પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં તેના સૌથી વિકટ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. દરેક મોરચે નિષ્ફળ પાકિસ્તાન પોતાના નાગરિકોની બે ટાઈમની રોટલીનો પણ બંદોબસ કરી શકતું નથી. લોકોની માંગ વધુ છે અને જરૂરી પુરવઠો ન હોવાના કારણે મોઘવારી સાતમાં આસમાને પહોચી છે. તેમાં લોટ, દૂધ અને ચીકન જેવી ખાધા ખોરાકીનો ભાવઓએ તો બધા જ વિક્રમો તોડી નાખ્યા છે.
વીજળી અને પેટ્રોલ જેવા ઉર્જાના સ્ત્રોતોની અછત વચ્ચે પાકિસ્તાનના નાગરિકો અનાજના એક એક દાણા માટે તડપી રહ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંત પર આધારિત પાકિસ્તાન યોગ્ય વ્યવસ્થા ન કરી શકવાના કારણે અનાજ વિદેશોમાંથી આયાત કરવું પડે છે. હાલમાં ભારત સાથેના તમામ વેપારી સંબંધો પર પ્રતિબધ હોવના કારણે મોઘા ભાવે આયાત કરવું પડી રહ્યું છે. કેટલાક લોકલ પાકિસ્તાની મીડિયામાં ત્યાના નાગરિકો પણ સ્વીકારી રહ્યા છે કે ભારત સાથેના સંબંધો તોડવાના કારણે પાકિસ્તાનને જ નુકશાન છે ભારતને નહિ.
મળતી માહિત મુજબ પાકિસ્તાનમાં દૂધ 210 રૂપિયા/લીટર સુધી મોંઘુ થઇ ગયું છે, જયારે ચીકનનો ભાવ 780 રૂપિયા/કિલો થયો છે. જેના કારણે લોકો ભૂખે મારી રહ્યા છે. યાદ રહે કે ત્યાં પેટ્રોલના ભાવ 300 રૂપિયા/લીટર થઇ ગઈ છે. વીજળીનો પુરવઠો પુરતો ન હોવાના કારણે ઘણા વિસ્તારોમાં અંધારું છવાયું છે.
પાકિસ્તાન હાલના વિશ્વના દેશો અને આઇએમએફ તરફથી મળતી સહાયો પર નિર્ભર છે. જયારે આઇએમએફ એટલી આકરી શરતો મૂકી રહ્યું છે કે તે પાકિસ્તાન પાલન કરી શકે તેમ નથી. અરબ દેશો પણ એક હદથી વધુ મદદ કરવા તૈયાર નથી. જયારે ચીન પોતાના રાજકીય વિસ્તાર કરવા માટે જ મદદ કરી રહ્યું છે. અર્થાત ચીન પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે.
એમ તો આઇએમએફે ઘણી શરતો મૂકી છે, જેમાં એક મુખ્ય શરત એ છે કે પાકિસ્તાન તેના રક્ષા બજેટમાં 10%થી 15% સુધીનો ઘટાડો કરે. યાદ રહે કે પાકિસ્તાન પોતાનું મોટા ભાગનું બજેટ હથિયારોમાં અને સેનામાં વાપરે છે. જો કે ન ઇચ્છતા હોવા છતાં પાકિસ્તાને આઇએમએફની બધી જ શરતો માનવી પડે તેમ છે. જો કે રક્ષા બજેટ ઘટાડવા બાબતે પાકિસ્તાન સહમત પણ થયું છે.