ભારતે કતાર પાસેથી વિશ્વવિક્રમ છીનવ્યો છે. કેન્દ્રની મોદી સરકારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીના નેતૃત્વમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ નવો રેકોર્ડ બનાવ્યો છે. NHAI એ મંગળવારે (7 જૂન 2022) પાંચ દિવસમાં NH-53 હાઇવે પર બિટ્યુમિનસ કોંક્રીટ વડે 75 કિલોમીટરનો વન-લેન રોડ બનાવ્યો. જેના માટે દેશનું નામ ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ આ અંગે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રસ્તાના નિર્માણ દરમિયાનની ગતિવિધિઓ દર્શાવવામાં આવી છે, ત્યારબાદ કર્મચારીઓની ખુશી અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે.
Another world record in Road construction!
— Nitin Gadkari (@nitin_gadkari) June 8, 2022
Record work on NH-53 between Amravati to Akola stretch, Maharashtra.#PragatiKaHighway #8YearsOfInfraGati #GatiShakti @narendramodi @PMOIndia @GWR pic.twitter.com/ii16Xr6YWX
આ સાથે તેમણે એક ટ્વિટ પણ કર્યું છે, જેમાં રસ્તાઓની તસવીરો અને સર્ટિફિકેટની કોપી જોડવામાં આવી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, “સમૃદ્ધિ સાથે ભારતનું જોડાણ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આઝાદી કા અમૃતમ હોત્સવ સાથે આપણા દેશના સમૃદ્ધ વારસાની ઉજવણી.”
#ConnectingIndia with Prosperity!
— Nitin Gadkari (@nitin_gadkari) June 7, 2022
Celebrating the rich legacy of our nation with #AzadiKaAmrutMahotsav, under the leadership of Prime Minister Shri @narendramodi Ji @NHAI_Official successfully completed a Guinness World Record (@GWR)… pic.twitter.com/DFGGzfp7Pk
NH-53 હાઇવે કોલકાતા, રાયપુર, નાગપુર, અકોલા, ધુલે અને સુરતને જોડે છે. એન્જિનિયરોએ આ રાજપથના અમરાવતી અને અકોલા સેક્શન વચ્ચે એક લેનનો 75 કિલોમીટર લાંબો બિટ્યુમેન કોંક્રીટ રોડ પાંચ દિવસથી ઓછા સમયમાં બનાવીને કતાર પાસેથી વિશ્વવિક્રમ છીનવ્યો છે.
આ રોડ વિભાગ ખાનગી કોન્ટ્રાક્ટર ‘રાજપૂત ઈન્ફ્રાકોન’ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ વિભાગના નિર્માણ કાર્યમાં લગભગ 800 કામદારો અને 700 મજૂરો રોકાયેલા હતા. અમરાવતી-અકોલા હાઇવે વિભાગનું બાંધકામ શનિવારે (4 જૂન 2022) સવારે 6 વાગ્યે શરૂ થયું હતું અને મંગળવારે (7 જૂન 2022)ના રોજ પૂર્ણ થયું હતું.
NH-53 હાઇવે ભારતના ખનિજ સંપત્તિથી સમૃદ્ધ એવા ઘણા વિસ્તારોમાંથી પસાર થાય છે. નોંધવું જરૂરી છે કે ‘રાજપૂત ઈન્ફ્રાકોન’ એ પહેલીવાર કોઈ રેકોર્ડ બનાવ્યો નથી. આ પહેલા આ ખાનગી કંપનીએ સાંગલી અને સતારા વચ્ચે 24 કલાકમાં રોડ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
જણાવી દઈએ કે આ પહેલા આ રેકોર્ડ કતારના નામે હતો. કતારની પબ્લિક વર્ક્સ ઓથોરિટી અશગલ (કતાર) એ અગાઉ 27 ફેબ્રુઆરી 2019ના રોજ 10 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. કતારના અલ-ખોર એક્સપ્રેસવે પર સમાન લંબાઈનું કામ 10 દિવસમાં પૂર્ણ થયું હતું.