ભારતની ભૂમિ પર જન્મ લઈને પર બીજા દેશ પ્રત્યે પ્રેમ રાખનારાઓ આપણા દેશમાં મળી આવતા હોય છે, આવો જ એક કિસ્સો હિમાચલથી સામે આવ્યો છે. જ્યાં શાહરુખ નામના એક વ્યક્તિએ ફેસબુક સ્ટેટ્સમાં પાકિસ્તાનનો ઝંડો મુક્યો હતો. આ વાતની જાણ સ્થાનિક વ્યક્તિને થતા તેણે ફરિયાદ નોધાવી હતી.
મળતી માહિતી અનુસાર, હિમાચલ રાજ્યના સોલન જીલ્લાના અર્કી તાલુકામાં રહેતો શાહરૂખ કે જે વાળ કાપવાની દુકાન ચલાવે છે. તેના પર આરોપ છે કે તેણે અરબાઝ ખાન નામની એક ફેસબુક આઈડી બનાવી હતી. જેના દુશ્મન દેશ પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો. આ વાતની જાણ બલદેવ રાજને થઇ હતી. તેણે આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે તત્કાલ પગલા ભરી ફરિયાદ નોધી હતી. શાહરૂખની ધરપકડ મામલે કોઈ સ્પષ્ટતા થઇ નથી.
ફરિયાદકર્તા બલદેવ રાજે જણાવ્યું હતું કે મારી સાથે અંબુજા કંપનીમાં કામ કરતા મારા સાથી કર્મચારી અઝીઝ મોહમ્મદે તેમને આ વાતની જાણ કરીને એક ફેસબુક આઈડી બતાવી હતી જેના પર પાકિસ્તાનનો ઝંડો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે સાથે આ પોસ્ટ કરનારની ઓળખ પણ આપી હતી. માટે મેં આ બાબતે પગલા લઈને કેસ નોધાવ્યો છે.
ડીએસપી દરલાઘાટ સંદીપ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે. અને આ બાબતે પોલીસે આ ફરિયાદને ધ્યાને લઈ ભારતીય દંડ સંહિતાની કલમ 153B અને 505 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલીવાર નથી કે ભારતમાં રહીને કોઈએ પાકિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હોય, આ પહેલા ગુજરાતના ભરૂચમાં વસીમ ભાટુક નામના વ્યક્તિએ ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન સોશિયલ મીડિયા સ્ટેટસ પર ‘પાકિસ્તાન જિંદાબાદ’ લખ્યું હતું. જો કે પોલીસે તત્કાલ પગલા લઇ તેની ધરપકડ કરી હતી. બદાયુંના નિયાઝે પોતાના ફેસબુક આઈડી પરથી પાકિસ્તાની ધ્વજની તસવીર પોસ્ટ કરી હતી. તેની સાથે લખ્યું હતું ‘આઈ લવ યુ પાકિસ્તાન, આઈ મિસ યુ પાકિસ્તાન’. ત્યારબાદ તેના પર દેશદ્રોહની કલમ હેઠળ કેસ નોધીને જેલના હવાલે કરવામાં આવ્યો હતો. હાલમાં તે વ્યક્તિ જામીન પર બહાર છે.
આ સિવાય કોઈના ઘર ઉપર પાકિસ્તાનના ઝંડા લહેરાતા હોય તેવા વિડીયો પણ વાયરલ થઇ ચુક્યા છે. ઘણીવાર રાજકીય પક્ષોની રેલીમાં પણ પાકિસ્તન જિંદાબાદના નારાઓ લાગી ચુક્યા છે.