Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમૃતપાલ સિંઘની ધરપકડ બાદ શ્રેય લેવા ગયા આમ આદમી પાર્ટી નેતા, નેટિઝન્સે...

    અમૃતપાલ સિંઘની ધરપકડ બાદ શ્રેય લેવા ગયા આમ આદમી પાર્ટી નેતા, નેટિઝન્સે ઘેર્યા, પૂછ્યું- 36 દિવસ સુધી શું કરતા હતા?

    એક યુઝરે લખ્યું કે, 36 દિવસ સુધી અમૃતપાલ ભાગતો રહ્યો અને પકડી ન શક્યા તો તે નિષ્ફ્ળતા કેમ દેખાઈ રહી નથી?

    - Advertisement -

    ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘની આજે (23 એપ્રિલ, 2023) સવારે પંજાબના મોગામાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તે એક ગુરુદ્વારામાં સંતાયો હતો, જ્યાં પોલીસે ઘેરી લેતાં આત્મસમર્પણ કરી દીધું હતું. જ્યાંથી તેને આસામ લઇ જવામાં આવ્યો છે, જ્યાં દિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે. 

    અમૃતપાલ સિંઘ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ભાગતો ફરતો હતો. આખરે આજે તે પકડાયો હતો. બીજી તરફ, પંજાબની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીએ અમૃતપાલની ધરપકડ માટે યશ લેવાનું શરૂ કરી દીધું હતું અને દાવો કર્યો કે પંજાબમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત છે અને તેની સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. 

    આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજયસિંઘે એક વિડીયો ટ્વિટ કર્યો અને સાથે લખ્યું કે, ‘પંજાબની ‘આપ’ સરકાર કોઈ પણ ભોગે પંજાબની શાંતિ ભંગ નહીં થવા દેશે. લોકોની સુરક્ષા અમારા માટે સર્વોપરિ છે. અમે દેખાડી દીધું કે જરૂર પડ્યે અમે લોકો માટે કડકમાં કડક પગલાં લેવાની પણ હિંમત રાખીએ છીએ. તમામ લોકો શાંતિ જાળવી રાખે. 

    - Advertisement -

    વિડીયો બાઈટમાં તેમણે કહ્યું કે, અમૃતપાલ સિંઘની ધરપકડે સાબિત કરી દીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર કાયદો-વ્યવસ્થા મામલે કોઈ સમાધાન નહીં કરે. તેમણે દાવો કર્યો કે એક મહિનાથી સતત અમૃતપાલ સામે કાર્યવાહી ચાલી રહી હતી અને હવે કોઈ વિકલ્પ ન બચ્યો ત્યારે તેણે વિવશ થઈને પકડાવું પડ્યું. તેમણે કહ્યું કે, ભગવંત માનની સરકારે પૂરેપૂરી પરિપક્વતા સાથે કાર્યવાહી કરી અને ક્યાંય હિંસક ઘટના ન બની. 

    તેમના આ વિડીયોને પોસ્ટ કરીને આમ આદમી પાર્ટીએ પણ આવા જ દાવા કર્યા હતા અને તેમની સરકાર પંજાબમાં કડકમાં કડક પગલાં ઉઠાવી રહી હોવાનું કહ્યું હતું. 

    પોલીસના ઑપરેશન બાદ ભાગી ગયેલા અને 36 દિવસથી ફરાર અમૃતપાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીનું આ પ્રકારે ક્રેડિટ લેવું નેટિઝન્સને પસંદ આવ્યું ન હતું. લોકોએ સવાલ કર્યા કે 36 દિવસ સુધી આમ આદમી પાર્ટીની સરકાર અને પોલીસ શું કરી રહી હતી? ઘણાએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ અમૃતપાલ પર સકંજો કસવામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટીએ તેનો યશ લેવો જોઈએ નહીં. 

    દિનેશ પંતે લખ્યું, અમૃતપાલની ધરપકડ નથી થઇ પરંતુ કેન્દ્રના ઇમિગ્રેશન વિભાગ દ્વારા તેની પત્નીને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યા બાદ અને પોતાની ઉપર કેન્દ્રીય એજન્સીઓનું દબાણ વધ્યા બાદ તેણે મજબૂરીમાં સરેન્ડર કરવું પડ્યું છે. આમ આદમી પાર્ટી પર સવાલ ઉઠાવીને તેમણે લખ્યું કે, જો તેમનામાં ધરપકડ કરવાની હિંમત હોત તો જ્યારે તે પોલીસ મથકમાં બેસીને લલકારી રહ્યો હતો ત્યારે જ તેને પકડી લીધો હોત. તેમણે એ પણ જણાવ્યું કે તે સમયે કઈ રીતે પંજાબ સીએમ ભગવંત માન કેજરીવાલ સાથે મુંબઈના પ્રવાસે ઉપડી ગયા હતા. 

    ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં અમૃતપાલ સિંઘે તેના નજીકના માણસને છોડાવવા માટે અમૃતસરના અજનાલા પોલીસ મથકે ટોળા સાથે હુમલો કરી દીધો હતો અને પોલીસને ધમકી પણ આપી હતી. 

    એક વ્યક્તિએ લખ્યું કે, 36 દિવસ પછી અમૃતપાલ પકડાયો ત્યારે સંજયસિંહ ખોટો શ્રેય લઇ રહ્યા છે અને એમ પણ કહ્યું કે, પંજાબ સીએમ ભગવંત માન સ્વયં ગૃહમંત્રી અમિત શાહ પાસે ગયા હતા અને મદદની માંગ કરી હતી. 

    વિનય ચૌધરીએ લખ્યું કે, ‘આમ આદમી પાર્ટીએ 9 વર્ષમાં ક્રેડિટ લેવા સિવાય બીજું કર્યું જ શું છે? પંજાબની સરકાર પોલીસ મથકે થયેલી ધમાલ રોકી શકી ન હતી અને કેન્દ્ર સરકારે જ સંજ્ઞાન લીધું ન હોત તો અમૃતપાલ બૉસ બનીને ફરતો હોત.’ 

    એક વ્યક્તિએ પૂછ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર 36 દિવસથી શું કરી રહી હતી? ઉલ્લેખનીય છે કે અમૃતપાલ છેલ્લા 36 દિવસથી ફરાર હતો. 

    અન્ય એક યુઝરે લખ્યું કે, 36 દિવસ સુધી અમૃતપાલ ભાગતો રહ્યો અને ધરપકડ ન કરી શક્યા તો તે નિષ્ફ્ળતા કેમ દેખાઈ રહી નથી?

    એક યુઝરે લખ્યું કે, દોઢ મહિના સુધી એક વ્યક્તિને પકડી ન શક્યા અને હવે શ્રેય લઇ રહ્યા છે. એમ પણ પૂછ્યું કે જ્યારે અમૃતપાલે અજનાલા પોલીસ મથકે હુમલો કર્યો હતો ત્યારે તેઓ ક્યાં હતા? 

    વળી એક યુઝરે સંજયસિંઘની મજાક ઉડાડતાં લખ્યું હતું કે, તેમને સિનેમાની ટિકિટ જોઈએ છે પણ મળી રહી નથી, જેથી તેઓ બ્લેકમાં જુગાડ કરી આપે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ચાલતી રહે છે કે સંજયસિંઘ રાજકારણમાં જોડાયા તે પહેલાં બ્લેકમાં મુવી ટિકિટ વેચતા હતા. જોકે, ઑપઇન્ડિયા સ્વતંત્રપણે આ દાવાની પુષ્ટિ કરી શક્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં