Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસમાજવાદી પાર્ટી નેતા સ્વામી પ્રસાદ મૌર્યે રામચરિતમાનસને ગણાવ્યો હતો ‘બકવાસ ગ્રંથ’, હવે...

    સમાજવાદી પાર્ટી નેતા સ્વામી પ્રસાદ મૌર્યે રામચરિતમાનસને ગણાવ્યો હતો ‘બકવાસ ગ્રંથ’, હવે તેમના સમર્થનમાં OBC મહાસભાએ નકલો બાળી- વિડીયો વાયરલ

    રામચરિતમાનસની નકલો સળગાવવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના લખનૌમાં OBC મહાસભા દ્વારા ગ્રંથ રામચરિતમાનસની નકલો સળગાવવામાં આવી છે. સાથે જ સંગઠનના સભ્યોએ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું સમર્થન કર્યું હતું. જેમણે થોડા દિવસો પહેલાં આ જ ગ્રંથને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તો ત્યારબાદ હિંદુ સંતોને લઈને પણ વાંધાજનક નિવેદન આપ્યું હતું. 

    રવિવારે (29 જાન્યુઆરી, 2023) OBC મહાસભાના સભ્યો લખનૌ સ્થિત વૃંદાવન કોલોનીમાં એકઠા થયા હતા અને રામચરિતમાનસની નકલો સળગાવી હતી. તેમણે દાવો કર્યો કે, ગ્રંથમાં નારી શક્તિ, શુદ્ર અને દલિત સમાજ અને OBC સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે. તેમણે એવું પણ કહ્યું કે, જ્યાં સુધી આ ટિપ્પણીઓ દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આમ જ પ્રદર્શન કરતા રહેશે. 

    રામચરિતમાનસની નકલો સળગાવવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

    - Advertisement -

    સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું હતું- રામચરિતમાનસ બકવાસ ગ્રંથ, પ્રતિબંધિત કરવો જોઈએ 

    અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં સ્વામી પ્રસાદ મૌર્યે રામચરિતમાનસ અંગે ટિપ્પણી કરીને તેને બકવાસ ગ્રંથ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, “રામચરિતમાનસ તુલસીદાસે પોતાના આનંદ માટે લખ્યું હતું. સરકારે તેનું સંજ્ઞાન લઈને જે વાંધાજનક હિસ્સો છે તેને દૂર કરવો જોઈએ અથવા તો આખું પુસ્તક જ પ્રતિબંધિત કરી દેવું જોઈએ.”

    સમાજવાદી પાર્ટી નેતાએ આગળ કહ્યું કે, “બ્રાહ્મણ ભલે ખરાબ હોય પણ તે બ્રાહ્મણ છે તો તેને પૂજનીય ગણવવામાં આવશે અને શુદ્ર કેટલો પણ જ્ઞાની અને વિદ્વાન હોય તો તેનું સન્માન નહીં થાય.” તેઓ આગળ કહે છે કે, જો આ જ ધર્મ છે તો હું આવા ધર્મને નમસ્કાર કરું છું. એવા ધર્મનો સત્યનાશ થાય જે આપણો સત્યનાશ ઇચ્છતા હોય.”

    હિંદુ સંતો-મહંતો વિશે કરી હતી ટિપ્પણી 

    ત્યારબાદ 27 જાન્યુઆરીના રોજ તેમણે એક ટ્વિટ કરીને ફરી વિવાદ જગાવ્યો હતો. હિન્દીમાં પોસ્ટ કરાયેલ એક ટ્વિટમાં SP નેતાએ લખ્યું, “તાજેતરમાં, કેટલાક ધાર્મિક ઠેકેદારોએ મારી જીભ અને માથું કાપી નાખનારાઓ માટે ઈનામની જાહેરાત કરી છે; જો બીજા કોઈએ આ જ વાત કહી હોત તો એ જ ઠેકેદારે તેને આતંકવાદી કહ્યો હોત, પણ હવે આ સંતો, મહંતો, ધર્મગુરુઓ અને જ્ઞાતિના આગેવાનોએ મારી જીભ અને માથું કાપનારને ઈનામ જાહેર કર્યું છે. આવા લોકોને તમે આતંકી, મહાશૈતન કે જલ્લાદ શું કહો છો?”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં