પાકિસ્તાનના આંતકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો પ્રમુખ નેતા હાફિઝ સઈદનો હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભારત દેશને ધમકી આપી રહ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીભ ખેચી લેવાની વાતો કરી રહ્યો છે. હાફિઝ સઈદએ ભારતમાં થયેલા મુંબઈ આંતકી હમલાનો ષડ્યંત્રકરી હતો. પાકિસ્તાનની જ એક કોર્ટ આ મામલે તેને દોષી માનીને 34 વર્ષની સજા સંભળાવી છે, છતાં તે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વિડીયો અનુસાર, હાફિઝ સઈદ તે વિડીયોમાં એક માઈક આગળ ઉભો રહીને જોર જોરથી બોલી રહ્યા છે. જેમાં તે કહી રહ્યો છે કે “નરેન્દ્ર મોદી તું ઢાકામાં જઈને એમ કહે છે કે અમે પાકિસ્તાનથી બાંગ્લાદેશને છુટું પડ્યું! તને એમ હશે કે અમે ચુપ રહીશું? અમે ચુપ નહીં રહીએ, જરૂર પડી તો ખૂનથી દરિયો ભરી દઈશું.” અહિયાં નહો થોભતા તેણે ભારતના પ્રધાનમંત્રીને વ્યક્તિગત ધમકી આપતા કહ્યું હતું કે “તું ઇસ્લામાબાદ પર દબાણ બનાવી રહ્યો છે, પણ ઇન્શાઅલ્લાહ હું તારી જીભ ખેચી લઈશ. તેને એમ છે કે હું ચુપ બેસી જઈશ પણ હું ચુપ નહિ બેસીશ.”
Hafiz Saeed giving threats to our Hon'ble PM Shri @narendramodi ji!
— Ramesh Naidu Nagothu/రమేశ్/रमेश नायडू (@RNagothu) February 23, 2023
Their country has gone bankrupt, they're not having food to eat and they want to attack India.
If Mungerilal ke sapne could be summarised in one video👇 pic.twitter.com/yKdv6oHXDm
જો કે હાફિઝનો આ વિડીયો પાકિસ્તાનના ક્યાં વિસ્તારનો છે, તે હજુ કોઈ જાણકારી આવી નથી. વિડીયો કેટલો જુનો છે તે પણ કોઈ ખ્યાલ આવી શક્યો નથી. હાલમાં પાકિસ્તાન ચારેય બાજુથી ઘેરાયેલું છે. આર્થિક બાબતે પાકિસ્તાનની ખુબ જ કારી સ્થિતિ છે. ખાવાની બધી જ ચીજવસ્તુઓ મોઘી થઇ છે. પાકિસ્તાનના લોકો હાલમાં મોધવારીથી ખુબ જ પરેશાન છે. સાથો સાથ ત્યાં આંતકવાદીઓ દ્વારા સતત હુમલાઓ પણ થઇ રહ્યા છે.
વર્તમાનમાં પાકિસ્તાન વિશ્વ સ્તરે પણ એકલું પડી ગયું છે, હવે તેને પહેલાની જેમ આર્થિક મદદ પણ મળી રહી નથી. આઈએમએફ મદદ કરવા તૈયાર છે, પરંતુ સંખ્યાબંધ શરતો સાથે જ મદદ કરશે. આ અગાઉ પાકિસ્તાનને એફએટીએફની ગ્રે લીસ્ટમાં મુકવામાં અવાયું હતું, જે ક્રમમાં હમણાં સુધારો કરાયો હતો. જેમાં પાકિસ્તાને એન્ટી ટેરેરીઝમ ટાસ્ક બનવવાનું વચન આપ્યું હતું. જયારે વિડીયોમાં જોઈ શકાય છે કે આંતકી હાફિઝ બિન્દાસ્ત ફરી રહ્યો છે. થોડા દિવસ પહેલા આંતકી સલાલુદ્દીન પણ આવી રીતે જ જોવા મળ્યો હતો. આવનારા સમયમાં પાકિસ્તાન ફરીથી ગ્રે લીસ્ટમાં મુકાય તો આશ્ચર્યની વાત હશે નહીં.