Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાલનપુરના ઈરફાન શેખે નૂપુર શર્મા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી, નોકરીમાંથી હાથ ધોવાનો...

    પાલનપુરના ઈરફાન શેખે નૂપુર શર્મા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી, નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો

    ઈરફાન શેખે નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરતા ફરજમુક્ત કરાયો છે. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા સંસ્થાએ ઈરફાન શેખ વિરુદ્ધ પગલા લીધા છે.

    - Advertisement -

    પાલનપુરના ઈરફાન શેખે નૂપુર શર્મા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા નોકરીમાંથી કાઢી મુક્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. નુપુર શર્મા વિવાદ બાદ દેશ સહીત ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા હતા. મળતી માહિતી પ્રમાણે ખાનગી નોકરી કરતા પાલનપુરના ઈરફાન શેખે નુપુર શર્મા વિરુદ્ધ ટીપ્પણી કર્યા બાદ તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. ઈરફાન શેખે નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરતા ફરજમુક્ત કરાયો છે. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા સંસ્થાએ ઈરફાન શેખ વિરુદ્ધ પગલા લીધા છે.

    આ ઉપરાંત રાજકોટમાં નૂપુર શર્મા એરેસ્ટના પોસ્ટર લાગ્યા હતા. રામનાથપરા વિસ્તારમાં પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. આઝાદ ચોક વિસ્તારમાં રોડ પર પણ પોસ્ટર લગાવવામાં આવતા વાતાવરણ તંગ થયું હતું. પોસ્ટરને લઈને પોલીસ એક્ટિવ થઈ છે. કોઈ અણબનાવ બને તે પહેલા જ પોલીસ સક્રિય થઈ છે.

    “યુપી ઔર ઝારખંડ જેસા કરના હૈ”

    - Advertisement -

    દેશભરમાં થઈ રહેલા નૂપુર શર્માના વિરોધના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે. સુરતના અઠવા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ છે. સુરતમાં નૂપુર શર્માના વિરોધમા પોસ્ટર લગાવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. નાનપુરાના કાદરશાની નાળમાં બુટના પ્રિન્ટ વાળા ફોટા લગાવ્યા હતાં. આ ઉપરાંત ફોટાનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. વીડિયોમાં મેસેજ હતો કે યુપી ઔર ઝારખંડ જેસા કરના હૈ. તૌફિક અને સદ્દામ નામક ઇસમે આ પોસ્ટર્સ લગાવ્યા હતા. જ્યારે નાનપુરાની પ્રિન્ટીંગ પ્રેસમાં ઇમરાન પઠાણ નામના વ્યક્તિએ આ પોસ્ટર છાપ્યા હોવાની વાત સામે આવી છે. પોલીસે ઇમરાન, તૌફિક શૈખ અને સદ્દામ સૈયદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    મુર્શિદાબાદના રેજિનગરમાં તણાવ

    પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદના રેજિનગરમાં તે સમયે તણાવ ફેલાઇ ગયો, જ્યારે પોલીસે પેગમ્બર મોહમ્મદ ના મુદ્દા પર વિરોધ રેલીનુ આયોજન કરી રહેલી ભીડને હટાવવા માટે કોશિશ કરી. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઇ ગઇ, જ્યારે પોલીસે ટીયર ગેસ છોડ્યા, જવાબમાં પ્રદર્શનકારીઓએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો હતો. કથિત રીતે પોલીસ પર બોમ પણ ફેંકવામાં આવ્યા.

    રાષ્ટ્રીય રાજમાર્ગ 34 પર અત્યાર સુધી બેલડાંગાથી રેજિનગરની વચ્ચે ટ્રાફિક એકદમ જામ કરી દેવામાં આવ્યો છે. તો બીજીતરફ બંગાળના રાજ્યપાલે શાંતિ જાળવી રાખવીનો સંદેશ આપ્યો છે, અને રાજ્ય પ્રશાસનથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનુ કહ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે હાવડા હિંસા બાદ ભ્રામક માહિતા પ્રસારને રોકવા માટે મુર્શિદાબાદ જિલ્લાના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓને 14 જૂન સુધી ઠપ્પ કરી દીધી છે. જ્યાં પહેલાથી આ પ્રકારની પાબંદીઓ લાગુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં