Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાજલ હિન્દુસ્તાની પર વધુ એક FIR: દોઢ મહિના પહેલા મીરા રોડમાં હિંદુ...

    કાજલ હિન્દુસ્તાની પર વધુ એક FIR: દોઢ મહિના પહેલા મીરા રોડમાં હિંદુ જન આક્રોશ મોરચા દરમિયાન કરાયેલ ભાષણ માટે નોંધાઈ ફરિયાદ; મળી ચુકી છે ‘સર તન સે જુદા’ની ધમકી

    કાજલ હિન્દુસ્તાની હજુ ધરપકડ કરવામાં આવી નથી, જોકે તેમણે આ ભાષણ એક મહિના કરતાં વધુ સમય પહેલા, 12 માર્ચે, મીરા રોડ પર હિંદુ જન આક્રોશ મોરચા દરમિયાન આપ્યું હતું.

    - Advertisement -

    મીરા રોડ પોલીસે એક્ટિવિસ્ટ કાજલ શિંગાળા ઉર્ફે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એક ખાસ સમુદાયના સભ્યોને નિશાન બનાવતા નફરતભર્યા ભાષણ બદલ FIR નોંધી છે. આ પહેલા ગુજરાતના ઉનામાં રામનવમીના દિવસે ભાષણ આપવા બદલ પણ તેમની સામે FIR નોંધાઈ ચુકી છે.

    ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ કાજલ હિન્દુસ્તાની હજુ ધરપકડ કરવામાં આવી નથી, જોકે તેમણે આ ભાષણ એક મહિના કરતાં વધુ સમય પહેલા, 12 માર્ચે, મીરા રોડ પર હિંદુ જન આક્રોશ મોરચા દરમિયાન આપ્યું હતું.

    ‘લવ જેહાદ’ અને ‘લેન્ડ જેહાદ’ વિરુદ્ધ હતી રેલી

    સુપ્રીમ કોર્ટે પહેલેથી જ ચેતવણી આપી છે કે આવી રેલીઓ દરમિયાન કોઈ પણ વ્યક્તિ કાયદાની અવગણનામાં અને જાહેર વ્યવસ્થાના ઉલ્લંઘનમાં કોઈપણ નફરતજનક ભાષણ અથવા કૃત્ય ન આપી શકે. હિન્દુસ્તાનીએ જે રેલીમાં ભાષણ આપ્યું હતું તે સકલ હિંદુ સમાજના સમર્થન સાથે ‘લવ જેહાદ’ અને ‘લેન્ડ જેહાદ’ના વિરોધમાં યોજવામાં આવી હતી.

    - Advertisement -

    હિંદુ કાર્યકર્તાઓએ ગોલ્ડન નેસ્ટ સર્કલથી એસકે સ્ટોન જંકશન સુધી લગભગ 3 કિમી સુધી કૂચ કરી હતી જેમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ સાથે વ્યવહાર કરવા માટે કાયદાની માંગણી કરવામાં આવી હતી અને એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવ્યો હતો.

    સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહનઆપવાનો આરોપ છે ફરિયાદમાં

    FIR મુજબ, કાજલ હિન્દુસ્તાનીએ તેના ભાષણોમાં સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપતા વિવિધ સાંપ્રદાયિક મુદ્દાઓ પર સતત નિવેદનો આપ્યા હતા.

    એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “હા, અમે કાજલ હિન્દુસ્તાની સામે IPCની કલમ 153 (a) અને 505(2) હેઠળ ગુનો નોંધ્યો છે.” નોંધનીય છે કે આ કલમો ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ અને ભાષાના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સંવાદિતા જાળવવા માટે પ્રતિકૂળ કૃત્યો કરવા સંબંધિત છે. દોષિતોને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે.

    કોંગ્રેસના સ્થાનિક એકમના સભ્યો અને સામાજિક કાર્યકરોએ દ્વેષપૂર્ણ ભાષણ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આ સંદર્ભે પોલીસ કમિશનર મધુકર પાંડેને મળ્યા હતા. તેઓએ આવી રેલીઓ અને દ્વેષપૂર્ણ ભાષણોથી સાંપ્રદાયિક સૌહાર્દના જોખમ પર પ્રકાશ પાડ્યો હતો અને દલીલ કરી હતી કે તેઓ સમુદાયોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે જેણે આ પ્રદેશમાં કેટલાક દાયકાઓથી શાંતિપૂર્ણ રીતે જીવવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

    લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ સામેનું કાર્ય ચાલુ રહેશે‘- કાજલ હિન્દુસ્તાની

    ઉનામાં રામનવમીની ધર્મસભામાં આપેલા ભાષણના કેસમાં 13 એપ્રિલના રોજ જામીન મંજૂર થયા બાદ હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાની જેલની બહાર આવ્યાં હતાં. બહાર આવીને તેમણે કહ્યું કે, તેમને વિશ્વાસ હતો કે તેમને ન્યાય મળશે જ અને હજુ પણ તેમનું કાર્ય ચાલુ જ રાખશે. 

    ઉના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી મંજૂર રાખી હતી. આ પહેલાં ગત 9 એપ્રિલે તેમણે સરેન્ડર કર્યા બાદ ઉના પોલીસે તેમની ધરપકડ કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસે રિમાન્ડ ન માંગતાં કોર્ટે કાજલને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાં હતાં. ત્યારબાદ તેમણે ઉના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી, જેની પર 13 એપ્રિલે ચુકાદો આપવામાં આવ્યો હતો. 

    કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં લાગ્યા હતા ‘સર તન સે જુદા’ના નારા 

    ઉલ્લેખનીય છે કે ગત રામનવમીના દિવસે (ગુરુવાર, 30 માર્ચ) કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં એક ધર્મસભા સંબોધી હતી, જેમાં તેમણે લેન્ડ જેહાદ, લવ જેહાદ, ધર્માંતરણ સહિતના મુદ્દાઓ પર વાત કરીને હિંદુઓને આ સમસ્યાઓ સામે જાગૃત થવા માટે આહવાન કર્યું હતું. તેમણે મહિલા શક્તિની વાત કરીને હિંદુ મહિલાઓને જાગવા માટે પણ અપીલ કરી હતી તો જાતિવાદ અને અન્ય મુદ્દાઓ ઉપર પણ વાતો કરી હતી. 

    તેમના આ ભાષણ બાદ ઉનામાં મુસ્લિમોએ બીજા દિવસે ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો અને આ દરમિયાન કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 

    આ ઘટનાઓ બાદ ઉના પોલીસે એક FIR કાજલ વિરુદ્ધ અને બીજી પથ્થરમારો કરનારા ટોળા સામે દાખલ કરી હતી. જે મામલે 70ની ધરપકડ કરવામાં આવી હતી તો કાજલ હિન્દુસ્તાનીએ સરેન્ડર કર્યા બાદ તેમની પણ ધરપકડ કરાઈ હતી. આખરે તેમને જામીન મળતાં જેલમાંથી બહાર આવ્યાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં