ઉત્તર પ્રદેશમાં હિંદુઓ પર ધર્માંતરણ માટે દબાણ કરવાના અને હિંદુ દેવી-દેવતાઓના અપમાનના આરોપસર બે ખ્રિસ્તી નનની ધરપકડ કરવામાં આવી છે. બંને મિશનરીઓ દ્વારા સંચાલિત શાળામાં સિસ્ટરના પદ પર રહીને કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. બંનેની બુધવારે (21 સપ્ટેમ્બર 2022) ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ ઘટના ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની છે. અહીં એક ગામમાં પોલીસને ધર્માંતરણની ફરિયાદ મળી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને બે ખ્રિસ્તી નનની ધરપકડ કરી હતી. આ બંને ઉપર હિંદુ દેવી-દેવતાઓની તસ્વીરો સળગાવવાનો પણ આરોપ લાગ્યો છે. ઘટનાસ્થળે જઈને દરોડા પાડતાં પોલીસને આ બંને વિશે જાણવા મળ્યું હતું.
थाना नखासा क्ष्रेत्रान्तर्गत ग्राम सिरसानाल में धर्मान्तरण सम्बन्धी प्रकरण में स्थानीय पुलिस द्वारा अभियोग पंजीकृत करते हुए दोनों महिलाओं को गिरफ्तार कर लिया गया है अन्य वैधानिक कार्यवाही प्रचलित है।#UPPolice https://t.co/ygqPO8oEQ0 pic.twitter.com/20L9A12HNM
— SAMBHAL POLICE (@sambhalpolice) September 23, 2022
બંનેના નામ રોસ મેરી અને જિસા હોવાનું તેમજ બંને ખ્રિસ્તી મશીનરી સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અનુસાર, તે બંને ગામની એક સુનિતા નામની હિંદુ મહિલાના ઘરે જઈને ધર્માંતરણનું દબાણ કરતી હતી.
ઘટના અંગે સંભલ જિલ્લાના પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલા સુનિતાના પતિનું નામ વિલિયમ છે અને તે ખ્રિસ્તી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુનિતાઈ ફરિયાદના આધારે બંને મહિલાઓને આઇપીસી ધારા 452/504/506 અને 153-A સાથે ઉત્તર પ્રદેશ ધર્મપરિવર્તન અધિનિયમ હેઠળ પકડી લેવામાં આવી હતી. પોલીસ અનુસાર, હાલ ગામમાં પરિસ્થિતિ સામાન્ય છે અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ફરિયાદી સુનીતા નામની મહિલાએ આ અંગે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, મને બંને સીસ્ટરો ખ્રિસ્તી બનવા માટે કહી રહી હતી પરંતુ મેં ઈનકાર કરીને હિંદુ જ રહેવા માટે કહ્યું હતું. તેણે એમ પણ જણાવ્યું કે, તેના બે પુત્રો છે અને ભવિષ્યમાં પણ તેઓ હિંદુ જ રહેશે.
#सम्भल में गिरजाघर की ईसाई नन पर जुल्म का आरोप,
— Initiate News (INA NEWS) (@ina24news) September 22, 2022
घर में घुस कर हिंदू देवी देवताओं की तस्वीरें जलाने का आरोप,
पीड़ित विलियम ने वीडिओ वायरल कर मांगा न्याय,
पीड़ित विलियम है ईसाई, पत्नी है हिंदू, दोनों खुशी से करते हैं
नखासा थाना के गांव सिरसानाल का मामला@sambhalpolice @Uppolice pic.twitter.com/hGHhF6ksid
બીજી તરફ, સુનીતાના પતિ વિલિયમ્સે કહ્યું કે તેમની પત્ની હિંદુ છે અને તેણે ઘરમાં ભગવાનની તસ્વીરો પણ રાખી છે. તેણે ખ્રિસ્તી નન પર આરોપ લગાવીને કહ્યું કે, આ બંને મહિલાઓએ તેના ઘરમાં ઘૂસીને દેવી-દેવતાઓની તસ્વીરો પર થૂંકીને તેને ફાડીને સળગાવી દીધી હતી. વિલિયમ્સે પણ આ અંગે ન્યાયની માંગ કરી હતી.
આ મામલે પોલીસે જણાવ્યું છે કે, મામલાની તપાસ હાલ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી પણ પ્રક્રિયા મુજબ હાથ ધરવામાં આવશે.