રિયા ચક્રવર્તી સુશાંતને ગાંજો આપતી હોવા સહિતના મોટા અને ચોંકાવનારા ખુલાસો થયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ચાર્જશીટનો ડ્રાફ્ટ દાખલ કર્યો છે. જેમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સૌવિક સહિત 35 લોકો પર 38 આરોપો લગાવવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તી સુશાંતને ગાંજો આપવાનો, તેને ડ્રગ્સ એડિક્ટ બનાવવાનો અને ડ્રગ્સ ખરીદવા માટે તેના (સુશાંતના) બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાનો આરોપ છે.
Draft charges submitted against Rhea Chakroborty in Special NDPS court of receiving deliveries of ganja from Samuel Miranda, Showik Charoborty & Dipesh Sawant & others and handing over those deliveries to late actor Sushant Singh Rajput while making payments for them in yr 2020
— ANI (@ANI) July 13, 2022
NCBને જાણવા મળ્યું છે કે રિયાએ તેના ભાઈ શૌવિક, સેમ્યુઅલ મિરાન્ડા અને દિપેશ સાવંત સહિત અન્ય કેટલાક લોકો પાસેથી ગાંજા ખરીદીને પૈસાની ચૂકવણી કરી હતી. આ ચૂકવણી માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 દરમિયાન થઈ હતી. હવે NDPS એક્ટ 1985 ની કલમ 8(c) સાથે 20(b)(2), 27A, 28, 29 અને 30 સહિતની ધારાઓ લગાવવામાં આવી છે.
એટલું જ નહીં, એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તમામ આરોપીઓ માર્ચ 2020 થી ડિસેમ્બર 2020 દરમિયાન ગુનાહિત ષડયંત્રમાં સામેલ હતા, જેનો હેતુ એક બીજા પાસેથી માદક દ્રવ્યો ખરીદવાનો હતો અને તેને બોલીવુડ સહિત અન્ય હાઈ સોસાયટીમાં વેચવાનો હતો.
રિયાના ભાઈ પર આરોપ છે કે તે ડ્રગ સ્મગલરો સાથે સંપર્કમાં હતો અને ગાંજા, ચરસની ડિલિવરી માટે ઓર્ડર આપતો હતો. તેણે અબ્દેલ બાસિત, કૈઝાન ઈબ્રાહિમ, કર્મજીત સિંહ આનંદ અને સૂર્યદીપ મલ્હોત્રા સહિત અન્ય લોકો પાસેથી ગાંજાની ડિલિવરી લીધા બાદ તેને સુશાંતને સોંપી દીધા હતી.
આ પછી NCBએ સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણી પર પણ આરોપ લગાવ્યો છે કે તે ડ્રગ ડીલર એટલે કે રિયા, શૌવિક, દિપેશના સીધા સંપર્કમાં હતો. તેણે કોટક બેંક ખાતામાંથી ડ્રગ્સની ખરીદી કરી અને ટ્રાન્જેક્શનમાં પૂજા સામગ્રી તરીકે બતાવી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અને કહેવામાં આવ્યું હતું કે તેણે આત્મહત્યા કરી હતી. જો કે, તેના ચાહકોએ આના પર પ્રશ્નો ઉઠાવ્યા અને ડ્રગના એંગલ પર તપાસ શરૂ થઇ. ધીરે ધીરે, સુશાંતના મિત્રથી લઈને ગર્લફ્રેન્ડ સુધીના દરેકના નામ NCB દ્વારા નોંધવામાં આવ્યા અને ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓને પણ ડ્રગ્સ વિશે પૂછપરછ કરવામાં આવી. આ પછી રિયાની 8 સપ્ટેમ્બર 2020ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેને 7 ઓક્ટોબરે જામીન મળી ગયા હતા . આ જામીન રૂ. 1 લાખના અંગત બોન્ડ પર આપવામાં આવ્યા હતા. સાથે જ એવી શરત પણ મુકવામાં આવી હતી કે જો રિયા ક્યાંક બહાર જાય તો તેને પરવાનગી લેવી પડશે અને જ્યારે પણ તેને પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે તેણે હાજર રહેવું પડશે.