Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ'કોઇ પ્લાન B બનાવ્યો જ નથી': જો ભાજપ 272નો આંકડો પાર નહીં...

    ‘કોઇ પ્લાન B બનાવ્યો જ નથી’: જો ભાજપ 272નો આંકડો પાર નહીં કરે તો શું? આ સવાલ પર અમિત શાહનો જવાબ; જણાવ્યું કેમ 400 સીટો છે જરૂરી

    અમિત શાહ આગળ જણાવે છે આગામી 10 વર્ષમાં દેશનું વૈશ્વિક ધોરણે સન્માન વધારવા, દેશને સુરક્ષિત કરવા, સરહદોને મજબૂત કરવા 400 બેઠકોની જરૂર છે.

    - Advertisement -

    દેશમાં ચૂંટણીનો માહોલ પોતાના ચરમ પર છે. દરેક નેતાઓ મીડિયા સમક્ષ પોતાના વિચારો મૂકતાં હોય છે. તેવામાં હવે સમાચાર એજન્સી ANI સાથે ગૃહમંત્રી અમિત શાહનો ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે, જેમાં તેઓ અનેક સવાલોના જવાબ આપી રહ્યા છે. આ જ ચર્ચામાં તેઓએ તેમના પ્લાન B વિશે વાત કરી હતી.

    આ જ ઇન્ટરવ્યૂમાં ANIના સ્મિતા પ્રકાશ ગૃહમંત્રી અમિત શાહને પૂછે છે કે કોઇ કારણસર જો ભાજપને 272 બેઠકો ના મળી તો તેમનો પ્લાન B શું છે? તેનો જવાબ અમિત શાહ ખૂબ નિખાલસતાથી આપી રહ્યા છે.

    પત્રકાર પછી રહ્યા છે કે, “જે પણ રાજકીય ચાણક્યો હોય છે તેઓ પ્લાન B જરૂર બનાવતા હોય છે. શું આપ ક્યારેય પ્લાન B નથી બનાવતા?” તેનો જવાબ આપતા શાહ કહે છે કે, “પ્લાન B ત્યારે બનાવવામાં આવે છે જ્યારે પ્લાન A સફળ જવાની 60%થી ઓછી સંભાવના હોય.”

    - Advertisement -

    તેના પ્રતિપ્રશ્નમાં પત્રકાર તેમને પૂછે છે કે, “આપ કેટલી સંભાવનાઓ જોઈ રહ્યા છો?” ત્યારે શાહ કહે છે, “હું નિશ્ચિતરૂપથી માનું છું કે 100% મોદીજી પ્રચંડ જીત સાથે આગળ આવશે. પૂરો દેશ ચાહે છે કે દેશ સુરક્ષિત થાય, આખી દુનિયામાં દેશનું સન્માન વધે.”

    અમિત શાહ આગળ જણાવે છે આગામી 10 વર્ષમાં દેશનું વૈશ્વિક ધોરણે સન્માન વધારવા, દેશને સુરક્ષિત કરવા, સરહદોને મજબૂત કરવા 400 બેઠકોની જરૂર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં