Sunday, November 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધર્મના નામે સ્થાપિત થયેલા દેશ પાકિસ્તાને પોતાના હાજીઓને હજ કરવાથી વંચિત રાખીને...

    ધર્મના નામે સ્થાપિત થયેલા દેશ પાકિસ્તાને પોતાના હાજીઓને હજ કરવાથી વંચિત રાખીને 681 કરોડ પાકિસ્તાની રૂપિયાની બચત કરી લીધી

    સાઉદી અરેબિયાએ આ વર્ષે પાકિસ્તાનને 1,79,000 હાજીઓ માટે કોટા આપ્યો હતો. આ કોટામાંથી 89,605 હાજીઓનો કોટા સરકારને અને બાકીનો પ્રાઈવેટ ઓપરેટરોને આપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અતિશય મોંઘવારી, ગરીબી તેમજ આર્થિક સંકડામણથી ગ્રસિત એવા પાકિસ્તાને છેલ્લા 75 વર્ષમાં ક્યારેય ન લીધો હોય એવો નિર્ણય લઈને કરોડો પાકિસ્તાની રૂપિયાની બચત કરી લીધી છે. પાકિસ્તાન સરકારે પોતાનો હજ કોટા સાઉદી અરેબિયાને પરત કરી દીધો છે. જો કે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ વર્ષે મોંઘવારીને લીધે આમ પણ સરકાર પાસે હજ પર જવાની ખૂબ ઓછી અરજીઓ આવી હતી અને આથી સરકારે ઉપરોક્ત પગલું લેવાની ફરજ પડી હતી અને કરોડો રૂપિયા બચાવી લીધા હતા.

    પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના ધાર્મિક મામલાઓના મંત્રાલય અનુસાર પાકિસ્તાની સરકારે પોતાનો હજ કોટા જે આઠ હજાર જેટલો છે તે પરત કરી દીધો છે. આમ કરીને સરકારે લગભગ 2.4 કરોડ ડોલર્સ એટલેકે 6,80,95,20,000 કરોડ પાકિસ્તાની રૂપિયા (8 મે 2023ના એક્સચેન્જ રેટ અનુસાર) બચાવી લીધા છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે જો પાકિસ્તાન આ હજ કોટા પરત ન કરત તો જે રકમ બચતી તેને પાકિસ્તાની હાજીઓના રહેવાનાં ખર્ચ પર ઉપયોગમાં લેવી પડતી જે એક સબસીડી રૂપે સરકાર દ્વારા આપવામાં આવતી હતી. હવે જ્યારે પાકિસ્તાની સરકારે પોતાનો હજ કોટા પરત કરી દીધો છે ત્યારે તેણે આ રકમ ખર્ચ નહીં કરવી પડે.

    - Advertisement -

    અત્રે એ નોંધનીય છે કે સાઉદી અરેબિયાએ આ વર્ષે પાકિસ્તાનને 1,79,000 હાજીઓ માટે કોટા આપ્યો હતો. આ કોટામાંથી 89,605 હાજીઓનો કોટા સરકારને અને બાકીનો પ્રાઈવેટ ઓપરેટરોને આપવામાં આવ્યો હતો. પરંતુ પાકિસ્તાનની મોંઘવારી અને આર્થિક તંગીની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે પૂરતી અરજીઓ આવી ન હતી. આ હકીકતને ધ્યાનમાં લઈને સરકારે જાહેર કર્યું કે આ વર્ષે હજ માટે લકી ડ્રો નહીં થાય. જ્યારે કોટા કરતાં હજ જવા માટે ઈચ્છુક લોકોની સંખ્યા વધી જતી ત્યારે લકી ડ્રો કરીને તેમની પસંદગી કરવામાં આવતી હતી.

    અહીં એ પણ નોંધવા લાયક છે કે હજ યાત્રા માટે પૂરતી અરજી ન આવતા પહેલાં પાકિસ્તાની સરકારે સમગ્ર હજ કોટા પ્રાઈવેટ ઓપરેટરોને જ આપી દેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હાલમાં વિદેશી મુદ્રાની પણ તંગી અહીં અનુભવાઈ રહી છે એવામાં જો પ્રાઈવેટ ઓપરેટરોને જો આ કોટા આપવામાં આવે તો તેઓ ખુલ્લા બજારમાંથી ડોલર ખરીદવાનું શરુ કરી દેત અને તેને લીધે ડોલરની તંગી વધુ તંગ થઇ જાત. આમ પરિસ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલાં પાકિસ્તાની સરકારે આ સંપૂર્ણ કોટા સાઉદી સરકારને પરત કરી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં