હાલમાં મુસ્લિમ બિરાદરો ઈદનો તેહવાર મનાવી રહ્યા છે ત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે ઈદના અવસર પર એક પાકિસ્તાની મહિલા રિપોર્ટર માયરા હાશ્મી ઈદ વિશે રિપોર્ટીગ કરી રહી હતી તે સમયે એક છોકરો વારંવાર વચ્ચે આવતે તેણે તે છોકરાને થપ્પડ મારી હતી, હવે તે છોકરાને થપ્પડ મારતો વીડિયો વાયરલ થયો છે. જેને પાકિસ્તાનની પ્રખ્યાત પત્રકાર નાયલા ઇનાયત સહિત ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર મૂક્યો છે.
So how was your day? pic.twitter.com/FqOxNNmlBc
— Naila Inayat (@nailainayat) July 11, 2022
વીડિયોમાં જોઈ શકાય છે કે માયરા રિપોર્ટિંગ કરી રહી છે અને ઈદ બાબતે કંઈક કહી રહી છે આજુ બાજુના લોકો પણ કેમેરામાં દેખાઈ રહ્યા છે ત્યારે પરંતુ માઈક નીચે કરે છે અને કેમેરાની સામે આવતા છોકરાને થપ્પડ મારે છે. તે પહેલા પોતાની રિપોર્ટીગ પુરી કરીને થપ્પડ મારવાની હતી પરંતુ કેમેરા ચાલુ હોવાથી સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ ગઈ હતી. હવે લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને આ રીતે આસપાસની ભીડથી કંટાળીને પોતાની પ્રતિક્રિયા આપનાર રિપોર્ટરને પ્રખ્યાત પાકિસ્તાની પત્રકાર ચાંદ નવાબની લેડી વર્ઝન એટલે કે પાકિસતાની લેડી ‘ચાંદ નવાબ’ અને ચાંદ નવાબની પુત્રી કહેવામાં આવી રહી છે.
So how was your day? pic.twitter.com/FqOxNNmlBc
— Naila Inayat (@nailainayat) July 11, 2022
આ વીડિયો જોઈને કેટલાક લોકો હસી રહ્યા છે, પરંતુ કેટલાક એવા પણ છે જેઓ એવો સવાલ પણ કરી રહ્યા છે કે છોકરાને શા માટે થપ્પડ મારવામાં આવી? જો તે છોકરાએ વળતી થપ્પડ મારી હોત તો રિપોર્ટરનું સમ્માન રહેતે?
????????? pic.twitter.com/Vlojdq3bYO
— مومنہ (@ItxMeKarma) July 11, 2022
કેટલીક મહિલાઓ એવી પણ છે જે રિપોર્ટરની તરફેણમાં આવી છે અને અનુમાન લગાવી રહી છે કે છોકરાએ ગેરવર્તણૂક કરી હશે, જેના કારણે રિપોર્ટર સહન કરી શકી નહીં. એ જ રીતે એક યુઝરે જણાવ્યું કે છોકરો ઘણા સમયથી માયરાને હેરાન કરી રહ્યો હતો. 2-3 વખત ના પાડવા છતાં પણ જ્યારે તે માન્યો ન હતો ત્યારે આ ઘટના બની.
Ye larka kaafi der se tang kar raha tha ise . 2-3 baar mana bhi kya lekin nahi mana ho raha tha .
— Bay Rozgaar 🎲 (@laalaakhaan) July 11, 2022
તમને જણાવી દઈએ કે રવિવારે આખી દુનિયામાં બકરીદની ઉજવણી કરવામાં આવી હતી. માટે આ વીડિયો પણ તે જ દિવસનો માનવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયોને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. આ દરમિયાન માયરાએ પણ તેને પોતાના એકાઉન્ટ પર શેર કરીને સ્પષ્ટતા કરી છે. ઉર્દૂમાં કરાયેલી ટ્વીટના ગુગલ ટ્રાન્સલેશન પરથી જણાય છે કે માયરા એક પરિવારનો ઈન્ટરવ્યુ લઈ રહી હતી તે દરમિયાન આ છોકરો તે પરિવારને હેરાન કરી રહ્યો હતો, વારંવાર કહેવા છતાં તે માન્યો નહી પછી આ ઘટના બની હતી. જો કે હવે માયરાને લોકો પાકિસતાની લેડી ‘ચાંદ નવાબ’ કહી રહ્યા છે.
یہ لڑکا انٹرویو کے دوران فیملی کو تنگ کر رہا تھا _جسکی وجہ سے فیملی پریشان ہوگئی تھی__میں نے پہلے پیار سے سمجھایا کے ایسا نہیں کرو مگر سمجھانے کے باوجود یہ لڑکا نہیں سمجھا اور زیادہ ہُلّڑ بازی کررہا تھا_ جس کے بعد مجھے زیب نہیں دیا کہ اسے اور موقع دیکر برداشت کیا جائے ؟ pic.twitter.com/4jmuSsInYg
— Maira Hashmi (@MairaHashmi7) July 11, 2022