Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનાદારીનો સ્વીકાર: પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું દેશ થઇ શકે છે નાદાર, ઇમરાન...

    નાદારીનો સ્વીકાર: પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું દેશ થઇ શકે છે નાદાર, ઇમરાન ખાનને દોષી ગણાવ્યા

    પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ ભંડાર ખાલી થવાના આરે છે. જે સતત ઘટતું ઘટતું હવે માત્ર $300 મિલિયન જેટલું જ વધ્યું છે. આવું પણ માનવામાં આવે છે કે જો સ્થિતિ આવી જ રહી તો આગામી 3 અઠવાડિયામાં પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર સમાપ્ત થઈ જશે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાન ચારેય બાજુથી મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં ઉપરા ઉપરી આંતકી હમલાઓ થયા છે, સાથે સાથે આર્થિક ક્ષેત્રે પણ બરબાદી તરફ જઈ રહ્યો છે. આજે તેની આ બરબાદી પર તેના જ રક્ષામંત્રીએ મોહર મારી છે. 

    મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના સિયાલકોટમાં એક ખાનગી કોલેજના દીક્ષાંત સમારોહને સંબોધતા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું, “તમે સાંભળ્યું જ હશે કે પાકિસ્તાન ડિફોલ્ટ અથવા નાદાર થવાનું છે. મેલ્ટડાઉન થશે, પરંતુ તે પહેલેથી જ નાદાર છે. આપણે બધા એક નાદાર દેશમાં રહીએ છીએ.” 

    ખ્વાજા આસિફેવધુમાં ઉમેર્યું કે પાકિસ્તાનની સમસ્યાઓનો ઉકેલ દેશની અંદર જ છે. પરંતુ પાકિસ્તાન IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) તરફ આશા રાખી બેઠું છે, જે તેની મદદ કરી શકશે નહિ. આના કરતા 1500 એકર સરકારી જમીન પર ગોલ્ફ ક્લબ બનાવવામાં આવી હતી. હવે જો પાકિસ્તાન તેની બે ગોલ્ફ ક્લબ પણ વેચી દે તો ચોથા ભાગનું દેવું ચૂકતે થઇ જશે. 

    - Advertisement -

    સાથે સાથે તેમણે પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનણ દોષી ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે ઇમરાન ખાને સંવિધાનને વારંવાર અવગણ્યું, આંતકવાદીઓને આવકાર્યા તેમજ સાચા આલોચકોને દેશ છોડવા માટે મજબુર કરવામાં આવ્યા. 

    વર્તમાનમાં પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ ભંડાર ખાલી થવાના આરે છે. જે સતત ઘટતું ઘટતું હવે માત્ર $300 મિલિયન જેટલું જ વધ્યું છે. આવું પણ માનવામાં આવે છે કે જો સ્થિતિ આવી જ રહી તો આગામી 3 અઠવાડિયામાં પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની છેલ્લી આશા IMF (વર્લ્ડ મોનેટરી ફંડ) પર ટકી છે. જો IMF સમયસર પાકિસ્તાનને મદદ નહીં આપે તો પાકિસ્તાન નાદાર જાહેર થઇ શકે છે. 

    જો કે પાકિસ્તાન નાદાર જાહેર થાય આ પ્રથમ બનાવ નથી. આના પહેલા પણ પાકિસ્તાન ત્રણ વાર નાદાર જાહેર થઇ ચુક્યું છે. વર્ષ 1971માં પાકિસ્તાન પહેલીવાર નાદાર બન્યું હતું. જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. આ દરમિયાન તેમની હાલત ખૂબ જ નાજુક બની ગઈ હતી. ત્યાર બાદ પાકિસ્તાને પોતાને નાદાર જાહેર કરવાની ફરજ પડી હતી. આટલું જ નહીં વર્ષ 1998માં પરમાણુ પરીક્ષણ કરીને પાકિસ્તાન ફરી નાદાર થઈ ગયું હતું. તે સમયે પાકિસ્તાન પર ઘણા પ્રતિબંધો પણ લાગ્યા હતા. આ કારણે તેને વિદેશી સહાય પણ મળતી બંધ થઈ ગઈ હતી. વર્ષ 2002માં ફરી એકવાર, પાકિસ્તાનના નેતૃત્વએ ભૂલો કરી હતી જેના કારણે આર્થિક  નાદાર થઈ ગયું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં