Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ65 વર્ષીય અકબર અલીએ 3 વર્ષની બાળકી ઉપર ગુજાર્યો 'ડિજિટલ રેપ', કોર્ટે...

    65 વર્ષીય અકબર અલીએ 3 વર્ષની બાળકી ઉપર ગુજાર્યો ‘ડિજિટલ રેપ’, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

    શમાં આ પહેલો મામલો છે, જ્યારે કોઈ આરોપીને 3 વર્ષની બાળકી સાથે 'ડિજિટલ રેપ' માટે દોષિત ઠેરવવામાં આવ્યો હોય અને સજા સંભળાવવામાં આવી હોય.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના નોઈડાની સૂરજપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મંગળવારે (30 ઓગસ્ટ 2022) એક 65 વર્ષીય અકબર અલી નામના ઈસમને 3 વર્ષની બાળકીનું યૌન શોષણ કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત, અકબર અલીને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે આ ગુના બદલ આરોપીને ડિજિટલ રેપનો દોષી માન્યો છે. ‘ડિજિટલ રેપ’ મામલાનો આરોપી અકબર અલી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.

    અહેવાલો અનુસાર દેશમાં આ પહેલો મામલો છે, જ્યારે કોઈ આરોપીને 3 વર્ષની બાળકી સાથે ‘ડિજિટલ રેપ’ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હોય અને તેને POCSO એક્ટ તેમજ આઈપીસીની કલમ 375 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય. આ ઘટના નોઈડાના સેક્ટર-39 પોલીસ સ્ટેશન વિસ્તારના સાલારપુર ગામની છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં અકબર અલીની ઉંમર 75 વર્ષ પણ જણાવવામાં આવી છે.

    મળતા અહેવાલો અનુસાર અકબર અલી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. વર્ષ 2019માં તે પોતાની પરિણીત પુત્રીને મળવા નોઈડાના સેક્ટર-45ના સાલારપુર ગામમાં આવ્યો હતો. અહીં તે પાડોશમાં રહેતી ત્રણ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને તેના ઘરે લઈ આવ્યો હતો. અકબર અલીની હરકતોથી ડરી ગયેલી અને ગભરાયેલી માસુમ બાળકી પરત તેના ઘરે પહોંચી અને માતા-પિતાને આખી વાત જણાવી. જે બાદ પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હવસખોર અકબર અલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    સરકારી વકીલ નીતિન બિશ્નોઈએ જણાવ્યું હતું કે 2019માં બાળકીના માતા-પિતાની ફરિયાદના આધારે અકબર અલી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તબીબી તપાસમાં બળાત્કારની પુષ્ટિ થયા બાદ અકબર અલીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં છે. તેણે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી. 30 ઓગસ્ટ 2022ના રોજ, જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અનિલ કુમાર સિંહે અકબર અલીને પુરાવા, તબીબી અહેવાલો, ડૉક્ટરોની જુબાની, તપાસ અધિકારીઓ, સંબંધીઓ અને પડોશીઓની જુબાનીના આધારે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

    ‘ડિજિટલ રેપ’ શું છે?

    ‘ડિજિટલ રેપ’ એ ડિજિટલ અથવા વર્ચ્યુઅલ રીતે કરવામાં આવેલ જાતીય અપરાધ નથી. સરળ શબ્દોમાં કહીએ તો ‘ડિજિટલ રેપ’ એટલે પ્રજનન અંગની જગ્યાએ આંગળીઓ અથવા અંગૂઠા અથવા રમકડા જેવી અન્ય કોઈ વસ્તુ વડે કોઈની સંમતિ વિના બળજબરીથી રેપ (બળાત્કાર) કરવો. અહીં અંગ્રેજીમાં ‘ડિજિટ’ શબ્દ આંગળી, હાથ અને અંગૂઠા જેવા શરીરના ભાગોના અર્થમાં લેવામાં આવે છે.

    નોંધનીય છે કે ડિસેમ્બર 2012 પહેલાં ‘ડિજિટલ રેપ’ને છેડતીની શ્રેણીમાં ગણવામાં આવતો હતો, પરંતુ દિલ્હીના નિર્ભયા કેસ બાદ સંસદમાં બળાત્કારનો નવો કાયદો લાવવામાં આવ્યો હતો, જેમાં ‘ડિજિટલ રેપ’ને પણ બળાત્કારમાં ગણવાની શરૂઆત થઇ. જે બાદ 2013માં પહેલીવાર ‘ડિજિટલ રેપ’ને કલમ 375 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ મૂકવામાં આવ્યો હતો. અગાઉ દેશમાં એવો કોઈ કાયદો નહોતો, જેનાથી ‘ડિજિટલ રેપ’ પીડિતાને ન્યાય મળી શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં