ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા પ્રવક્તા નુપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ સામાન્ય લોકોમાં ન્યાયાધીશો દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી પર ખાસ્સો રોષ છે. અત્યારસુધી તો સોશિયલ મિડિયા પર આ બંને જજની આકરી ટીકા કરવામાં આવી રહી હતી પરંતુ હવે આ બંને વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે સોશિયલ મિડીયામાં એક હસ્તાક્ષર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
હિંદુ આઈટી સેલના વિકાસ પાંડેએ પોતાની ટ્વિટમાં આ બાબતે જાણકારી આપતાં લખ્યું છે કે, “મેં એક અરજી બનાવી છે જેને સંસદ સભ્યોને સોંપવામાં આવશે. આ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલા વિરુદ્ધ મહાભિયોગ શરુ કરાવવા માટેનું એક પગલું છે. આ અરજી પર હસ્તાક્ષર કરશો.
I just made a petition which shall be given to MPs. It's for the Initiation of Impeachment Proceedings against Justice Surya Kant & Justice J. B. Pardiwala – Sign the Petition! https://t.co/exBxgaYnn5
— Vikas Pandey (@MODIfiedVikas) July 5, 2022
www.change.org પ્લેટફોર્મ પર ચલાવવામાં આવી રહેલી આ અરજીને આ લખાય છે ત્યાં સુધી લગભગ 20 હજાર લોકોએ હસ્તાક્ષર કર્યા છે. તેની અંદર તમામ સંસદ સભ્યોને સંબોધન કરતાં લખવામાં આવ્યું છે કે, “તમામ સંસદ સભ્યો, આ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની શરૂઆત છે.”
આ અરજીમાં દેશની હાલત પર ચિંતા વ્યક્ત કરતા નુપુર શર્માનો કેસ લેવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે જીવનું જોખમ હોવાને લીધે દરેક રાજ્યમાં પોતાની વિરુદ્ધ થઇ રહેલી ફરિયાદોને એક જગ્યાએ ક્લબ કરવા માટે નુપુરે દેશના સૌથી મોટી અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ જ્યારે તેની સુનાવણી કરવાનો વારો આવ્યો ત્યારે ન્યાયાધીશોએ તેને સાંભળવાને બદલે તેમને જ દેશમાં હિંસા ભડકાવવા અંતે અને ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલની હત્યા માટે એકલા જવાબદાર ઠેરવી દેવામાં આવ્યા.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓમાં ફક્ત ઇસ્લામી કટ્ટરપંથી અને તાલીબાન જેવી ભારત વિરોધી તાકતોને જ બળ મળે છે અને હિન્દુઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મિડિયા દ્વારા ખરાબ ચિતરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ગેરજવાબદાર વ્યવહાર દેખાડ્યો છે. સાથે સાથે કોઇપણ તથ્યોને જોયા વગર આ ગેરકાયદેસર ટીપ્પણી કરી છે. આ દેશના મૂલ્યો અને નૈતિકતાની વિરુદ્ધ છે. આથી બંને જસ્ટિસો પર મહાભિયોગ ચલાવાની માંગ આ યાચિકામાં કરવામાં આવી છે.
એવું જોવામાં આવી રહ્યું છે કે આ અરજીને જે રીતે સમર્થન મળી રહ્યું છે તે દર્શાવે છે કે લોકોમાં સુપ્રીમ કોર્ટના જજોની ટીપ્પણીને લીધે ખૂબ નારાજગી છે. લોકો આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શા માટે તાલીબાને પણ સુપ્રીમ કોર્ટને સમર્થન આપ્યું છે અને શા માટે કોર્ટ આતંકવાદીઓ માટે રાતમાં ખુલવા લાગી છે. લોકોમાં ગુસ્સો છે કે જે રીતે એક મહિલાની યાચિકા પર ટીપ્પણી કરવામાં આવી છે તેણે ન્યાયપાલિકાને મજાક બનાવી દીધી છે.
મહાભિયોગ કેવી રીતે ચલાવી શકાય છે?
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહાભિયોગ એ પ્રક્રિયા છે જેનું અનુસરણ કરીને નિર્ણય લેવામાં આવતો હોય છે. હાલની જાણકારી બતાવે છે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશો પર મહાભિયોગ ચલાવવાની વાત સંવિધાનના અનુચ્છેદ 124 (4) માં છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના કોઇપણ ન્યાયાધીશ પર કદાચાર અને અક્ષમતા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય છે. અનુચ્છેદ 124માં ન્યાયાધીશોને તેમના પદથી હટાવવાનું પણ પ્રાવધાન છે.