ. એન કોઠારી પ્રાથમિક શાળા નામની આ સ્કૂલ પાલનપુરના ઢૂંઢિયાવાડી વિસ્તારમાં આવેલી છે. બે દિવસ પહેલાં અહીં આસપાસના અમુક મુસ્લિમોએ આવીને પ્રાર્થના બંધ કરવા માટે હોબાળો મચાવ્યો હતો.

    - Advertisement -

    પાલનપુર શહેરની એક પ્રાથમિક શાળામાં કેટલાક મુસ્લિમોએ પ્રાર્થનાનો વિરોધ કરી શિક્ષકોને ધમકાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આસપાસ રહેતા કેટલાક લોકોએ શાળામાં 20 મિનિટ થતી પ્રાર્થના બંધ કરાવવાનું કહીને શિક્ષકો સાથે માથાકૂટ કરી હતી. જેને લઈને શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી છે.

    એસ. એન કોઠારી પ્રાથમિક શાળા નામની આ સ્કૂલ પાલનપુરના ઢૂંઢિયાવાડી વિસ્તારમાં આવેલી છે. બે દિવસ પહેલાં અહીં આસપાસના અમુક મુસ્લિમોએ આવીને પ્રાર્થના બંધ કરવા માટે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે શિક્ષકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા અને બાળકોના અભ્યાસમાં પણ ખલેલ પડી હતી. જેના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

    માહિતી અનુસાર, સોમવારે આ ઘટના બની હતી. સવારે 11:45 વાગ્યે બાળકો શાળામાં આવ્યાં હતાં અને 11 વાગ્યે પ્રાર્થના શરૂ થયાની થોડી મિનિટોમાં જ 10થી 12 લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું અને પ્રાર્થના બંધ કરો અને ઘોંઘાટ બંધ કરો તેમ કહીને માથાકૂટ શરૂ કરી દીધી હતી. 

    - Advertisement -

    એક શિક્ષકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આજે સોમવારે સવારે પ્રાર્થના હોલની બારીમાં આવીને પ્રાર્થના બંધ કરો તેવી ઉગ્ર રજૂઆત સાથે ગમેતેમ બોલીને શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા હતા અને આવી હરકતોથી બાળકો પણ ડઘાઈ ગયાં હતાં. અમે સરકારના નિયમ પ્રમાણે જ ચાલીએ છીએ અને ઘડિયા ગાન સહિતની પ્રવૃત્તિઓ કરીએ છીએ.

    આ બાબતે શાળાના આચાર્યે કહ્યું હતું કે, અમારી શાળામાં પ્રાર્થના હોલની બાજુમાં કેટલાક રહીશો રહે છે. તે વારંવાર જે તે બહાને શાળામાં આવી જુદી જુદી ઉગ્ર રજૂઆતો કરે છે, અને સવારે પ્રાર્થના હોલની બારીમાં આવીને પ્રાર્થના બંધ કરો, તેમ કહી શિક્ષકોને હેરાન-પરેશાન કરવામાં આવે છે. આ લોકો ગમે ત્યારે શાળામાં આવી શિક્ષકોને હેરાન પરેશાન પણ કરશે તેવો ડર હંમેશા રહે છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.

    શિક્ષકોએ આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરીને ધ્યાન દોર્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર, બાળકોમાં સારા સંસ્કારના સિંચન માટે નિયમિત પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ આસપાસ રહેતા કેટલાક લોકોને આ ગમતું નથી અને પ્રાર્થના બંધ કરાવવા માટે આવી જાય છે અને સ્ટાફને ગમે તેમ બોલી જાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં