બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. આ કેબીનેટમાં પોતાના ‘અર્જુન’ની સામે વામણા બન્યાં તેજ પ્રતાપ યાદવ આ પહેલા માત્ર નીતિશ કુમાર તેમજ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે શપથ લીધા હતા. હવે તેજસ્વી યાદવના ભાઈ તેજ પ્રતાપ સહિત 31 નવા મંત્રીઓએ શપથ લીધા છે, જેમાં અનેક વિવાદાસ્પદ ચહેરાઓ છે. નીતીશ કુમારની જેડીયુએ ભાજપથી અલગ થયા બાદ આરજેડી સાથે ગઠબંધન કર્યું હતું. ભાજપે નીતિશ કુમાર પર જનાદેશને ઉલટાવીને દગો કરવાનો આરોપ લગાવ્યો છે. સાથેજ પોતાના ‘અર્જુન’ની સામે વામણા બન્યાં તેજ પ્રતાપ યાદવ.
કેબિનેટ વિસ્તરણમાં સામાજિક સમીકરણોનેજ આધાર બનાવવામાં આવ્યા છે. યાદવ સમાજના સૌથી વધુ 8 નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે 5 મુસ્લિમોને પણ સ્થાન મળ્યું છે. જોકે, ગત વખતે સવર્ણ જાતિના ક્વોટામાંથી 11 મંત્રીઓ હતા જે ઘટીને હવે 6 થઈ ગયા છે. કેબિનેટમાં 5 દલિત ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેડીયુના ઉપેન્દ્ર કુશવાહા અને રાજદના ભાઈ વીરેન્દ્રને મંત્રી ન બનાવવાથી નારાજ છે. ડાબેરી પક્ષોએ સરકારમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો.
આ પછી વિભાગનું વિભાજન થયું. જ્યારે નીતિશ કુમાર ગૃહ વિભાગ રાબેતા મુજબ રાખશે, ભાજપના ક્વોટાના મોટાભાગના વિભાગ આરજેડીને આપવામાં આવ્યા હતા. બેલાગંજના ધારાસભ્ય સુરેન્દ્ર યાદવને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે, જેમના પર 1991ની લોકસભા ચૂંટણી દરમિયાન ધારાસભ્ય જયકુમાર પાલિત સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. ઉપરાંત તેમણે તત્કાલિન નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીના હાથમાંથી સંસદમાં મહિલા અનામત બિલ આંચકીને ફાડી નાખ્યું હતું.
#BiharCabinetExpansion | Portfolios allocated – CM Nitish Kumar keeps Home Dept, Deputy CM Tejashwi Yadav gets Health Dept, Vijay Kumar Chaudhary gets Finance Dept. RJD leader Tej Pratap Yadav to be the Minister of Environment, Forest and Climate Change pic.twitter.com/UYpvzwzJgl
— ANI (@ANI) August 16, 2022
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરા અને રમખાણો જેવા 3 ડઝનથી વધુ કેસોમાં આરોપી એવા સુરેન્દ્ર યાદવ 7 વખત વિધાનસભા ચૂંટણી અને 1 વખત લોકસભા ચૂંટણી જીતી છે. હવે તેમને સહકાર મંત્રાલય આપવામાં આવ્યું છે. તેજ પ્રતાપ યાદવને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આપવામાં આવ્યું છે. અગાઉની RJD-JDU સરકારમાં તેજપ્રતાપ પાસે સ્વાસ્થ્ય અને બાંધકામ ખાતા હતા. જે તેજસ્વી યાદવને તેમણે પોતાના ‘અર્જુન’ તરીકે ગણાવ્યા હતા, તેમને આરોગ્ય, શહેરી વિકાસ અને આવાસ, માર્ગ નિર્માણ અને ગ્રામીણ બાંધકામ વિભાગ આપવામાં આવ્યું છે .
સરકારમાં નંબર 3 ભૂમિકામાં એક રીતે વિજય કુમાર ચૌધરી હશે, જેમને નાણાં અને વાણિજ્ય કર ઉપરાંત સંસદીય બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યા છે. આ રીતે જોઈ શકાય છે કે નીતીશ કુમારની નવી કેબિનેટમાં માત્ર કલંકિત ચહેરાઓજ નથી, પરંતુ તેજ પ્રતાપ યાદવનું કદ પણ તેમના ભાઈની સામે ઓછું કરી દેવામાં આવ્યું છે.
तेजस्वी पर 11 मामले, JDU के जमा खान का आपराधिक इतिहास, बेदाग छवि की लेसी सिंह#BiharNews | #HindiNews | #BiharPolitics https://t.co/khKrVFgGOj
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) August 16, 2022
બિજેન્દ્ર પ્રસાદ યાદવને ઉર્જા સાથે આયોજન અને વિકાસ મંત્રાલય પણ મળ્યું છે, બંને જેડીયુના નેતા છે, અશોક ચૌધરીને ભવન નિર્માણ વિભાગ મળ્યું છે, સંજય કુમાર ઝાને જળ સંસાધનની સાથે માહિતી અને જનસંપર્ક વિભાગ આપવામાં આવ્યો છે. ચંદ્રશેખર શિક્ષણ મંત્રી બન્યા છે. આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહના પુત્ર સુધાકર સિંહને કૃષિ મંત્રાલય મળ્યું છે. જેડીયુએ મોટાભાગના મલાઈદાર વિભાગ પોતાની પાસે રાખ્યા છે. મંત્રીઓની સંખ્યા આરજેડીના ક્વોટા કરતા વધુ છે.
જેડીયુના જમાન ખાનને મંત્રી બનાવતા લઘુમતી કલ્યાણ વિભાગ પણ આપવામાં આવ્યું છે. તેઓને નીતીશ કુમારના પ્રિય ગણવામાં આવે છે અને તેમની સામે 3 ગુનાહિત અપરાધો નોંધાયેલા છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે પણ 11 ગુના નોંધાયેલા છે. દરભંગાના બહાદુરપુરના ધારાસભ્ય મદન સાહની જેડીયુ ક્વોટામાંથી મંત્રી બન્યા છે, જેમને સમાજ કલ્યાણ વિભાગ આપવામાં આવ્યો છે. તેમની સામે 2 ગુનાહિત અપરાધો પેન્ડિંગ છે. જમુઈથી બિહારના એકમાત્ર અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પર છેતરપિંડી અને બનાવટનો કેસ હાલમાં પણ ચાલી રહ્યો છે.