ભારતમાં જ બનેલી “વંદે ભારત એક્સપ્રેસ” ટ્રેન હવે એક અલગ જ રંગ અને રૂપમાં જોવા મળશે. તાજેતરમાં રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અને ફોટામાં ભારતની પોતાની સેમી હાઈ સ્પીડ ટ્રેન ભગવા રંગે રંગાયેલી જોવા મળી રહી છે. 28માં રેન્કની આ ટ્રેન સંપૂર્ણ પણે કેસરી કલરમાં જોવા મળશે. આ સાથે જ ટ્રેનના નવા લોટમાં કુલ 25 પ્રકારના સુધારા અને બદલાવ કરવામાં આવ્યા હોવાનું પણ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભગવા રંગમાં વંદે ભારત એક્સપ્રેસ રંગવા પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું હતું.
Hon'ble Minister of Railways Shri @AshwiniVaishnaw visited the Railways' Production Unit Integral Coach Factory in Chennai yesterday & took stock of the progress on production of #VandeBharatExpress. pic.twitter.com/6bG0mIgnE6
— Ministry of Railways (@RailMinIndia) July 9, 2023
મીડિયા અહેવાલો અનુસાર શનિવારે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ચેન્નાઈ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં વંદે ભારત એક્સપ્રેસમાં કરવામાં આવેલા સુધારાઓ અને કરવામાં આવેલા નવા બદલાવની સમીક્ષા કરી હતી. વંદે ભારતના 28માં રેન્કમાં કરવામાં આવેલા ફેરફારો અને નવા રંગના ફોટા વૈષ્ણવે પોતે જાહેર કર્યા હતા. જેમાં ટ્રેનના ડબ્બાઓ સહીત લોકોમોટીવને ભગવા રંગથી રંગવામાં આવ્યા છે. આ સાથે જ ગ્રે કલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વંદે ભારતના આ નવા રંગરૂપમાં તે વધુ આકર્ષક અને એડવાન્સ નજરે પડી રહી છે.
Inspected Vande Bharat train production at ICF, Chennai. pic.twitter.com/9RXmL5q9zR
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 8, 2023
આ દરમિયાન અશ્વિની વૈષ્ણવે ભગવા રંગમાં વંદે ભારત એક્સપ્રેસ રંગવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેમના કહેવા અનુસાર વંદે ભારત એક્સપ્રેસનો નવો ભગવો રંગ ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના કેસરી રંગથી પ્રેરિત છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, “આ મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે, જેને ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનો દ્વારા ડિજાઈનન કરવામાં આવ્યો છે. વંદે ભારતમાં કરવામાં આવેલા બદલાવો ફિલ્ડમાંથી મળતા ફીડબેક બાદ કરવામાં આવ્યા છે. આ તમામ સુજાવોનો ઉપયોગ વંદે ભારતને વધુ શ્રેષ્ઠ બનાવવામાં કરવામાં આવ્યો છે.”
નોંધનીય છે કે ટ્રેનની બોગીઓને ભગવા અને ભૂરા રંગવામાં આવ્યા છે, ત્યારે એન્જીનના આગળના ભાગને પણ ભગવા રંગે રંગવામાં આવ્યો છે. અન્ય ડિજાઈનમાં પણ થોડો ફેરફાર છે, પરંતુ લોકોમોટીવની વિન્ડશિલ્ડ નીચે ભારતીય રેલ્વેનો લોગો અને કિનારા પર વંદે ભારત એક્સપ્રેસની બ્રાન્ડીંગ હાલમાં ચાલી રહેલી ટ્રેનો જેવો જ વાદળી અને સફેદ રંગનો જ છે.