Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહનુમાન ચાલીસા વિવાદ ફરી વકર્યો; નવનીત રાણાને અપશબ્દો જાનથી મારીનાંખવાની ધમકીઓ આપતા...

    હનુમાન ચાલીસા વિવાદ ફરી વકર્યો; નવનીત રાણાને અપશબ્દો જાનથી મારીનાંખવાની ધમકીઓ આપતા 11 કોલ મળ્યા

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ઘર સામે હનુમાન ચાલીસાનું પઠન કરવાની વાત કરવા બદલ જેમની ધરપકડ કરવામાં આવી હતી તે અપક્ષ સંસદ સભ્ય નવનીત રાણા પર હવે ફોન પર ધમકીઓ ચાલુ થઇ ગઈ છે.

    - Advertisement -

    નવનીત રાણાને અપશબ્દો જાનથી મારીનાંખવાની ધમકીઓ મળી હોવાની ઘટના સામે આવી છે, મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ બાદ હવે અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાને અપશબ્દો જાનથી મારીનાંખવાની ધમકીઓ આપવાનો મામલે ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં તેમની ફરિયાદ પર દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. ગુરુવારે (26 મે 2022) દિલ્હી પોલીસ અધિકારીઓ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી કે નવનીત રાણાને ધમકી આપતા 11 ફોન કોલ કરવામાં આવ્યા હતા.

    અહેવાલો અનુસાર, મંગળવારે (24 મે 2022), સાંસદ નવનીત રાણાના પીએ એ દિલ્હી પોલીસને જણાવ્યું હતું કે નવનીત રાણાના પર્સનલ મોબાઈલ ફોન પર સાંજે 5:27 થી 5:47 વચ્ચે 11 કોલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીએ દરેક વખતે નવનીત રાણા સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને અપશબ્દો બોલીને તેમને ધમકી આપી હતી કે, જો તેઓ ફરીથી મહારાષ્ટ્રમાં આવીને હનુમાન ચાલીસાના પાઠ કરવાની હિંમત કરશે તો તેને મારી નાખવામાં આવશે.

    સાંસદ નવનીત રાણાને ધમકી આપવાના સંબંધમાં નવી દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં કલમ 506 અને 509 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડીસીપી અમૃતા ગુગુલોઠે આ વાતની પુષ્ટિ કરી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

    - Advertisement -

    શું છે હનુમાન ચાલીસા વિવાદ?

    નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અઝાન વિવાદ વચ્ચે 23 એપ્રિલ 2022ના રોજ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તરતજ મુંબઈ પોલીસ એક્શનમાં આવી અને નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાની ધરપકડ કરી હતી. પોલીસે તેમની સામે રાજદ્રોહ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધ્યો હતો.

    જેલમાંથી છૂટ્યા બાદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે સામે ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. સાથે જ રાણાએ ઠાકરેને ચેતવણી પણ આપી હતી કે જો તેનામાં હિંમત હોય તો તે ચુંટણી જીતી બતાવે. સાંસદ નવનીત રાણાએ એમ પણ કહ્યું હતું કે જો હનુમાન ચાલીસા વાંચવી ગુનો છે તો તે આ માટે 14 દિવસ શું 14 વર્ષ જેલમાં રહેવા માટે તૈયાર છે. આ સિવાય નવનીત રાણાનો આક્ષેપ હતો કે સંજય રાઉતે મને 20 ફૂટ જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી, પરંતુ BMC માં શિવસેનાએ જે ભ્રષ્ટાચાર કાર્ય છે તેમાં જનતા તેમને જમીનથી 20 ફૂટ નીચે ફેંકી દેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં